Book Title: Passportni Pankhe Part 3 Author(s): Ramanlal C Shah Publisher: Mumbai Jain Yuvak Sangh View full book textPage 9
________________ છે તે બધા અનુક્રમે વાંચવાનું અનિવાર્ય નથી. એ બધા કાલાનુક્રમે કે ભૌગોલિક વિભાગ અનુસાર ગોઠવ્યા નથી. જેમ જેમ એ લખાતા ગયા અને છપાતા ગયા, ઘણુંખરું તે ક્રમે ત્રણે ભાગમાં છપાયા છે. એટલે આ પ્રવાસલેખોનો અનુક્રમ દૃઢ નથી. વાચક પોતાની રુચિ અનુસાર ગમે તે ક્રમે એ વાંચી શકે છે. આ બધા પ્રવાસલેખો ભવિષ્યમાં વિવિધ દૃષ્ટિકોણથી વિવિધ ક્રમમાં ગોઠવીને પ્રકાશિત કરી શકાય એમ છે. મેં મારા કૉપીરાઇટનું વિસર્જન કર્યું છે એટલે કોઈ પણ સંપાદક પોતાની દૃષ્ટિથી એનું સંપાદન-પ્રકાશન કરી શકે છે. શાળાકૉલેજના પાઠ્યપુસ્તકની દૃષ્ટિએ એમાં આવશ્યક જણાય ત્યાં સંક્ષેપ પણ કરી શકે છે. એ માટે મારી અનુમતિ લેવાની જરૂ૨ રહેતી નથી. આ ત્રીજા ભાગ સાથે ‘પાસપૉર્ટની પાંખે’ના અનુભવો વિશે લખવાનું બંધ થતું નથી. હજુ ઘણા અનુભવો વિશે લખવાની ભાવના છે. વળી, સ્વદેશના અનુભવો વિશે પણ લખવા માટે મિત્રોનો આગ્રહ છે. સમગ્ર ભારતમાં કાશ્મીર હિમાલયથી કન્યાકુમારી અને દ્વારકા -- નારાયણ સરોવરથી દાર્જીલિંગ – સિકિમ સુધી ઘણી બધી વાર પરિભ્રમણ કરવાનો અવસર સાંપડ્યો છે. એમાં ‘ખજુરાહો’ વિશે એક પ્રવાસલેખ લખ્યો છે તે આ ગ્રંથમાં પરિશિષ્ટ (સ્વદેશે પરિભ્રમણ) તરીકે મૂક્યો છે. એવા બીજા પ્રવાસલેખો લખાતાં તેનો જુદો સંગ્રહ પ્રગટ કરવામાં આવશે. ‘પાસપૉર્ટની પાંખે' વાંચીને પ્રોત્સાહન આપનાર મારા આત્મીય વડીલો સ્વ. વિષ્ણુપ્રસાદ ત્રિવેદી, સ્વ. ચંદ્રવદન મહેતા, સ્વ. ભૃગુરાય અંજારિયા, સ્વ. ઈશ્વર પેટલીકર, સ્વ. ચી. ના. પટેલ વગેરેને ભાવથી અંજલિ અર્પે છું. મુ. ડૉ. રણજિતભાઈ પટેલ – અનામી સાહેબનું પ્રોત્સાહન આજ પર્યંત નિરંતર મળતું રહ્યું છે. મારા પરમ મિત્ર પ્રો. જશવંતભાઈ શેખડીવાળા ‘પ્રબુદ્ધ જીવન’ અને ‘નવનીત’માં પ્રગટ થતાં મારાં બધાં લખાણો નિયમિત વાંચતા રહ્યા છે. આ ત્રીજા ભાગ માટે મારી વિનંતીને માન્ય રાખીને એમણે પુરોવચન લખી આપ્યું છે. એ માટે એમનો આભારી છું. તબિયતની પ્રતિકૂળતાને કારણે તેઓ બહુ પ્રવાસ કરતા નથી, પણ ઇતિહાસ અને વિશેષત: ભૂગોળમાં એમનો રસ અને એમની જાણકારી મારા કરતાં પણ સવિશેષ છે. આ અનુભવપ્રસંગોના લેખન દરમિયાન મારાં સ્વજનોએ (પત્ની, પુત્ર, પુત્રવધૂ, પુત્રી, જમાઈ વગેરેએ) કેટલાંક ઉપયોગી સૂચનો કર્યાં છે એનો ઋણસ્વીકાર અહીં કરી લઉં છું. ‘નવનીત’માં પ્રકાશિત થયા પછી ગ્રંથસ્વરૂપે પ્રગટ કરતાં પહેલાં ક્યાંક શાબ્દિક ફેરફારો કર્યા છે અને મુદ્રણદોષો નિવારી લીધા છે. ‘નવનીત-સમર્પણ'માં ‘પાસપૉર્ટની પાંખે'ની શ્રેણી ત્રણ વાર પ્રકાશિત કરવા માટે તંત્રી શ્રી ઘનશ્યામ દેસાઈ, સહતંત્રી શ્રી દીપકભાઈ દોશી તથા એમનાં VIII Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 170