Book Title: Porbandarna Shantinath Jinalayna Be Shilalekho Author(s): M A Dhaky Publisher: Z_Nirgranth_Aetihasik_Lekh_Samucchay_Part_1_002105.pdf and Nirgranth_Aetihasik_Lekh_Samucchay_Part_2 View full book textPage 2
________________ પોરબંદરના શાંતિનાથ જિનાલયના બે શિલાલેખો ૭૫ ગોપાલલાલના મંદિરનો શિલાલેખ તો વાચના થાય તે પહેલાં જ ગુમ થયો છે"; પણ શાંતિનાથના ગૂઢમંડપની દક્ષિણ દિવાલમાં ઉપર જોડાજોડ, આરસ પર ઉત્કીર્ણ કરેલા, ૨૮ સે. મી. × ૨૮ સે. મી. માપના બે મહત્ત્વપૂર્ણ શિલાલેખો લગાવેલા છે. એની ચર્ચા અહીં કરીશું. બન્ને લેખ ગઘમાં છે. પહેલા લેખમાં ૧૪ પંક્તિઓ છે. છેલ્લી બે પંક્તિ બાકી રહેલી ખાલી જગ્યા આવરી લેવા માટે વધારે મોટા અક્ષરોવાળી છે. “નિપજયો'ને બદલે “નિપનો' અને “સેવામાં'ને બદલે સેવાઈ માંહિ” જેવા જૂના પ્રયોગો તેમ જ (‘તસ્ય-સ્સા” ને બદલે “તત્ર' જેવું) કેટલુંક વ્યાકરણદીપ સહિતનું સંસ્કૃત મિશ્રણ બાદ કરીએ તો, ભાષા ગુજરાતી છે. લખાણ પણ દોષયુક્ત અને ખટકાવાળું છે; તેમ જ લિપિ પણ સદોષ અને કેટલેક સ્થળે અવાચ્ય છે. પ્રશસ્તિકાર કોઈ વિદ્વાન્ જૈન મુનિ જણાતા નથી. સૌરાષ્ટ્રના કંઠાળ પ્રદેશમાં પ્રચલિત વણિક બોલીના રંગઢંગ તેમાં પરખાઈ આવે છે. લેખની કરણી પણ ખામીવાળી છે. કેટલાક શબ્દોની જોડણી ખોટી છે, તો કયાંક કયાંક માત્રાદોષ પણ છે. વિરામસ્થાનોનું ઔચિત્ય પણ જોઈએ તેવું નથી. સોલંકી અને તે પછીના કાળમાં જોવામાં આવતો અને સ્થાને “ક” વર્ણનો પ્રયોગ અહીં પણ ચાલુ રહ્યો છે. બન્ને લેખો સંવત્ ૧૬૯૧ના છે અને એક જ તિથિવારના છે. લેખો મંદિરનિર્માણની હકીકત કહે છે. પહેલા મોટા લેખનું મૂલ્ય સૌરાષ્ટ્રના ઉત્તર-મધ્યકાલીન ઇતિહાસ માટે ઘણું જ ગણી શકાય તેમ છે. તેમાં જેઠવા રાજાઓની વંશાવળી આપેલી છે. એટલે “કાઠિયાવાડ ગેઝેટિયરમાં આપેલી વંશાવળી હવે ચકાસી શકાય તેમ છે. જેઠવા રાજવંશને અનુલક્ષીને આ પહેલો જ ઉત્તરકાલીન ઐતિહાસિક લેખ પ્રકાશમાં આવે છે અને ઘુમલીના રાણક બાષ્કલદેવ અને પાછલા યુગના પોરબંદરના જેઠવા રાણાઓ વચ્ચે એક રીતે જોતાં મહત્ત્વની કડીઓ પૂરી પાડે છે. લેખની આ વંશાવળીમાં એ વખતે પ્રવર્તમાન ઉપરાંતની કુલ ૬ પૂર્વજ પેઢીઓનો ઉલ્લેખ કરેલો છે. અને હવે વૉટ્સને વહીવંચાઓના કથનાધારે તૈયાર કરેલ વંશાવળી સાથે સરખાવી જોઈએ : લેખ અનુસારની વંશાવળી વૉટ્સનની “કાઠિયાવાડ ગેઝેટિયર'ની વંશાવળી રાણાશ્રી રામજી રાણા ભાણજી (ઈ. સ. ૧૪૬ ૧-૯૨) રાણાશ્રી મેહજી રાણા રણોજી (ઈ. સ. ૧૪૯૨-૧૫૨૫). રાણાશ્રી ખીમાજી રાણા ખીમાજી (ઈ. સ. ૧૫૨૫-૧૫૫૦) રાણાશ્રી રામજી (દ્વિતીય) રાણા રામદેજી (ઈ. સ. ૧૫૫૦...?) રાણાશ્રી ભાણજી રાણા ભાણજી (...................?) રાણાશ્રી ખીમાજી (દ્વિતીય) રાણા ખીમાજી (..................?) રાણાશ્રી વિક્રમજી રાણા વિકમાતજી (ઈ. સ. ૧૬૨૬-૧૯૭૧) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6