Book Title: Porbandarni Vasupjyani Vaghela Kalin Pratima ane teno Abhilekh
Author(s): M A Dhaky
Publisher: Z_Nirgranth_Aetihasik_Lekh_Samucchay_Part_1_002105.pdf and Nirgranth_Aetihasik_Lekh_Samucchay_Part_2

View full book text
Previous | Next

Page 3
________________ પોરબંદરની વાસુપૂજ્ય જિનની વાઘેલાકાલીન પ્રતિમા અને તેનો અભિલેખ ‘વાસપૂજય') અને અપૂર્ણ પણ છે : (કારાપિતા’ સરખા ક્રિયાપદનો અભાવ પણ નોંધનીય છે.) બિંબ ભરાવનાર શ્રાવક તેમ જ પ્રતિષ્ઠાકર્તા આચાર્યનાં નામ તો આપ્યાં છે, પણ કયા ગામમાં પ્રતિષ્ઠા થઈ અને કયા ચૈત્યમાં થઈ તે જણાવ્યું નથી. આથી પ્રસ્તુત પ્રતિમા મૂળ પોરબંદરમાં જ અધિવાસિત હતી કે પછીના કોઈ કાળે અન્ય સ્થાનેથી ત્યાં લાવવામાં આવી તેનો નિર્ણય હાલ તો થઈ શકે તેમ નથી. પ્રતિમા પ્રમાણમાં નાની હોઈ, તેનું મૂળે સ્વતંત્ર મંદિર હોવાની શક્યતા ઓછી છે. જો પોરબંદરનું, હાલ વિનષ્ટ, પાર્શ્વનાથનું મંદિર ૧૫મા શતકથી ઠીક પ્રમાણમાં જૂનું હોય તો પ્રસ્તુત મંદિરમાં આ પ્રતિમા ઈ. સ. ૧૩૦૪માં બેસાડવામાં આવી હોય તેવો આછો પાતળો તર્ક કરી શકાય. ચંદ્રગચ્છના ચંદ્રપ્રભસૂરિના શિષ્યોનો ઉલ્લેખ આપણને આચાર્ય હેમચંદ્રના ધાતુપારાયણવૃત્તિની વિ. સં. ૧૩૮૭ | ઈ. સ. ૧૨૫૧માં સમર્પિત થયેલ, ને વિસલદેવ વાઘેલાનો શાસનકાળ ઉલ્લેખતી એક તાડપત્ર પર લખાયેલી પ્રતમાં મળે છે, જે પોરબંદરના લેખ પછી ત્રણ જ વર્ષ બાદનો હોઈ, વર્તમાન સંદર્ભમાં ઉપયોગી બની રહે છે. જિન વાસુપૂજ્યની અશોકવૃક્ષયુક્ત રોહિણી-અશોકચંદ્રની આરાધકમૂર્તિ સમેત મૂર્તિ પૂજવાના મહિમાનું કથાનક નાગેન્દ્રગચ્છના વર્ધમાનસૂરિએ મંત્રી વાધુના પાંચમા વંશજ આફ્લાદન દંડનાયકની વિનંતીથી, પત્તન (અણહિલ્લ પાટણ)ના વાસુપૂજ્ય-મંદિરના ઉદ્ધાર બાદ) વિ. સં. ૧૨૯૯ ! ઈ. સ. ૧૨૪૩માં રચેલ વાસુપૂજ્યચરિત્રમાં આપેલું છે. કદાચ આ કથાનકના પ્રચાર બાદ પોરબંદરવાળી પ્રતિમા નિર્માઈ હોય તો કહેવાય નહીં. ગ્રંથરચના પછી પાંચ સાલ બાદ પ્રસ્તુત પ્રતિમા-પ્રતિષ્ઠા થઈ ગઈ છે, જે કંઈક અંશે ઉપલા તર્કનું સમર્થન કરે છે. તેરમા શતકની કોઈ કોઈ આરસની જિન પ્રતિમાના પૃષ્ઠભાગે પત્ર-ફળ-ફૂલથી લચી રહેલ વૃક્ષો કંડારેલ જોવામાં આવે છે. આવી એક પ્રતિમા દાઇ ઉમાકાંત શાહે થોડાં વર્ષ અગાઉ પ્રકાશિત કરી છે. એક બીજી પ્રતિમા (ચિત્ર ૪.) કુંભારિયાના ૧૩મા શતકના બીજા-ત્રીજા ચરણમાં નિર્માયેલ સંભવનાથના મંદિર તરીકે હાલ પરિચિત જિનભવનના ગૂઢમંડપમાં સં. ૧૨૭૧ | ઈ. સ. ૧૨૧૫ના વચ્ચેના ભાગમાં ઘસાઈ ગયેલા લેખવાળી શ્રી હરિશંકર પ્રભાશંકર શાસ્ત્રી તેમ જ સાંપ્રત લેખકે ઘોઘામાં નીકળેલ પ્રતિમાનિધિ પર સંશોધન કરતી વેળાએ, સં. ૧૩પ૭ | ઈ. સ. ૧૩૦૧ની એક અન્ય એ પ્રકારની પ્રતિમા ત્યાં જોયેલી. આ વૃક્ષોથી જિનનાં સ્વકીય ચૈત્યવૃક્ષો વિવલિત છે કે તેની પાછળ કોઈ કથાનક રહેલાં છે તે વિશે વધારે સંશોધન થવું જરૂરી છે. ઉદાહરણાર્થે અહીં ખંભાતમાં થોડાં વર્ષો અગાઉ ભૂમિમાંથી નીકળી આવેલ જિન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5