Book Title: Prachin Stavanadi Sangraha
Author(s): Tilakvijay
Publisher: Bhabher Jain Sangh

View full book text
Previous | Next

Page 432
________________ [૩૯] નિંદક ધોબી દે જણ, ધવત હે સબ મેલ; ધોબી કમાઈ કરત હે, નિંદક નરકમાં ઠેલ. ૨૧ તિલક કરતાં ત્રેપન થયાં, રૂઢમાળાનાં નાકાં ગયાં; કથા સુણીને કુટયાકાન, તો એન આવ્યું બ્રહ્મજ્ઞાન. ૨૨ ઘર છોડી બાવા બન્યા, મનમાં રાખે કુડ; દેનુ બગાડે બાપડા, પડી મુખમેં ધૂડ. ૨૩ ફિકર સબકુ ખા ગઈ, ફિકર સબકા પીર; ફિકરકી ફાકી કરે, ઈસકા નામ ફકીર. ૨૪ વાણી પાણી બે સદા, પવિત્રતા કરનાર; લલના લાલચ બે સદા, આપદના દાતાર. ૨૫ પરનારી કે યાર, જરા ન હવે ચેન; ખાના પીના છોડકે, ફીર પુઠે દિન રેન. ૨૬ સંપથી સંપત્તિ સાંપડે, સંપથી જાએ કલેશ; જેના ઘરમાં સંપ નહીં, સુખ નહીં લવલેશ. ૨૭ ગાંડી માથે બેડલું, મરકટ કઠે હાર; જુગારી પાસ નાંણ રહે, જતાં કેટલી વાર. ૨૮ સંપત ગઈ તે સાંપડે, ગયાં વળે છે વહાણ ગત અવસર આવે નાહ, ગયા ન આવે પ્રાણ. ૨૯ ના બીન નીતિતણું, નિશ્ચ નહીં રેનાર; મુલ્લાં લાવે મુઠીએ, અલ્લા ઉંટ હરનાર. ૩૦ સરખી બુદ્ધિ સર્વને, પ્રભુએ આપી હેત; તે પંડિત અને મૂરખતણાં ચિત્ર જગતનહીં જેત. ૩૧

Loading...

Page Navigation
1 ... 430 431 432 433 434