Page #1
--------------------------------------------------------------------------
________________
પોરબંદરના શાંતિનાથ જિનાલયના બે શિલાલેખો
મહાત્મા ગાંધીજીની જન્મભૂમિ અને સુદામાપુરીના અપરનામથી સુપ્રસિદ્ધ પોરબંદર, પૌરાણિક પરંપરા અનુસાર, ગુજરાતના પ્રાચીનતમ નગરો માંહેનું, આમ તો લગભગ પ્રભાસ જેટલું પ્રાચીન, હોવું સંભવે; પણ પોરબંદરને લગતા ઐતિહાસિક નિર્દેશો પ્રમાણમાં ઉત્તરકાલીન જોવા મળે છે. એનો જૂનામાં જૂનો ઉલ્લેખ ધુમલીના ઈ. સ૰ ૯૮૮ના તુલ્યકાલીન વર્ષના બાષ્કલદેવના તાપ્રશાસનમાં થયેલો છે. ભૂતાંબિલિકા(ધુમલી)માંથી અણહિલ્લપુરના એક બ્રાહ્મણને અપાયેલા આ દાનપત્રમાં “પૌરવેલાકુલ' એટલે કે પોરબંદરનો ઉલ્લેખ થયેલો છે. પોરબંદરને લગતા આ ઉલ્લેખ અને ત્યારપછીના પુરાતત્ત્વીય પ્રમાણો વચ્ચે ખાસ્સું અઢી શતાબ્દી જેટલું અંતર પડી જાય છે* : જેમકે ત્યારબાદના તો છેક વાઘેલા સમયના—૧૩મી સદીનાચાર ઉત્કીર્ણ લેખો છે. જો કે એમાંથી વિશેષ ઐતિહાસિક માહિતી પ્રાપ્ત થતી ન હોવા
છતાં પોરબંદરનું એ કાળમાં અસ્તિત્વ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સિદ્ધ કરવામાં ઉપયોગી છે. આ પૈકીનો સૌથી જૂનો સંવત્ ૧૩૦૪નો લેખ અહીંના હોળી ચકલા પાસેના જૈન મંદિરની વાસુપૂજ્યની આરસની પ્રતિમાના આસન પર અંકિત થયેલો છે'. ત્યાર પછીનો અહીંની જૂની મીઠી માંડવીનો વાધેલા રાજા વિસળદેવનો સંવત્ ૧૩૧૫નો સુરભી લેખ આજે તો ગુમ થયો છે . તે પછી કેદારકુંડમાં વિષ્ણુમૂર્તિની નીચે સંવત્ ૧૩૨૭ વંચાય છે, તે તો નામનો જ, કહેવા પૂરતો જ, ખપનો છે. છેવટે ખારવાવાડમાં પદમણી માતાના મંદિરમાં સારંગદેવ વાધેલાના સમયના સંવત્ ૧૩૩૧ના ઘસાઈ ગયેલા લેખની નોંધ કરી લઈએ.
