Book Title: Phool Ane Foram Author(s): Harishbhadravijay Publisher: Navjivan Granthmala View full book textPage 7
________________ સંસારમાં એવા ઘણાં તત્ત્વો-પદાર્થો છે જેની સામે કોઈ જોતું નથી, ઉપેક્ષા કરે છે. જ્યારે આ એકેન્દ્રિય જીવ ફૂલનું આયુષ્ય ભલે નાનું હોય તો પણ તેને આદરથી જુએ છે, સ્વીકારે છે. અને ત્યાંજ ફૂલ મારી તરફ નિરાશ થઈ જોવા લાગ્યું. મેં પૂછ્યું, તું અમને પ્રસન્ન કરે છે અને તું શા માટે નિરાશ છે ? તને શું ઓછું પડ્યું ? ફૂલે જવાબ આપવાનું ટાળ્યું. જેના કારણે હું નિરાશ છું એ સ્વાર્થી મનુષ્યોને કેમ સમજાવું કે મારું નિર્માણ જે કારણે થયું છે, તે જ તમે ભૂલી ગયા છો. હવે કહો, શું કહું ? ફૂલની નિરાશાએ મને વધુ અકળાવ્યો. આગ્રહ કરી ફરી મેં પૂછ્યું, ભલા સુકોમળ જીવડા ! મનનો ભાર ખાલી કરવા કહેવું જ પડશે. તો જ તને જીવનનો આનંદ મળશે ને બીજાને તું આપી શકીશ. માનવ માત્ર ભૂલને પાત્ર હોઈ શકે છે. ફૂલે કહ્યું, મારા એક સ્વરૂપને ભક્ત બે હાથે વિવેકપૂર્વક ગ્રહણ કરી વીતરાગ પરમાત્માના ચરણે મૂકી ધન્ય બને છે. ઉદા. કુમારપાળ રાજાએ પૂર્વભવે પાંચ કોડી માળણને આપી મને ૧૮ રૂપે પ્રાપ્ત કર્યા. એક એક ફૂલને સુકોમળતાથી જ્યણાપૂર્વક ગ્રહી પ્રભુના અંગ ઉપર સ્થાપી આનંદ પામ્યો. જો કે એક મિનીટમાં એ ભવિ જીવે પ્રભુના ચરણે મને મૂક્યો, જ્યારે મે ૧૦| ૨૦ કલાક સુધી પ્રભુના શરીરને સ્પર્શી મારા જીવનને ધન્ય કર્યું. આ એક આનંદની અનુમોદનીય આનંદના અશ્રુ સાથેની કથા છે. પણ.... સ્વાર્થી માનવો મારો દુરૂપયોગ પણ કરે છે. મારા એક જ શરીરને નહિં પણ હજારો શરીરના અંગો ઉપાંગ (કળીઓ)ને છૂટી પાડી ગરમાગરમ પાણીમાં નાખી અત્તર મેળવવા મારી દયાજનક દશા ઊભી કરે છે. હવે હે માનવ ! શું આ સારું કૃત્ય છે ? શું એ અનુચિત બુદ્ધિનો વ્યાપાર નથી ? આવું કરવામાં માનવીને શો લાભ ? મોહનીય કર્મ ન બંધાય ? એક મિનીટ બીજી વાત તરફ જઈએ. આ ગ્રંથમાં જે જે વિષયોને આવરી લેવામાં આવ્યા છે. તેમાં યોગ્યતા અને અયોગ્યતાની ચર્ચા અલ્પ શબ્દમાં કરવામાં આવી છે. તેમાંથી કાંઈક સાર કાઢવાનો છે. જીવનમાં ગ્રહણ કરવા યોગ્યને ગ્રહણ કરવાનું છે. ઘરને સાફ કર્યા વિના બેસવું ગમતું નથી. અનાજ ને સાફ કર્યા વિના શુદ્ધ ભોજન થતું નથી. વસ્ત્રને ધોયા વિના, શરીરને પાણીથી પલાળ્યા વિના ગમતુંPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 174