Book Title: Passportni Pankhe Part 3
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 8
________________ નિવેદન વિદેશપ્રવાસની હવે કોઈ નવાઈ નથી, પણ અનુભવો દરેકના જુદા જુદા હોય છે. એમાં પણ અભિગમ, અભિરુચિ, અવલોકન, અવબોધ અને અનુચિંતનમાં વ્યક્તિએ વ્યક્તિએ ફરક રહેવાનો. વળી, પ્રવાસના પોતાના અનુભવો શ્રોતાઓ સમક્ષ રસિક રીતે કહેવા એ એક વાત છે અને એ અનુભવોને લેખિત સ્વરૂપ આપવું તે બીજી વાત છે. બંનેમાં પ્રવાસીનું વ્યક્તિત્વ પરખાયા વગર રહેતું નથી. એટલે જ પ્રવાસ માટેની લેખકની અભિમુખતા અને પૂર્વસજ્જતા કેટલી છે તથા એની રજૂઆત માટે લેખકની દૃષ્ટિશક્તિ કેવી છે એનું પણ મહત્ત્વ છે. ‘પાસપૉર્ટની પાંખે'ના નામે વિદેશપ્રવાસના મારા વિવિધ અનુભવોનો આ ત્રીજો સ્વતંત્ર સંગ્રહ પ્રકાશિત થાય છે એ મારે માટે તથા મારા પરિવારના સભ્યો અને સ્નેહી-મિત્રો માટે બહુ આનંદની વાત છે. વિદેશના પ્રવાસના અનુભવો વિશે લખવા માટે મને સૌપ્રથમ પ્રોત્સાહિત કરનાર સ્વ. મુ. શ્રી બચુભાઈ રાવત હતા. 1977માં મારે ઑસ્ટ્રેલિયાના પ્રવાસે જવાનું નક્કી થયું ત્યારે પાછા આવીને તે વિશે મારે ‘કુમાર’માં સચિત્ર લેખમાળા આપવી એ માટે એમણે આગ્રહ કર્યો. ‘કુમાર’માં પ્રગટ થયેલી ‘પ્રદેશે જયવિજયના’ નામની એ લેખમાળા પછીથી સ્વતંત્ર પ્રવાસગ્રંથ તરીકે પ્રસિદ્ધ થઈ હતી. ‘પાસપૉર્ટની પાંખે’ લખવા માટે મને ‘નવનીત-સમર્પણ'ના તંત્રી શ્રી ઘનશ્યામ દેસાઈનું પ્રોત્સાહન મળ્યું હતું. 1983માં ‘પાસપૉર્ટની પાંખે’ નામના ગ્રંથનું પ્રકાશન થયું ત્યારે મને કલ્પના નહોતી કે આવા બીજા બે સંગ્રહ પ્રકાશિત થશે. વસ્તુતઃ ‘પાસપૉર્ટની પાંખે’ને જે સફળતા મળી તે મારે માટે પ્રેરણાદાયી હતી. છેલ્લા બે-અઢી દાયકામાં વિદેશપ્રવાસની બીજી ઘણી તક મને મળી છે. એટલે જ મારા મિત્રો શ્રી ધનશ્યામ દેસાઈ અને શ્રી દીપકભાઈ દોશીએ ‘નવનીત'માં ત્રીજી વાર શ્રેણી ચાલુ ક૨વા માટે આગ્રહપૂર્વક પ્રસ્તાવ મૂક્યો. પરિણામે ઈ.સ. 2000થી 2004નાં સવા બે વર્ષ સુધી આ અનુભવલેખો ‘નવનીત'માં પ્રકાશિત થતા રહ્યા હતા. એ હવે ગ્રંથસ્વરૂપે, ‘પાસપૉર્ટની પાંખે'ના ત્રીજા ભાગ તરીકે પ્રકાશિત થાય છે. ‘પાસપૉર્ટની પાંખે’ની પ્રવાસકથાઓના લેખનમાં પહેલેથી એવો ઉપક્રમ રાખ્યો છે કે પ્રત્યેક અનુભવ સ્વતંત્ર લેખરૂપ હોય, જે સ્વયંપર્યાપ્ત હોય. વાચકને કશુંક નવું જાણવા મળે, વાર્તા જેવો રસ પડે અને મારો પોતાનો વ્યક્તિગત લાક્ષણિક અનુભવ હોય એવા અનુભવો વિશે આ પ્રવાસલેખો લખ્યા છે. એમાં જેમ જેમ સ્ફુરણા થતી ગઈ તેમ તેમ લખતો ગયો છું. આથી ત્રણે ભાગના એકસોથી અધિક પ્રવાસલેખો જે VII Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 170