Book Title: Prakarana Dohan
Author(s): Bhuvanbhanusuri
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 3
________________ 3 પ્રકાશકીય... E જીવવિચાર આદિ ચાર પ્રકરણ. ત્રણભાષ્ય અને કર્મગ્રંથના પદાર્થોના સંક્ષેપમાં સંગ્રહ રૂપ ''પ્રકરણ દોહન' નામના આ તાત્વિક ગ્રંથને અમે સહર્ષ પ્રકાશિત કરીએ છીએ. અમારા પરમોપકારી ઉગ્ર તપસ્વી, ઘોરસંયમી ન્યાયવિશારદ પૂજ્યપાદ આચાર્ય ભગવંત સુવિશાળગચ્છાધિપતિ શ્રીમદ્ વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મ. સા., સંવત ૨૦૦૫માં જ્યારે પૂજ્યશ્રી માત્ર મુનીશ્રી ભાનુવિજયજી તરીકે હતા ત્યારે આ સંગ્રહ તેઓશ્રીએ કરેલ છે. પદાર્થોને અતિસંક્ષેપમાં કઈ રીતે સંકલન કરવા તેની આગવી કળા પૂજ્યપાદશ્રીને જ્ઞાનાવરણ કર્મના તીવ્ર ક્ષયોપશમના કારણે સ્વાભાવીક જ હતી જેનું પ્રતિબિંબ પૂજ્યશ્રી દ્વારા નિર્માપિત આ અને આવા અનેક ગ્રંથોમાં આપણે જોઈ શકીએ છીએ. પ્રકાશન પ્રસંગે પૂજ્યશ્રીના ઉપકારને યાદ કરવા પૂર્વક તથા પૂર્વ પ્રકાશક માસ્તર માનચંદ સંપ્રતચંદ વીસનગર વાળા પ્રત્યે કૃતજ્ઞતા પ્રદશિત કરીએ છીએ. પ્રાંતે અનેક પુણ્યાત્માઓ આના સ્વાધ્યાયથી તત્વજ્ઞાનને પ્રાપ્ત કરી જ્ઞાનના ફળ રૂપ વિરતિ ધર્મને યથા શક્તિ આરાધી શીઘ્ર શાશ્વત પદને પામે એજ અભ્યર્થના. લિ. શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ (૧) ચંદ્રકુમાર બાબુભાઈ જરીવાલા (૨) લલીતભાઈ રતનચંદ કોઠારી (૩) નવીનચંદ્ર ભગવાનદાસ શાહ (૪) પુંડરીકભાઈ અંબાલાલ શાહ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 218