વાઘેલા સમયના અંત પછી રીતસરનો કોઈ લેખ પ્રાપ્ત નથી થયો. ઝુંડાળા પાસેના પોરાવમાતાના પ્રાંગણમાં એક સંવત્ ૧૩૯૧નો પાળિયાનો તેમ જ હોળી ચકલા પાસેના સંવત્ ૧૬૩૧ના પાળિયાનો અહીં ગામની હસ્તી સિદ્ધ કરવા સિવાય વિશેષ ઉપયોગ નથી. પણ ત્યારપછીનાં તરતનાં વર્ષોમાં પોરબંદર વિશે કંઈ જ જાણવા મળતું નથી. એક નાનકડા ગામ તરીકેનું એનું અસ્તિત્વ કલ્પી શકાય તેમ છે. પણ ત્યારબાદ મોગલ સમયમાં, ખાસ કરીને જહાંગીરના શાસનકાળ દરમિયાન, પોરબંદર ફરીને સૌરાષ્ટ્રના તળપદા ઇતિહાસમાં દેખા દે છે. ધુમલી અને રાણપર છોડી છાયામાં વસેલ જેઠવા રાણાઓની સત્તા નીચે પોરબંદર આવે છે. તેમ જ રાજધાની પણ હવે ત્યાં ખસેડવામાં આવે છે. પોરબંદરનું વાણિજ્ય, વહાણવટું હવે વિકસે છે; અને પોરબંદર અભ્યુદયની દિશા તરફ પગલાં માંડે છે. આ શાંતિ અને સમૃદ્ધિના આરંભના દિનોમાં નગરના મધ્યભાગે શાંતિનાથ જિનાલય અને લગભગ એવી જ શૈલીનું ગોપાલલાલનું વૈષ્ણવ મંદિર (તેમ જ નરસિંહજીના નાનકડા મંદિરનાં) નિર્માણ થાય છે.
Page #2
--------------------------------------------------------------------------
________________
પોરબંદરના શાંતિનાથ જિનાલયના બે શિલાલેખો
૭૫
ગોપાલલાલના મંદિરનો શિલાલેખ તો વાચના થાય તે પહેલાં જ ગુમ થયો છે"; પણ શાંતિનાથના ગૂઢમંડપની દક્ષિણ દિવાલમાં ઉપર જોડાજોડ, આરસ પર ઉત્કીર્ણ કરેલા, ૨૮ સે. મી. × ૨૮ સે. મી. માપના બે મહત્ત્વપૂર્ણ શિલાલેખો લગાવેલા છે. એની ચર્ચા અહીં કરીશું. બન્ને લેખ ગઘમાં છે.
પહેલા લેખમાં ૧૪ પંક્તિઓ છે. છેલ્લી બે પંક્તિ બાકી રહેલી ખાલી જગ્યા આવરી લેવા માટે વધારે મોટા અક્ષરોવાળી છે. “નિપજયો'ને બદલે “નિપનો' અને “સેવામાં'ને બદલે સેવાઈ માંહિ” જેવા જૂના પ્રયોગો તેમ જ (‘તસ્ય-સ્સા” ને બદલે “તત્ર' જેવું) કેટલુંક વ્યાકરણદીપ સહિતનું સંસ્કૃત મિશ્રણ બાદ કરીએ તો, ભાષા ગુજરાતી છે. લખાણ પણ દોષયુક્ત અને ખટકાવાળું છે; તેમ જ લિપિ પણ સદોષ અને કેટલેક સ્થળે અવાચ્ય છે. પ્રશસ્તિકાર કોઈ વિદ્વાન્ જૈન મુનિ જણાતા નથી. સૌરાષ્ટ્રના કંઠાળ પ્રદેશમાં પ્રચલિત વણિક બોલીના રંગઢંગ તેમાં પરખાઈ આવે છે. લેખની કરણી પણ ખામીવાળી છે. કેટલાક શબ્દોની જોડણી ખોટી છે, તો કયાંક કયાંક માત્રાદોષ પણ છે. વિરામસ્થાનોનું ઔચિત્ય પણ જોઈએ તેવું નથી. સોલંકી અને તે પછીના કાળમાં જોવામાં આવતો અને સ્થાને “ક” વર્ણનો પ્રયોગ અહીં પણ ચાલુ રહ્યો છે. બન્ને લેખો સંવત્ ૧૬૯૧ના છે અને એક જ તિથિવારના છે. લેખો મંદિરનિર્માણની