Book Title: Prachin Stavanadi Sangraha
Author(s): Tilakvijay
Publisher: Bhabher Jain Sangh

View full book text
Previous | Next

Page 426
________________ [૩૩]. ધનના અભાવે ચામડાનાં નાણાં ચાલશે. મંદીરે, દેવાલય, કબરે વિગેરેમાં જ્યાં ધન હશે, ત્યાંથી કાઢી લેશે. સાધુઓ પિતે નિસ્પરિગ્રહી હોય છે, તેની પાસેથી પણ ધન માગશે; પણ સાધુઓ પાસે કાંઈ નહીં હોવાથી કાઉસગ્ગ કરી શાસનદેવનું આરાધન કરશે. શાસનદેવતા આવી તેને વારશે, સાધુએ ત્યાંથી વિહાર કરશે, કલંકીને ૫૦ વરસ થયા બાદ વરસાદ ઘણો સારે થશે. જેથી ધાન્ય ઘણું સારૂ પાકશે. કેટલેક વખતે કલંકી સાધુઓ પાસે ભીક્ષામાંથી છઠે ભાગ માંગશે, તે સાધુઓ આપશે નહીં, તે વારે શ્રી સંઘ મળી શાસન દેવતાને કાઉસ્સગ્ન કરશે, શાસનદેવ પ્રગટ થશે. તેનું પણ નહીં માને, ત્યારે ઇંદ્રનું આસન ચલાયમાન થશે, ઇંદ્ર આવી તેને સમજાવશે, પણ માનશે નહીં, ત્યારે ઈંદ્ર તેને થાપટ મારવાથી છયાશી વર્ષનું આયુ પૂર્ણ કરી મરણ પામી નરકમાં જશે. તેની ગાદીએ દત્તને થાપી અરિહંત ધર્મ આરાધવાની શિખામણ આપી પિતાને સ્થાનકે જશે. તે ઘણે ધર્મરાજા થશે. દીવાળી કલ્પના મૂળપાઠમાં કલંકીને જન્મ સંવત ૧૯૧૪ માં લખેલે છે. પણ એમાં કાંઈ ભૂલ થયેલી લાગે છે. હે ગૌતમ મારે ભસ્મગ્રહ બેસે છે. તેને લીધે પચીશે વર્ષ વિત્યા પછી એટલે સંવત ૨૦૩૦ વર્ષ પછી જનધર્મની ઉન્નત્તિ થશે. ભમગ્રહ ઉતર્યા પછી દેવતા પણ કદાચ આરાધના કરવાથી પ્રગટ થશે. અવધિજ્ઞાન અને જાતિસ્મરણાદિકના ભાવ પણ કવચિત પ્રગટ થશે. હે ગૌતમ મારા નિવણ પછી ઉત્તમ મધ્યયમ એવા

Loading...

Page Navigation
1 ... 424 425 426 427 428 429 430 431 432 433 434