Book Title: Phool Ane Foram
Author(s): Harishbhadravijay
Publisher: Navjivan Granthmala

Previous | Next

Page 8
________________ નથી. તો પછી જીવન સાથે સંકળાયેલ ગુણને સ્વીકાર્યા વિના ગુણવાન થયા વિના કેમ ગમે ? દ્રવ્ય પ્રવૃત્તિ અને ભાવ પ્રવૃત્તિમાં જેમ જમીન આસમાન જેટલો ફરક છે. તેમ ફૂલ અને ફોરમ (સુગંધ)માં ફરક છે. પ્લાસ્ટીકના ફૂલ આંખે ગમે, ૨/૫ દિવસ એ ટકે પણ કોઈ તેને અડતું કે ઉપાડી આનંદ પામતું નથી. માટે જ ગુણ અને ગુણવાનની જગતમાં મનુષ્ય અને મનુષ્યત્વની જેમ કિંમત છે. પ્રસ્તુત પુસ્તકમાં સંગ્રહિત કરાયેલા પ્રકરણ ઉપર નજર દોડાવીએ. કેટલાક પ્રકરણ જીવનનું મૂલ્ય અને અવમૂલન તરફ દ્રષ્ટિપાત કરવા દીવાદાંડી રૂપ છે. જ્યારે કેટલાક સૂતેલા આત્માને જગાડવા માટે પોતાનું કર્તવ્ય શોધવા, સમજવા માટે અધર્મીમાંથી ધર્મી થવા માટે પ્રેરણારૂપ છે. જ્યાં સુધી સ્વને શોધવામાં નહિં આવે ત્યાં સુધી પરમાનંદ મેળવવાની બાળચેષ્ટા આ જીવે અનંત કાળથી કરી છે, તેમાં વધારો થયો કહેવાશે. શરીરને બધા મારું કહે છે. મારું માને છે. તે માટે બધું કરી છૂટવા ભગિરથ પ્રયત્ન કરે છે. પણ એક દિવસ જે શરીર ભાડાનું ઘર છે તેને ખાલી કરવું પડે ત્યારે સાચું સમજાય. ટૂંકમાં સાચી સમજ વિના કાંઈ જ આ જીવનમાં થશે નહિં. મનુષ્ય જન્મ નિષ્ફળ જશે. જીવનના ચોપડાને કાંઈક સમજી લખવાની જરૂર છે. આ ગ્રંથના નિર્માણમાં જે જે નામી-અનામી વ્યક્તિએ બુદ્ધિ-લક્ષ્મીથી સાથ સહકાર આપી સમાજ સમક્ષ એક નાજુક પ્રશ્ન રજૂ કરવા શ્રુતજ્ઞાનની ભક્તિ દ્વારા પ્રયત્ન કર્યો છે, તે માટે સર્વે ધન્યવાદ-અનુમોદનાને પાત્ર છે. કેટલાક પેન-કલમને “ગુરુ” કહે છે. તો કલાક ગ્રંથોને-શાસ્ત્રોને” ગુરુ પદે બિરાજમાન કરે છે. અપેક્ષાએ ખોટું નથી, માત્ર સમજવાનું છે. તેથી આ વિચારધારા રજૂ કરતાં કાંઈ શાસ્ત્ર વિરુદ્ધ લખાયું-કહેવાયું હોય તે માટે ક્ષમાયાચના. જીજ્ઞાસુ વર્ગ ઓપન બુકના કારણે જીજ્ઞાસાના પૃચ્છનાના ભાવથી આયોજનને આવકાર્યું પોતાની બુદ્ધિને ૨૨-૨૨ વર્ષથી જિનદર્શનને સમજવા માટે વાપરી એ માટે સર્વેને શતશઃ ધન્યવાદ. ૭૪મો જન્મદિન – પ્રવર્તક મુનિ હરીશભદ્ર વિજય આદીનાથ સોસાયટી, પૂના

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 174