હકીકત કહે છે. પહેલા મોટા લેખનું મૂલ્ય સૌરાષ્ટ્રના ઉત્તર-મધ્યકાલીન ઇતિહાસ માટે ઘણું જ ગણી શકાય તેમ છે. તેમાં જેઠવા રાજાઓની વંશાવળી આપેલી છે. એટલે “કાઠિયાવાડ ગેઝેટિયરમાં આપેલી વંશાવળી હવે ચકાસી શકાય તેમ છે. જેઠવા રાજવંશને અનુલક્ષીને આ પહેલો જ ઉત્તરકાલીન ઐતિહાસિક લેખ પ્રકાશમાં આવે છે અને ઘુમલીના રાણક બાષ્કલદેવ અને પાછલા યુગના પોરબંદરના જેઠવા રાણાઓ વચ્ચે એક રીતે જોતાં મહત્ત્વની કડીઓ પૂરી પાડે છે. લેખની આ વંશાવળીમાં એ વખતે પ્રવર્તમાન ઉપરાંતની કુલ ૬ પૂર્વજ પેઢીઓનો ઉલ્લેખ કરેલો છે. અને હવે વૉટ્સને વહીવંચાઓના કથનાધારે તૈયાર કરેલ વંશાવળી સાથે સરખાવી જોઈએ :
લેખ અનુસારની વંશાવળી વૉટ્સનની “કાઠિયાવાડ ગેઝેટિયર'ની વંશાવળી રાણાશ્રી રામજી
રાણા ભાણજી (ઈ. સ. ૧૪૬ ૧-૯૨) રાણાશ્રી મેહજી
રાણા રણોજી (ઈ. સ. ૧૪૯૨-૧૫૨૫). રાણાશ્રી ખીમાજી
રાણા ખીમાજી (ઈ. સ. ૧૫૨૫-૧૫૫૦) રાણાશ્રી રામજી (દ્વિતીય) રાણા રામદેજી (ઈ. સ. ૧૫૫૦...?) રાણાશ્રી ભાણજી
રાણા ભાણજી (...................?) રાણાશ્રી ખીમાજી (દ્વિતીય) રાણા ખીમાજી (..................?) રાણાશ્રી વિક્રમજી
રાણા વિકમાતજી (ઈ. સ. ૧૬૨૬-૧૯૭૧)
Page #3
--------------------------------------------------------------------------
________________
નિર્પ્રન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૨
વૉટ્સને આપેલી વંશાવળીના પ્રારંભના બે નામોથી લેખમાં આપેલાં નામો નિરાળાં છે; જ્યારે ચોથા અને સાતમામાં નામોચ્ચા૨માં થોડોક ફરક છે. વૉટ્સનના કથન અનુસાર રણોજીનું અપુત્ર મૃત્યુ થયેલું અને તેમના બાદ મેહજીના પુત્ર ભાણજી તખ્તનશીન થયેલા; પણ લેખમાં તો રણોજીનું નામ આપેલું જ નથી અને મેહજીને ગાદીધરોની સીધી યાદીમાં જ ગણેલા છે. લેખમાં કહેલા રામજી બીજાની નવાનગરના જામ સતાજીએ હત્યા કરાવી મુલક દબાવી દીધાની વિશ્વસ્ત ચારણી-પરંપરા છે. રામજીના પુત્ર ભાણજીનું તે પછીના રઝળાટ દરમિયાન અવસાન થયાનું કહેવાય છે. આ બનાવો ક્યારે બન્યા તેનાં ચોક્કસ વર્ષ, મિતિઓ મળતાં નથી; પણ ભાણજીના રાણી, વીરાંગના કલ્લાબાઈ, કે જેમનો લેખમાં ઉલ્લેખ કરેલો છે, તેમણે, જામ સતાજીને ભૂચરમોરીના યુદ્ધમાં મુગલો સામે મળેલા ઘોર પરાજય બાદ, મ્હેરોની સહાયતાથી યુદ્ધો લડી લઈ, જેઠવાઓનો ગુમાયેલો ઘણોખરો પ્રદેશ પાછો મેળવેલો. રાણા ખીમાજી માટે ‘વૈરીમુખભંજન’નું લગાવેલું વિશેષણ કદાચ આ પ્રસંગની પ્રશસ્તિના અનુલક્ષમાં હશે. ખીમાજી અલબત્ત એ સમયે સગીર હોવા જોઈએ.
