Book Title: Porbandarna Shantinath Jinalayna Be Shilalekho
Author(s): M A Dhaky
Publisher: Z_Nirgranth_Aetihasik_Lekh_Samucchay_Part_1_002105.pdf and Nirgranth_Aetihasik_Lekh_Samucchay_Part_2

View full book text
Previous | Next

Page 5
________________ ૭૮ નિશ્વ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-ર કેદારનાથના પુરાણા મંદિરનો તો ઈ. સ. ૧૮૩૮માં સંપૂર્ણ જીર્ણોદ્ધાર થઈ ચૂક્યો છે. 2. Epigraphia Indica, Vol. XXXI. No. 1. Jan. 1955. ૩. આ રાજાને જયેષ્ફક દેશનો અધિપતિ કહ્યો છે. ધુમલીના આગળ થઈ ગયેલા સેંધવ વંશથી આ વંશ અલગ જ લાગે છે. સંભવ છે કે જેઠવાઓનું નામ યેહુકદેશ પરથી પડેલું હોય. ૪. પરાવવાતાના મંદિર પાસેનું સપ્તમાતૃકાઓનું ઉત્તરાભિમુખ ભગ્ન મંદિર પ્રાચીન સમયનો એક માત્ર અવશેષ જોવામાં આવે છે. એ મંદિર મોટે ભાગે તો સેંધવ સમયના પ્રારંભનું હશે. પોરાવમાતાનો અવશિષ્ટ રહેલો જૂનો ભાગ તેમ જ શીતળામાતા પાછળનું લંકેશ્વર-દૂધેશ્વરનું જોડકું મંદિર વાઘેલા સમયનું જણાય છે. ૫, સ્વ. શ્રી વલ્લભજી હરિદત્ત આચાર્ય અને સ્વ. શ્રી ડી. બી. ડિસકળ કરે પોરબંદરના સર્વેક્ષણ દરમિયાન અહીંનાં જૈન મંદિરોની મુલાકાત નથી લીધી એ આશ્ચર્યજનક ગણાય. F.D. B. Diskalkar, Poona Orientalist, Vol. II, No. 4 Jan. 1938. આ લેખમાં નાગડમંત્રી તેમજ ભૂમિલિકા(ધુમલી)નો પણ ઉલ્લેખ છે. 9. Diskalkar, Annual Report of Watson Museum of Antiquities (1921-22), p. 15. ૮. એજન. પૃ. ૧૭. ૯. એજન. પૃ. ૧૮. ૧૦. આ મંદિરના હાલના પૂજારી પાસે રાણા સરતાનજીના સમયનું એક દાનપત્ર હજી છે ખરું. ૧૧. શાંતિનાથ મંદિરની અંદરની રચના સુંદર છે. અલંકારપૂર્ણ વિતાન યુક્ત ગૂઢમંડપ, તેમાં આજુબાજુ ભદ્રકુલિકાઓ, ગર્ભગૃહ અને અંતરાલ, પ્રદક્ષિણા અને પાછળ જરા ઊંચી પીઠ પર ચૌમુખ અને ફરતાં ૨૪ જિનબિંબની રચના. ગોપાલલાલનું મંદિર પણ સાંધાર છે. અહીં ગૂઢમંડપને સ્થાને વેદિકા અને કક્ષાસનવાળો રંગમંડપ છે. મુખચતુષ્કીમાં તોરણ શોભી રહ્યું છે. 92. Kathiawar Gazetteer. pp. 626-27. ૧૩. પોરબંદરના સંવત્ ૧૭૦૯ના એક ધરખતમાં શાહજહાંનની સત્તાનો ઉલ્લેખ છે અને સોરઠના સૂબા નવાબ આલેનો તેમાં ઉલ્લેખ છે. શાંતિનાથના ઉપર્યુક્ત સમય પછીના આ ઉલ્લેખ છે અને તે સમયે મુગલોની સત્તા જેઠવાઓને સ્વીકારવી પડી લાગે છે. પોરબંદરનો પોરબિંદર તરીકે એ ખતપત્રમાં ઉલ્લેખ છે : (જુઓ રત્નકૃત-“યદુવંશપ્રકાશ'). ૧૪. શ્રી અમિલાલ જીવનભાઈ ઢાંકી, પોરબંદર,ની જાળવણીમાં રહેલા (સ્વ) મુનિ ગિરધરલાલજીવાળા સંગ્રહમાં આ હસ્તપ્રત છે. (એ પૂરો સંગ્રહ ગત વર્ષ ગિરીશ મુનિને ભેટ આપવામાં આવ્યો છે.) ૧૫. શેઠ ગોવિંદજી પારેખના આ અને શાહી ફરમાન બતાવવા બદલ લેખકો ઋણી છે. સવજી પારેખે પાછળથી વૈષ્ણવ ધર્મ સ્વીકારી ગોપાલલાલનું મંદિર બંધાવેલું. ૧૬. કાંકરોલીની સંવત્ ૧૭૩૨ની ‘રાજસમુદ્રપ્રશસ્તિ'માં આવતા સૂત્રધારોનાં નામ પૂર્વે ગજજર શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો છે. જુઓ Epigraphia Indica, Vol. XXIX=Xx, Appendix. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 3 4 5 6