Book Title: Prachin Stavanadi Sangraha
Author(s): Tilakvijay
Publisher: Bhabher Jain Sangh

View full book text
Previous | Next

Page 422
________________ [ ૩૮૯] વિક્રમાદિકથી ૫૮૫ વર્ષે શ્રી હરિભદ્રસૂરિ થશે, મારા નિર્વાણથી ૯૯૯ વર્ષે કાલિકા ચાર્ય થશે, અને કારણના ગે ચોથની સંવત્સરી કરશે, મારા નિર્વાણથી ૧૨૭૦ વર્ષે બપભટ્ટસૂરિ મહા વિદ્યા વિશારદ્દ થશે, જેઓ હંમેશાં એક હજાર શ્લેક કંઠે કરવાની શક્તિવાળા હતા. અને આમ રાજાને પ્રતિબોધી વાલ્યરના પર્વતમાં ત્રણ કોટી સોનાની મૂર્તિ શ્રી વિર ભગવાનની ભરાવશે. | મારા નિર્વાણથી ૧૩૦૦ વર્ષ ગયા પછી ઘણા ગચ્છો થશે, તે મારા માર્ગને ડાળી નાંખશે. સુધમની પરંપરા ઉત્થાપીને પોતપોતાના ગચ્છ સ્થાપી વાડા બાંધશે, સહુ પિતાપિતાની જુદી સમાચારી કરશે, પરૂપણ ભિન્ન કરશે, શ્રદ્ધા ભિન્ન કરશે, સિદ્ધાંતની રૂચીવાળા જેવો સ્વલ્પ થશે, લેકમાં કષાય ઘણે થશે, મિથ્યાત્વી ઘણા થશે, પરેપકાર રહિત લેક થશે, શિષ્ય પિતાના ગુરૂને વિનય કરશે નહીં. ગામ સ્મશાન સરખાં થશે, નગર ગામડાં સરખાં થશે, ઉત્તમ પુરૂષ ચાકરી કરશે, નીચ જને રાજા થશે, ઉત્તમને આચાર નીચ કે પાળશે, અને નીચને આચાર ઉત્તમ જને પાળશે, ઉત્તમ લેકે નિર્ધન અને દુઃખી થશે, નીચલેકે ધનાઢ્ય થશે. દેવતા દેખાવ આપશે નહીં; જાતિ સ્મરણ જ્ઞાન કેઈને ઉપજશે જ નહીં. લેકે પુન્યના કાર્યમાં પ્રમાદી. અને પાપ કર્મમાં ઉદ્યમી થશે, રાજા પણ નવા નવા કર નાંખશે. દેહરાઓના પાડનારા અને દેવદ્રવ્યના ભક્ષણ કરનારા થશે. યતિયા પણ જ્ઞાન દ્રવ્યના ભક્ષણ કરનારા થશે. શીખામણ આપનારની સાથે કદાગ્રહ કરશે. આચારથી ભ્રષ્ટ ઘશે. માતા

Loading...

Page Navigation
1 ... 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434