૩૬
આ લેખ દ્વારા બીજો મહત્ત્વનો પ્રકાશ વિક્રમજીના રાજ્યારોહણના સમય અંગે સાંપડે છે. વૉટ્સને એ ઈસ૰૧૬૨૬નો હોવાનું અનુમાન્યું છે પણ ઈસ ૧૬૩૫ના આ લેખમાં તો એને હજી ‘યુવરાજ પદવી કુંવર' કહ્યા છે. સંભવ છે કે રાણા ખીમાજીનાં અંતિમ વર્ષોમાં રાજ્ય કારોબાર વિક્રમજી ચલાવતા હોય. લેખમાં પણ ‘યુવરાજકુંવર પદવી શ્રી વિક્રમજી રાજ્ય' કહ્યું તે સૂચક છે. વૉટ્સન કહે છે કે વિક્રમજી પછી ગાદીએ આવેલા રાણા સુલતાનજી [રાણા સરતાનજી(ઈ.સ. ૧૬૭૧-૯૯)]એ તત્કાલીન રાજકીય સંજોગોના લાભ ઉઠાવી મુગલ અંકુશ નીચેનું પોરબંદરનું બંદર હસ્તગત કરી લીધું, પણ ઈ.સ. ૧૬૩૫માં પોરબંદરની મધ્યમાં જ રચાયેલા શાંતિનાથના મંદિરના આ લેખ ઉપરથી તો એમ જણાય છે કે પોરબંદર ૫૨ રાણા ખીમાજી અને તેમના પુત્ર વિક્રમજીની એ કાળે હકૂમત હતી જ. મુગલોનું સાર્વભૌમત્વ નામશેષ જ હશે, કદાચ બંદરી જકાત પૂરતું જ મર્યાદિત હશે૧૭. ‘બરડા ડુંગરનું નામ તે સમયે પણ બરડો જ હતું તેમ રાણા ખીમાજીને માટે ઉદ્બોધેલ ‘બરડા અધિપતિ’ શબ્દપ્રયોગ પરથી જણાઈ આવે છે. બરડા પ્રદેશ પરના જેઠવાઓના અધિકા૨નું પણ એમાં સૂચન થઈ જાય છે.
લેખમાં મંદિર કયા જિનેશ્વરનું હતું તે કહ્યું નથી. અત્યારે તો તે શાંતિનાથનું કહેવાય છે. સંવત્ ૧૮૩૩(ઈ. સ. ૧૭૭૭)ના વર્ષની પુષ્પિકાવાળી માણિક્યસાગર રચિત નર્મદાસુંદરી રાસની પ્રતમાં પોરબંદરના શાંતિનાથનો ઉલ્લેખ છે એ વાતની અહીં નોંધ લઈએ૪. પોરબંદરને લેખમાં શ્રીપુરબંદિર કહ્યું છે. એ જ મંદિરની બીજી જરા પાછલા કાળની પ્રતિમાઓ પર પોરબિંદર, પોરબંદિર, અનેછેવટે આધુનિક પોરબંદર નામાભિધાનનો ઉલ્લેખ જોવા મળે છે. આ મંદિર જેમની દેખરેખ નીચે બંધાયેલું ને જેમની પાંચ પેઢીઓ આપવામાં આવી
Page #4
--------------------------------------------------------------------------
________________
પોરબંદરના શાંતિનાથ જિનાલયના બે શિલાલેખો
