Book Title: Porbandarni Vasupjyani Vaghela Kalin Pratima ane teno Abhilekh
Author(s): M A Dhaky
Publisher: Z_Nirgranth_Aetihasik_Lekh_Samucchay_Part_1_002105.pdf and Nirgranth_Aetihasik_Lekh_Samucchay_Part_2

View full book text
Previous | Next

Page 2
________________ ૭૦ નિર્ઝન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૨ પોરબંદરમાં બીજું જૂનું મંદિર શાંતિનાથનું છે, જે ત્યાંના પ્રશસ્તિલેખ અનુસાર રાણા ખિમાજીના સમયમાં સં. ૧૬૯૧ | ઈઠ સ૧૬૩૫માં બંધાયેલું. પણ આ લેખમાં જેની વાત કરવાની છે તે વાસુપૂજ્યની પ્રતિમા વિશેષ પ્રાચીન છે. વાસુપૂજ્ય સ્વામીનું સાંપ્રત મંદિર તો તદ્દન આધુનિક છે, પણ તે આધુનિકતા વર્તમાન જીર્ણોદ્ધારને કારણે લાગે છે. કેમકે આ મંદિર કયાં આવેલું છે તે ભૂમિ પોરબંદરના પ્રાચીનતમ ભાગ અંતર્ગત આવેલી છે. પ્રતિમા પરના ઉત્કીર્ણ લેખ વિશે જોઈ જતાં પહેલાં પ્રતિમાના સ્વરૂપ વિશે થોડું અહીં કહીશું. પ્રતિમા આરસની છે. પદ્માસનાસીન જિન વાસુપૂજય અશોકવૃક્ષ(કે ચંપકવૃક્ષ)ના આશ્રયે સ્થિર છે. વૃક્ષના મૂળ ભાગે હરિણયુગલ જણાય છે. જિનના પૃષ્ઠભાગે વૃક્ષનો રેષાવાળા પર્ણ અને પુષ્પાદિ સાથે વિસ્તાર કરેલો છે. અડખેપડખે “બીજપુર' તેમ જ કમલદંડને ધારણ કરી રહેલા પ્રતિહારરૂપી યક્ષો કોર્યા છે. પ્રતિહારોની નીચેની રથિકાઓમાં જમણી બાજુ સ્ત્રી મૂર્તિ અને ડાબી બાજુએ પુરુષ મૂર્તિને જિનેન્દ્રનું આરાધન કરતી બતાવી છે, જે પાત્રો દેહદુર્ગધનાશનો ઉપાય જણાવતાં વાસુપૂજયના પૂજન-કથાનક સાથે સંકળાયેલ રોહિણી અને અશોકચંદ્ર હોવાં જોઈએ. રોહિણી અને અશોકચંદ્રના રૂપની વચાળેની કોરી જગ્યામાં પાંચ પંક્તિનો સંવયુક્ત લેખ કંડાર્યો છે. પૂજાપાના ધોવાણથી લેખ ખૂબ જ ઘસાઈ ગયેલો છે, અને વાચનામાં ખૂબ કઠણાઈ અનુભવવી પડે છે. લેખ આ પ્રમાણે છે : (१) संवत १३०४ वर्षे फागुण वदि ११ शुक्र (૨) (રેરા ?) yત મ. વીતાવેન તસ્ય સો(३) हिणि नाम स्वपत्नी श्रेया) । श्री (૪) વીસપૂર્ચાનાં પ્રતિષ્ઠિત | વં (५) ट्रगच्छीयश्रीचंद्रप्रभसूरिशिष्येणः । સં. ૧૩૦૪(ઈ. સ. ૧૨૪૮)ના ફાગણ વદી ૧૧ને શુક્રવાર કોઈ(દેદા ?)ના પુત્ર ભાનુશાલી (ભણશાળી) વાલાને પોતાની સોહિણી નામની પત્નીના શ્રેયાર્થે જિન વાસુપૂજ્યનું બિંબ (ભરાવ્યું), જેની પ્રતિષ્ઠા ચંદ્રગચ્છના શ્રી ચંદ્રપ્રભસૂરિના શિષ્ય કરી. લેખની ભાષા થોડીક અપભ્રષ્ટ છે : (“ફાલ્યુનને બદલે પ્રાકૃત રૂપ ફાગુણનો પ્રયોગ છે.) જોડણીના દોષો પણ છે : (‘સોહિણી'ને બદલે ‘સોહિણિ', “વાસુપૂજયને બદલે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5