Page #1
--------------------------------------------------------------------------
________________
પોરબંદરની વાસુપૂજ્ય જિનની વાઘેલાકાલીન પ્રતિમા અને તેનો અભિલેખ
પોરબંદરની પ્રાચીનતા વિશે થોડુંક ભૂમિકારૂપે વિવેચન અન્યત્ર થઈ ગયું છે. સાંપ્રત લેખમાં પોરબંદર-સ્થિત વાસુપૂજય-જિનાલયના મૂલનાયક શ્રી વાસુપૂજય સ્વામીની પ્રતિમા તથા તેના આસન પર કોરેલ લેખની વાચના-વિવરણ કરવા વિચાર્યું છે.
પોરબંદરમાં જૈનો ક્યારથી વસ્યા અને જિનાલયો કયા સમયથી બંધાવા લાગેલાં તે મુદ્દા પર જોઈએ તેવું સંશોધન થયું નથી; પણ સાંપ્રત સંદર્ભમાં ઉપયોગી થાય તેવી પ્રકાશિત થઈ ચૂકેલી એક નોંધ અહીં ઉદ્ધત કરીશું, જેના તાત્પર્ય પરથી એમ જણાય છે કે પોરબંદરમાં ૧૫મા શતકમાં ભગવાન પાર્શ્વનાથનું એક મંદિર વિદ્યમાન હતું : (ઉદ્ધરણ જે લેખમાંથી લેવાયેલું છે ત્યાં મૂળ સંદર્ભ જૂનાગઢ-અનુલક્ષિત છે.)
જૂનાગઢ સંબંધી બીજો ઉલ્લેખ રજૂ કરીશ એ જ કાળ સમીપવર્તી (રત્નાકરગચ્છના હેમચંદ્રસૂરિશિષ્ય) શ્રી જિનતિલકસૂરિના પ્રારંભિક જૂની ગુજરાતીમાં રચાયેલ “ચૈત્યપરિપાટીસ્તવન”માંથી.
જૂનગઢ પાસ તેજલપુરિ તેજલ-વિહાર નવપલ્લવ મંગલપુરિ મઝાર ! પુરિ પાસ રિસહ મયણી જુહારી
ભુભિલીય સંપ્રતિકે ગઈ વિહારી ! અહીં પણ “જૂનઈગઢ'માં જૂનાગઢના) તેજપાળ-વિહારના “પાર્થ'નો ઉલ્લેખ છે. સાથે સાથે “મંગલપુર (માંગરોળ)ના પ્રસિદ્ધ નવપલ્લવ પાર્શ્વનાથ, ને વિશેષમાં “પુરિ’ (પોરબંદર)ના" પાર્શ્વનાથ, “મયણી'(મિયાણી)ના ઋષભદેવ તેમ જ ભુભિલી (ઘુમલી)ના સંપ્રતિ નિર્મિત વિહારનો ઉલ્લેખ છે.)”
જિનતિલકસૂરિનો સમય ૧૫મા શતકના અંતિમ ચરણમાં મૂકવો જોઈએ; કેમકે તેમના ગુરુ હેમચંદ્રસૂરિના ગુરુ અભયદેવસૂરિના ઉપદેશથી ખંભાતના સાહ શાણરાજે ગિરનાર પર વિમલનાથનો જે પ્રાસાદ બંધાવેલો તેની મિતિ સં. ૧૫૦૯ ! ઈ. સ. ૧૪૫૩ આપવામાં આવે છે. આથી જિનતિલકનો પોરબંદરના પાનો ઉલ્લેખ ૧૫મા શતકના અંત ભાગનો માનીએ તો પ્રસ્તુત મંદિર તે પૂર્વે બંધાઈ ચૂક્યું હશે.
Page #2
--------------------------------------------------------------------------
________________
૭૦
નિર્ઝન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૨
પોરબંદરમાં બીજું જૂનું મંદિર શાંતિનાથનું છે, જે ત્યાંના પ્રશસ્તિલેખ અનુસાર રાણા ખિમાજીના સમયમાં સં. ૧૬૯૧ | ઈઠ સ૧૬૩૫માં બંધાયેલું.
પણ આ લેખમાં જેની વાત કરવાની છે તે વાસુપૂજ્યની પ્રતિમા વિશેષ પ્રાચીન છે. વાસુપૂજ્ય સ્વામીનું સાંપ્રત મંદિર તો તદ્દન આધુનિક છે, પણ તે આધુનિકતા વર્તમાન જીર્ણોદ્ધારને કારણે લાગે છે. કેમકે આ મંદિર કયાં આવેલું છે તે ભૂમિ પોરબંદરના પ્રાચીનતમ ભાગ અંતર્ગત આવેલી છે.