છે તે સવજી પારેખ પણ એ જમાનાની એક અગ્રણી અને રંગદર્શી વ્યક્તિ હતી. પારેખ કુટુંબની પરંપરા અનુસાર તેઓ પોરબંદરના નગરશેઠ હતા. પોરબંદરની બંદરી જકાત ૬ ટકા લેવાતી તેને ૩ ટકા કરાવવા માટે મુગલ સમ્રાટ શાહજહાં પાસે પ્રતિનિધિમંડળ લઈ એ દિલ્હી ગયેલા. આ જકાત-માફીને લગતું શાહી ફરમાન અને જૂનાગઢના સૂબેદારનો ટુક્કો આજે પણ શેઠ ગોવિંદજી પારેખના પુત્ર પ્રા. ડા મથુરાદાસ પારેખ પાસે મોજૂદ છે. કાર્યમાં મળેલી સફળતાથી ખુશ થઈ રાણા સરતાનજીએ પારેખ સવજી કાન્હજીને વારસાગત કેટલીક સગવડો આપતું સંવત્ ૧૭૧૫(ઈ. સ. ૧૬૫૯)નું તામ્રશાસન પણ શેઠ ગોવિંદજી પારેખ પાસે છે". મંદિર ગજધર ગોવિંદના પુત્ર ગણપતિએ બાંધેલું. ‘સૂત્રધાર'ને બદલે ‘ગજધર' શબ્દનો પ્રયોગ લગભગ આ સમયે રાજસ્થાનમાં પણ થતો હોવાનું જાણમાં છે. સ્થપતિઓનાં નામ પ્રશસ્તિલેખોમાં હંમેશાં જોવા મળતાં નથી એટલે આ ઉલ્લેખ મહત્ત્વનો ગણાય.
પારેખ કુટુંબની વંશાવળી
પારિખ્ય
પારિખ્ય
પારિખ્ય
પારિખ્ય
પારિખ્ય
સવજી
બીજો શિલાલેખ માત્ર ૭ પંક્તિનો અને ટૂંક જગ્યામાં લખેલો છે. અહીં પણ આ જિનાલયનું ઋષભદેવનું ગર્ભગૃહ (?) કોઈ ઇન્દ્રજી કલ્યાણજીની પત્ની રુખમણીએ (લાખ ખરચીને ?) બંધાવ્યાનો ઉલ્લેખ છે અહીં પણ ‘પોતાના દ્રવ્યથી’ને બદલે ‘પોતાનાઈ દ્રવ્યઇ’ જેવો પ્રયોગ જોવા મળે છે. ‘વાસો ઢલામ’ શબ્દનો પૂરો અર્થ સમજાયો નથી. પ્રાસાદ સંઘાઉ (સંઘ તરફથી) બન્યો હતો એટલું વિશેષ આ લેખમાંથી જાણવા મળે છે.
જગા
સેણા
વાસણા
I
કાન્હજી = કમલાદે
ટિપ્પણો :
૧. મહાભારત (ઈ. સ. પૂ ૧૫૦-૪૦૦) સુદામાપુરી વિશે અજ્ઞાત જણાય છે. શ્રીમદ્ ભાગવત (૯મી શતાબ્દી) અને બ્રહ્મવૈવર્તપુરાણ (મધ્યકાલીન) કૃષ્ણ દ્વારા થયેલા સુદામાના દારિદ્રયનિવારણની વાત કહે છે, પણ સુદામાપુરી વિશે મૌન સેવે છે. પણ સ્કંદપુરાણ અંતર્ગતની ‘‘પ્રહ્લાદોક્ત સંહિતા’’માં સુદામાનું સંપૂર્ણ કથાનક, સુદામાપુરી, અશ્વામતીનો સમુદ્ર સાથે સંગમ, સુદામા દ્વારા થયેલા અહીંના કેદારનાથ અને કેદારકુંડની પ્રતિષ્ઠા ઇત્યાદિ સવિસ્તર વર્ણવેલાં છે. પોરબંદરની ખાડીનું અશ્વામતી નામ આજ દિવસ સુધી પરિચયમાં છે. ઘેડ પ્રદેશમાં ભાદર અને ઓઝતનાં પૂરનાં પાણી છલકાઈને રેલ આવે છે ત્યારે અશ્વામતીમાં ઘોડાપૂર આવે છે. અશ્વામતી સંગમ આજે પણ પવિત્ર ગણાય છે. કેદારકુંડ પણ છે, પણ
૯
Page #5
--------------------------------------------------------------------------
________________
૭૮
