Book Title: Phool Ane Foram
Author(s): Harishbhadravijay
Publisher: Navjivan Granthmala

Previous | Next

Page 6
________________ ફૂલ-ફોરમ.. સુરભિ અખંડ કુસુગ્રહિ, પૂજો ગત સંતાપ સમ જંતુ ભવ્ય જ પરે, કરીયે સમકિત છાપ. પાંચ કોડીને ફૂલડે, પામ્યા દેશ અઢાર, રાજા કુમારપાળનો, વર્ચો જય જયકાર. નાનકડું એક ગામ હતું. સ્વચ્છતા-સુંદરતા ને સભ્યતા માટે એ પંકાયું હતું. પરંતુ ગામડામાં પ્રવેશ કરતાં પહેલાં વનવગડો જોવા મળ્યો. થોડું આગળ ચાલ્યો ત્યાં ઉકરડો (કચરાનો ઢગલો) જોયો. મને થયું આ ગામડાની ખ્યાતી જૂદી અને જોવા મળે છે જૂદું. આમ કેમ ? અને આગળ ચાલ્યો ત્યાં સુંદર મજાનો લીલોછમ બગીચો જોયો. જોતાં જ મન પ્રસન્ન થયું. ઘડી બે ઘડી તેમાં જઈ કુદરતનો અનુભવ કરવા મન લલચાયું. ગામડામાં પ્રવેશ કર્યો. રસ્તા સાફ, પદ્ધતિસરના એક સરખા મકાન, ઘર સાફ અને જનતા પણ શુદ્ધ, વિવેકી વસ્ત્રધારી. એક આદર્શ ગામની ખ્યાતિ વાસ્તવિક લાગી. આવા બધા જ ગામ હોય તો ?. મને તો થયું કે, આ સ્વપ્ન તો નથી ને ? ના..ના. સૂર્ય જ ઘડી પહેલા જ ઊગી ગયો છે, એટલે બધું સત્ય છે. તો પછી એક વિચાર-આચારવાળા મનુષ્યો કેવા આશ્ચર્યકારી ભેગા થયા છે. કાંઈક કારણ હોવું જ જોઈએ. કારણ શોધવા આ પૃથ્વી તટ ઉપર નિકળી પડ્યો. ગુણ-એટલે ફૂલ. ફૂલમાં રૂપ છે, ગંધ છે, નાજુકતા છે, પ્રસન્ન કરવાની કળા છે. એની સાથે એ પુષ્ય તરફ જોનારા, સમજનારા, હાથમાં લેનારા, ઉત્તમ ભાવનાથી ભગવાનની પૂજા કરનારા અને પ્રસન્ન થનારા માનવ વંદને બગીચામાં ફરતો જોયો. હવે સમજાયું આ માનવ વૃંદ શા માટે અહીં આવી આટા મારે છે.

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 174