પ્રતિમા પરના ઉત્કીર્ણ લેખ વિશે જોઈ જતાં પહેલાં પ્રતિમાના સ્વરૂપ વિશે થોડું અહીં કહીશું. પ્રતિમા આરસની છે. પદ્માસનાસીન જિન વાસુપૂજય અશોકવૃક્ષ(કે ચંપકવૃક્ષ)ના આશ્રયે સ્થિર છે. વૃક્ષના મૂળ ભાગે હરિણયુગલ જણાય છે. જિનના પૃષ્ઠભાગે વૃક્ષનો રેષાવાળા પર્ણ અને પુષ્પાદિ સાથે વિસ્તાર કરેલો છે. અડખેપડખે “બીજપુર' તેમ જ કમલદંડને ધારણ કરી રહેલા પ્રતિહારરૂપી યક્ષો કોર્યા છે. પ્રતિહારોની નીચેની રથિકાઓમાં જમણી બાજુ સ્ત્રી મૂર્તિ અને ડાબી બાજુએ પુરુષ મૂર્તિને જિનેન્દ્રનું આરાધન કરતી બતાવી છે, જે પાત્રો દેહદુર્ગધનાશનો ઉપાય જણાવતાં વાસુપૂજયના પૂજન-કથાનક સાથે સંકળાયેલ રોહિણી અને અશોકચંદ્ર હોવાં જોઈએ. રોહિણી અને અશોકચંદ્રના રૂપની વચાળેની કોરી જગ્યામાં પાંચ પંક્તિનો સંવયુક્ત લેખ કંડાર્યો છે. પૂજાપાના ધોવાણથી લેખ ખૂબ જ ઘસાઈ ગયેલો છે, અને વાચનામાં ખૂબ કઠણાઈ અનુભવવી પડે છે. લેખ આ પ્રમાણે છે :
(१) संवत १३०४ वर्षे फागुण वदि ११ शुक्र (૨) (રેરા ?) yત મ. વીતાવેન તસ્ય સો(३) हिणि नाम स्वपत्नी श्रेया) । श्री (૪) વીસપૂર્ચાનાં પ્રતિષ્ઠિત | વં
(५) ट्रगच्छीयश्रीचंद्रप्रभसूरिशिष्येणः । સં. ૧૩૦૪(ઈ. સ. ૧૨૪૮)ના ફાગણ વદી ૧૧ને શુક્રવાર કોઈ(દેદા ?)ના પુત્ર ભાનુશાલી (ભણશાળી) વાલાને પોતાની સોહિણી નામની પત્નીના શ્રેયાર્થે જિન વાસુપૂજ્યનું બિંબ (ભરાવ્યું), જેની પ્રતિષ્ઠા ચંદ્રગચ્છના શ્રી ચંદ્રપ્રભસૂરિના શિષ્ય કરી.
લેખની ભાષા થોડીક અપભ્રષ્ટ છે : (“ફાલ્યુનને બદલે પ્રાકૃત રૂપ ફાગુણનો પ્રયોગ છે.) જોડણીના દોષો પણ છે : (‘સોહિણી'ને બદલે ‘સોહિણિ', “વાસુપૂજયને બદલે
Page #3
--------------------------------------------------------------------------
________________
પોરબંદરની વાસુપૂજ્ય જિનની વાઘેલાકાલીન પ્રતિમા અને તેનો અભિલેખ
‘વાસપૂજય') અને અપૂર્ણ પણ છે : (કારાપિતા’ સરખા ક્રિયાપદનો અભાવ પણ નોંધનીય છે.) બિંબ ભરાવનાર શ્રાવક તેમ જ પ્રતિષ્ઠાકર્તા આચાર્યનાં નામ તો આપ્યાં છે, પણ કયા ગામમાં પ્રતિષ્ઠા થઈ અને કયા ચૈત્યમાં થઈ તે જણાવ્યું નથી. આથી પ્રસ્તુત પ્રતિમા મૂળ પોરબંદરમાં જ અધિવાસિત હતી કે પછીના કોઈ કાળે અન્ય સ્થાનેથી ત્યાં લાવવામાં આવી તેનો નિર્ણય હાલ તો થઈ શકે તેમ નથી. પ્રતિમા પ્રમાણમાં નાની હોઈ, તેનું મૂળે સ્વતંત્ર મંદિર હોવાની શક્યતા ઓછી છે. જો પોરબંદરનું, હાલ વિનષ્ટ, પાર્શ્વનાથનું મંદિર ૧૫મા શતકથી ઠીક પ્રમાણમાં જૂનું હોય તો પ્રસ્તુત મંદિરમાં આ પ્રતિમા ઈ. સ. ૧૩૦૪માં બેસાડવામાં આવી હોય તેવો આછો પાતળો તર્ક કરી શકાય.