નિશ્વ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-ર
કેદારનાથના પુરાણા મંદિરનો તો ઈ. સ. ૧૮૩૮માં સંપૂર્ણ જીર્ણોદ્ધાર થઈ ચૂક્યો છે. 2. Epigraphia Indica, Vol. XXXI. No. 1. Jan. 1955. ૩. આ રાજાને જયેષ્ફક દેશનો અધિપતિ કહ્યો છે. ધુમલીના આગળ થઈ ગયેલા સેંધવ વંશથી આ વંશ અલગ
જ લાગે છે. સંભવ છે કે જેઠવાઓનું નામ યેહુકદેશ પરથી પડેલું હોય. ૪. પરાવવાતાના મંદિર પાસેનું સપ્તમાતૃકાઓનું ઉત્તરાભિમુખ ભગ્ન મંદિર પ્રાચીન સમયનો એક માત્ર
અવશેષ જોવામાં આવે છે. એ મંદિર મોટે ભાગે તો સેંધવ સમયના પ્રારંભનું હશે. પોરાવમાતાનો અવશિષ્ટ રહેલો જૂનો ભાગ તેમ જ શીતળામાતા પાછળનું લંકેશ્વર-દૂધેશ્વરનું જોડકું મંદિર વાઘેલા સમયનું જણાય છે. ૫, સ્વ. શ્રી વલ્લભજી હરિદત્ત આચાર્ય અને સ્વ. શ્રી ડી. બી. ડિસકળ કરે પોરબંદરના સર્વેક્ષણ દરમિયાન
અહીંનાં જૈન મંદિરોની મુલાકાત નથી લીધી એ આશ્ચર્યજનક ગણાય. F.D. B. Diskalkar, Poona Orientalist, Vol. II, No. 4 Jan. 1938.
આ લેખમાં નાગડમંત્રી તેમજ ભૂમિલિકા(ધુમલી)નો પણ ઉલ્લેખ છે.
9. Diskalkar, Annual Report of Watson Museum of Antiquities (1921-22), p. 15.
૮. એજન. પૃ. ૧૭.
૯. એજન. પૃ. ૧૮. ૧૦. આ મંદિરના હાલના પૂજારી પાસે રાણા સરતાનજીના સમયનું એક દાનપત્ર હજી છે ખરું. ૧૧. શાંતિનાથ મંદિરની અંદરની રચના સુંદર છે. અલંકારપૂર્ણ વિતાન યુક્ત ગૂઢમંડપ, તેમાં આજુબાજુ
ભદ્રકુલિકાઓ, ગર્ભગૃહ અને અંતરાલ, પ્રદક્ષિણા અને પાછળ જરા ઊંચી પીઠ પર ચૌમુખ અને ફરતાં ૨૪ જિનબિંબની રચના. ગોપાલલાલનું મંદિર પણ સાંધાર છે. અહીં ગૂઢમંડપને સ્થાને વેદિકા અને
કક્ષાસનવાળો રંગમંડપ છે. મુખચતુષ્કીમાં તોરણ શોભી રહ્યું છે. 92. Kathiawar Gazetteer. pp. 626-27. ૧૩. પોરબંદરના સંવત્ ૧૭૦૯ના એક ધરખતમાં શાહજહાંનની સત્તાનો ઉલ્લેખ છે અને સોરઠના સૂબા
નવાબ આલેનો તેમાં ઉલ્લેખ છે. શાંતિનાથના ઉપર્યુક્ત સમય પછીના આ ઉલ્લેખ છે અને તે સમયે મુગલોની સત્તા જેઠવાઓને સ્વીકારવી પડી લાગે છે. પોરબંદરનો પોરબિંદર તરીકે એ ખતપત્રમાં ઉલ્લેખ
છે : (જુઓ રત્નકૃત-“યદુવંશપ્રકાશ'). ૧૪. શ્રી અમિલાલ જીવનભાઈ ઢાંકી, પોરબંદર,ની જાળવણીમાં રહેલા (સ્વ) મુનિ ગિરધરલાલજીવાળા
