Book Title: Porbandarni Vasupjyani Vaghela Kalin Pratima ane teno Abhilekh
Author(s): M A Dhaky
Publisher: Z_Nirgranth_Aetihasik_Lekh_Samucchay_Part_1_002105.pdf and Nirgranth_Aetihasik_Lekh_Samucchay_Part_2

View full book text
Previous | Next

Page 4
________________ ૭૨ નિર્ઝન્ય ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૨ પ્રતિમાઓમાંની એક પ્રતિમા ચિત્ર રમાં રજૂ કરીશું. આ પ્રતિમા પણ આરસની છે. અહીં વિષયની રજૂઆત વિશેષ નાટ્યાત્મક અને કલાત્મક જણાય છે. ફલક વચાળે ઝાડના પ્રગલ્મ થડના ઊર્ધ્વભાગે ભરાવેલ પોયણા પર ચડાવેલ પોયણાના આસનમાં નાની શી ધ્યાનસ્થ અને મનોરમ જિન-પ્રતિમા બતાવી છે. જિનબિંબ પર વૃક્ષમાંથી જ પાંગરતું મૃણાલછત્ર ઢાળેલું છે. છત્ર ઉપરના ભાગે નાનાંમોટાં પર્ણ-ચક્રો કંડાર્યા છે, ને આજુબાજુ પુષ્પરાજિ અને ફળની લૂમોથી લચકતી લતાઓ બતાવી છે. નીચે થડની બન્ને બાજુએ લટકતા લતાના છેડાઓની કલિકાઓમાં સૂંઢ પરોવી રહેલ હાથીનું જોડું બતાવ્યું છે. આ પ્રતિમા વાસુપૂજ્યની તો નથી લાગતી, રોહિણી આદિ પાત્રો અહીં અનુપસ્થિત છે પણ ગજમુશ્મની હાજરીનો શું સંકેત હશે, તેની પાછળ કઈ કથા સંકળાયેલી હશે, તે શોધી કાઢવું જોઈએ. આની સગોત્રી એક ૧૫માં શતકની પ્રતિમા મેવાડના દેલવાડાગ્રામ સ્થિત ખરતરવસહીમાં છે. (ચિત્ર ૩). અશોકચંદ્રરોહિણીની સંગાથવાળીથી ૧૩મા શતકની એક અન્ય વાસુપૂજિનની પ્રતિમા ચિત્ર ૧માં રજૂ કરી છે. પોરબંદરની વાસુપૂજય-જિનની પ્રતિમા એ જૈન પ્રતિમા-વિધાનનું એક વિરલ દષ્ટાંત રજૂ કરે છે. વિશેષમાં ઉફ્રેંકિત પ્રતિષ્ઠા લેખ દ્વારા તેમાં જિનનું નામ પ્રમાણિત હોઈ, પ્રતિમાનું જિનપ્રતિમાશાસ્ત્રના અધ્યયનમાં વિશેષ મૂલ્ય બની રહે છે. ટિપ્પણો : ૧. જુઓ : “પોરબંદરના શાંતિનાથ જિનાલયના બે શિલાલેખો,” શ્રી ફોર્બસ ગુજરાતી સભા સૈમાસિક, એપ્રિલ-જૂન ૧૯૬૫, પૃ. ૧૭૨-૭૩. તેમ જ અહીં તેનું પુનર્મુદ્રણ. ૨. આ લેખવાળી પ્રતિમાનો ટૂંકો ઉલ્લેખ અમે પ્રસ્તુત લેખમાં એ જ પૃષ્ઠો પર કરી ગયા છીએ. ૩. મધુસૂદન ઢાંકી, “જીર્ણદુર્ગ-જૂનાગઢ વિશે,” પથિક, અમદાવાદ ડિસેમ્બર ૧૯૭૦. આ લેખ પણ પુનઃ મુદ્રિત થઈ આ ગ્રંથમાં સંકલિત થયો છે. ત્યાં પુરી(પોરબંદર)ના પાર્શ્વનાથ, ‘મયણી'(મિયાણી)ના ઋષભદેવ તેમ જ ભુભિલી (ધુમલી)ના સંપ્રતિ નિર્મિત વિહારનો ઉલ્લેખ છે. ૪. જૈન તીર્થનો ઇતિહાસ, શ્રી ચારિત્ર સ્મારક ગ્રંથમાળા : પુષ્પ ૩૮મું. અમદાવાદ, ૧૯૪૯, પૃ. ૫૬૯. સંપાદક : મુનિરાજ શ્રી ન્યાયવિજયજી (ત્રિપુટી). ૫. “પુરિ પાસ'નો અર્થ “પુરે પાર્થ” થાય. આમાં કહેલું ‘પુર ગામ તે “ભૂતામ્બિલિકા'ના રાણક બાસ્કલદેવના સંત ૧૦૪૫ ( ઈ. સ. ૯૮૯ના તામ્રપત્રમાં કહેલ “પૌરવેલાકુલ' અને મધ્યકાલીન લેખોમાં આવતું ‘પુરબિંદર' એટલે કે હાલનું “પોરબંદર હોવું જોઈએ. “પોરબંદરમાં આજે તો પાર્શ્વનાથનું કોઈ જ મંદિર નથી. (ચૈત્યપરિપાટીના સંપાદકે ‘પુરની પિછાન આપવાનો પ્રયત્ન કર્યો નથી.) ૬, “મણી’ તે પોરબંદરથી ૨૨ માઈલ વાયવ્ય આવેલું સમુદ્રવર્તી પુરાણું ગામ “મિયાણી” (મણિપુર) જણાય છે. (ચંત્યપરિપાટીના સંપાદક આ ગામની પિછાન આપી શક્યા નથી.) આજે ‘મિયાણી’માં ગામના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5