ચંદ્રગચ્છના ચંદ્રપ્રભસૂરિના શિષ્યોનો ઉલ્લેખ આપણને આચાર્ય હેમચંદ્રના ધાતુપારાયણવૃત્તિની વિ. સં. ૧૩૮૭ | ઈ. સ. ૧૨૫૧માં સમર્પિત થયેલ, ને વિસલદેવ વાઘેલાનો શાસનકાળ ઉલ્લેખતી એક તાડપત્ર પર લખાયેલી પ્રતમાં મળે છે, જે પોરબંદરના લેખ પછી ત્રણ જ વર્ષ બાદનો હોઈ, વર્તમાન સંદર્ભમાં ઉપયોગી બની રહે છે.
જિન વાસુપૂજ્યની અશોકવૃક્ષયુક્ત રોહિણી-અશોકચંદ્રની આરાધકમૂર્તિ સમેત મૂર્તિ પૂજવાના મહિમાનું કથાનક નાગેન્દ્રગચ્છના વર્ધમાનસૂરિએ મંત્રી વાધુના પાંચમા વંશજ આફ્લાદન દંડનાયકની વિનંતીથી, પત્તન (અણહિલ્લ પાટણ)ના વાસુપૂજ્ય-મંદિરના ઉદ્ધાર બાદ) વિ. સં. ૧૨૯૯ ! ઈ. સ. ૧૨૪૩માં રચેલ વાસુપૂજ્યચરિત્રમાં આપેલું છે. કદાચ આ કથાનકના પ્રચાર બાદ પોરબંદરવાળી પ્રતિમા નિર્માઈ હોય તો કહેવાય નહીં. ગ્રંથરચના પછી પાંચ સાલ બાદ પ્રસ્તુત પ્રતિમા-પ્રતિષ્ઠા થઈ ગઈ છે, જે કંઈક અંશે ઉપલા તર્કનું સમર્થન કરે છે.
તેરમા શતકની કોઈ કોઈ આરસની જિન પ્રતિમાના પૃષ્ઠભાગે પત્ર-ફળ-ફૂલથી લચી રહેલ વૃક્ષો કંડારેલ જોવામાં આવે છે. આવી એક પ્રતિમા દાઇ ઉમાકાંત શાહે થોડાં વર્ષ અગાઉ પ્રકાશિત કરી છે. એક બીજી પ્રતિમા (ચિત્ર ૪.) કુંભારિયાના ૧૩મા શતકના બીજા-ત્રીજા ચરણમાં નિર્માયેલ સંભવનાથના મંદિર તરીકે હાલ પરિચિત જિનભવનના ગૂઢમંડપમાં સં. ૧૨૭૧ | ઈ. સ. ૧૨૧૫ના વચ્ચેના ભાગમાં ઘસાઈ ગયેલા લેખવાળી શ્રી હરિશંકર પ્રભાશંકર શાસ્ત્રી તેમ જ સાંપ્રત લેખકે ઘોઘામાં નીકળેલ પ્રતિમાનિધિ પર સંશોધન કરતી વેળાએ, સં. ૧૩પ૭ | ઈ. સ. ૧૩૦૧ની એક અન્ય એ પ્રકારની પ્રતિમા ત્યાં જોયેલી. આ વૃક્ષોથી જિનનાં સ્વકીય ચૈત્યવૃક્ષો વિવલિત છે કે તેની પાછળ કોઈ કથાનક રહેલાં છે તે વિશે વધારે સંશોધન થવું જરૂરી છે.