સંગ્રહમાં આ હસ્તપ્રત છે. (એ પૂરો સંગ્રહ ગત વર્ષ ગિરીશ મુનિને ભેટ આપવામાં આવ્યો છે.) ૧૫. શેઠ ગોવિંદજી પારેખના આ અને શાહી ફરમાન બતાવવા બદલ લેખકો ઋણી છે. સવજી પારેખે
પાછળથી વૈષ્ણવ ધર્મ સ્વીકારી ગોપાલલાલનું મંદિર બંધાવેલું. ૧૬. કાંકરોલીની સંવત્ ૧૭૩૨ની ‘રાજસમુદ્રપ્રશસ્તિ'માં આવતા સૂત્રધારોનાં નામ પૂર્વે ગજજર શબ્દનો
પ્રયોગ કરવામાં આવ્યો છે. જુઓ Epigraphia Indica, Vol. XXIX=Xx, Appendix.
Page #6
--------------------------------------------------------------------------
________________ પોરબંદરના શાંતિનાથ જિનાલયના બે શિલાલેખો शिलालेख (1) 1. एदण : स्वस्तिश्री जयमंगल प्रणम्य // संवत 1691 महासुदि 2. 10 शनौ / / श्री जिनप्रासाद नवो नीपनो / राणाश्री षीमाजी राज्ये / ते राणा 3. श्री बरडाना अधिश माहा प्रत्तापवंत थया / तत्र राणाश्री समजी / राणा 4. श्री मेहजी (सु 1) राणाश्री षीमाजी / राणाश्री रामजी // राणाश्री भाणजी 5. तत्र पट्टराणी मुख्य बाई कल्ला तत्र कुक्षी रत्न प्रसुता महाप्रतापवंत / 6. वैरीमुखभंजन बरडा अधिपति / राणाश्री षीमाजी तत्र सुत युवराज 7. पदवी कुंअरश्री विक्रमजी राज्ये श्री जिनविहारप्रासाद नवो नीप 8. नो / राणाश्री षीमाजी राज्ये बुधि (बुद्धि) निधान प्रधान श्रीमाल ज्ञातीय / / 9. पारिष्य जगा / तस्यसुत पारिष्य सेणा / तस्य सुत पारिष्य वासणा 10. // तस्यसुत पारिष्य कान्हजी तस्यभार्या कमलादे तत्र कुक्षी प्रसुता 11. धर्मभार धुरंधर दान गुणादि (वइ 1) करी अलुं ता ज्ञातीद्धारणा 12. श्रीमालीज्ञातीय मुख्य पारिष्य सवजीनी सेवाइ माहि निप 13. नो / गजधर माहा मुरव्य गोविंद तत् सु (सुत) / गण 14. पति / ए प्राद (प्रासाद) निपायो / इति मंगला श्री शिलालेख (2) 1. एदण / संवत 1691 वर्ष माहा सुदि 10 श 2. नौ / श्री पुरबंदिरे मध्ये, श्री जिन प्रासाद 3. द नवो नीपनो / श्री संघाउ / तेह लक्ष 4. षा नामे लाभं / इंद्रजी कल्याणजी 5. ऋषभजि वासो ढलाम / इंद्रजीनी भा 6. र्या बाई रिषिमणि मूल गभारो निपा 7. यो पोतानाइ द्रव्यइ / 3