ઉદાહરણાર્થે અહીં ખંભાતમાં થોડાં વર્ષો અગાઉ ભૂમિમાંથી નીકળી આવેલ જિન
Page #4
--------------------------------------------------------------------------
________________
૭૨
નિર્ઝન્ય ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૨
પ્રતિમાઓમાંની એક પ્રતિમા ચિત્ર રમાં રજૂ કરીશું. આ પ્રતિમા પણ આરસની છે. અહીં વિષયની રજૂઆત વિશેષ નાટ્યાત્મક અને કલાત્મક જણાય છે. ફલક વચાળે ઝાડના પ્રગલ્મ થડના ઊર્ધ્વભાગે ભરાવેલ પોયણા પર ચડાવેલ પોયણાના આસનમાં નાની શી ધ્યાનસ્થ અને મનોરમ જિન-પ્રતિમા બતાવી છે. જિનબિંબ પર વૃક્ષમાંથી જ પાંગરતું મૃણાલછત્ર ઢાળેલું છે. છત્ર ઉપરના ભાગે નાનાંમોટાં પર્ણ-ચક્રો કંડાર્યા છે, ને આજુબાજુ પુષ્પરાજિ અને ફળની લૂમોથી લચકતી લતાઓ બતાવી છે. નીચે થડની બન્ને બાજુએ લટકતા લતાના છેડાઓની કલિકાઓમાં સૂંઢ પરોવી રહેલ હાથીનું જોડું બતાવ્યું છે. આ પ્રતિમા વાસુપૂજ્યની તો નથી લાગતી, રોહિણી આદિ પાત્રો અહીં અનુપસ્થિત છે પણ ગજમુશ્મની હાજરીનો શું સંકેત હશે, તેની પાછળ કઈ કથા સંકળાયેલી હશે, તે શોધી કાઢવું જોઈએ. આની સગોત્રી એક ૧૫માં શતકની પ્રતિમા મેવાડના દેલવાડાગ્રામ સ્થિત ખરતરવસહીમાં છે. (ચિત્ર ૩). અશોકચંદ્રરોહિણીની સંગાથવાળીથી ૧૩મા શતકની એક અન્ય વાસુપૂજિનની પ્રતિમા ચિત્ર ૧માં રજૂ કરી છે.
પોરબંદરની વાસુપૂજય-જિનની પ્રતિમા એ જૈન પ્રતિમા-વિધાનનું એક વિરલ દષ્ટાંત રજૂ કરે છે. વિશેષમાં ઉફ્રેંકિત પ્રતિષ્ઠા લેખ દ્વારા તેમાં જિનનું નામ પ્રમાણિત હોઈ, પ્રતિમાનું જિનપ્રતિમાશાસ્ત્રના અધ્યયનમાં વિશેષ મૂલ્ય બની રહે છે.
ટિપ્પણો :
૧. જુઓ : “પોરબંદરના શાંતિનાથ જિનાલયના બે શિલાલેખો,” શ્રી ફોર્બસ ગુજરાતી સભા સૈમાસિક,
એપ્રિલ-જૂન ૧૯૬૫, પૃ. ૧૭૨-૭૩. તેમ જ અહીં તેનું પુનર્મુદ્રણ. ૨. આ લેખવાળી પ્રતિમાનો ટૂંકો ઉલ્લેખ અમે પ્રસ્તુત લેખમાં એ જ પૃષ્ઠો પર કરી ગયા છીએ. ૩. મધુસૂદન ઢાંકી, “જીર્ણદુર્ગ-જૂનાગઢ વિશે,” પથિક, અમદાવાદ ડિસેમ્બર ૧૯૭૦.
આ લેખ પણ પુનઃ મુદ્રિત થઈ આ ગ્રંથમાં સંકલિત થયો છે. ત્યાં પુરી(પોરબંદર)ના પાર્શ્વનાથ, ‘મયણી'(મિયાણી)ના ઋષભદેવ તેમ જ ભુભિલી (ધુમલી)ના સંપ્રતિ નિર્મિત વિહારનો ઉલ્લેખ છે. ૪. જૈન તીર્થનો ઇતિહાસ, શ્રી ચારિત્ર સ્મારક ગ્રંથમાળા : પુષ્પ ૩૮મું. અમદાવાદ, ૧૯૪૯, પૃ. ૫૬૯.
સંપાદક : મુનિરાજ શ્રી ન્યાયવિજયજી (ત્રિપુટી). ૫. “પુરિ પાસ'નો અર્થ “પુરે પાર્થ” થાય. આમાં કહેલું ‘પુર ગામ તે “ભૂતામ્બિલિકા'ના રાણક બાસ્કલદેવના
સંત ૧૦૪૫ ( ઈ. સ. ૯૮૯ના તામ્રપત્રમાં કહેલ “પૌરવેલાકુલ' અને મધ્યકાલીન લેખોમાં આવતું ‘પુરબિંદર' એટલે કે હાલનું “પોરબંદર હોવું જોઈએ. “પોરબંદરમાં આજે તો પાર્શ્વનાથનું કોઈ જ મંદિર નથી. (ચૈત્યપરિપાટીના સંપાદકે ‘પુરની પિછાન આપવાનો પ્રયત્ન કર્યો નથી.) ૬, “મણી’ તે પોરબંદરથી ૨૨ માઈલ વાયવ્ય આવેલું સમુદ્રવર્તી પુરાણું ગામ “મિયાણી” (મણિપુર) જણાય
છે. (ચંત્યપરિપાટીના સંપાદક આ ગામની પિછાન આપી શક્યા નથી.) આજે ‘મિયાણી’માં ગામના
Page #5
--------------------------------------------------------------------------
________________ પોરબંદરની વાસુપૂજય જિનની વાઘેલા કાલીન પ્રતિમા અને તેનો અભિલેખ જૂના કોટની અંદર નીલકંઠ મહાદેવના સં. 1290 { ઈ. સ. 1234 (કે પછી સં. 1260 : ઈ. સ. ૧૨૦૪)ના લેખવાળા મંદિરની સમીપ પણ ઉત્તરાભિમુખ જૈનમંદિર ઊભેલું છે. તેનો સમય શૈલીની દષ્ટિએ, ૧૩મી શતાબ્દી ઉત્તરાર્ધનો અંતભાગ જણાય છે. ચૈત્યપરિપાટીમાં ઉલ્લિખિત જિન ઋષભનું મંદિર તે નિશ્ચયતયા આ પુરાણું મંદિર જણાય છે. 7, ધુમલીમાં સુપ્રસિદ્ધ નવલખા મંદિરથી દક્ષિણમાં એક જૈન મંદિરનું (વાણિયાવસીનું) ખંડેર ઊભું છે. આજે તો તેમાં થોડાક થાંભલા માત્ર ઊભાં છે. તેમાંથી મળી આવેલી જિનપ્રતિમાનું રેખાંકન James Burgess nl Antiquities of Kathiawad and Kutch, London 1876, Plate XLVI 42 29 $.) 8. જુઓ મોહનલાલ દલીચંદ દેશાઈ, જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ, મુંબઈ 1932, પૃ. ૪૯પ-૯૬; તથા ત્રિપુટી મહારાજ, જૈન પરંપરાનો ઇતિહાસ (ભાગ ત્રીજો), અમદાવાદ 1964. 9, પાદટીપ ક્રમાંક 1 અનુસાર 10, જુઓ જૈન પુસ્તક પ્રશસ્તિ સંગ્રહ પ્રથમ ભાગ, Singhi Jan Series, No. 18, Bombay 1943. 11. જુઓ શ્રી વાસુપૂજ્ય ચરિત્ર, જૈન આત્માનંદ સભા, ભાવનગર વિસં. 1997 | ઈ. સ. 1941, પૃ. 227. 12. રોહિણી-અશોકચંદ્રવાળી કથા ૧૩મા શતકથી વિશેષ પ્રાચીન છે કે નહીં તેનો નિર્ણય થવા ઉપર આ તર્કની સંભવ્યતા-અસંભવ્યતાનો નિશ્ચય નિર્ભર છે. આ કથાનક તરફ અમારું ધ્યાન (સ્વ.) પં. બાબુલાલ શાહે દોર્યું છે, જેનો અહીં સાનંદ ઉલ્લેખ કરીએ છીએ. 93. Cf. Umakant Premanand Shah, Studies in Jain Art, Banares 1955, pl. XXVII, fig. 13. 14. આ પ્રતિમા હાલ ખંભાતના ચિંતામણિના દેરાસરમાં પ્રતિષ્ઠિત થયેલી છે. 15. પચાસેક વર્ષ પહેલાં મુનિશ્રી ભુવનવિજયજી તેમ જ ત્રિ. ઓ. શાહે કરેલી વાચના મણિભાઈ વોરા અને સાંપ્રત લેખકે થોડીક શુદ્ધ કરેલી, જેની વિશેષ પરીક્ષણ દ્વારા વિશુદ્ધિ શ્રી અમૃતલાલ ભોજક તથા શ્રી લક્ષ્મણ ભોજકે કરેલી છે. લેખકો તેમની સહાયનો અહીં ઉલ્લેખ કરતાં હર્ષ અનુભવે છે. (મૂળ લેખના લેખક શ્રી ત્રિભોવનદાસ શાહ, શ્રી મણિભાઈ વોરા, અને શ્રી મધુસૂદન ઢાંકી છે. વિશેષ નોંધ : પોરબંદરની વાસુપૂજ્યની પ્રતિમા તથા તેના લેખના ચિત્રો સંબોધિ રૂ. 2-3, અમદાવાદ ૧૯૭૪માં મૂળ લેખમાં છપાયા છે. એ ચિત્રો ફરીને પ્રાપ્ત ન થઈ શકવાથી અહીં પુનઃ પ્રગટ થઈ શક્યાં નથી. નિ, ઐ, ભા. ર-૧૦