Book Title: Passportni Pankhe Part 1
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 8
________________ ‘પાસપોર્ટની પાંખે’માં પ્રગટ થયેલા વિદેશપ્રવાસના મારા વિવિધ અનુભવપ્રસંગો લખતાં લખાઈ ગયા છે. એ પુસ્તકરૂપે પ્રગટ થાય છે તેથી આનંદ અનુભવું છું. નિવેદન (પ્રથમ આવૃત્તિ પ્રસંગે) ઈ. સ. ૧૯૬૮માં જાપાનની એક સંસ્થા તરફથી નિયંત્રણ મળ્યું ત્યારે ભારત બહાર જવાની પહેલી તક મળી. ત્યાર પછીના લગભગ દોઢ દાયકા જેટલા સમયમાં જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મ વિશે વ્યાખ્યાનો આપવા, પી. ઈ. એન.ની આંતરરાષ્ટ્રીય કોંગ્રેસમાં ભારતીય પ્રતિનિધિ તરીકે ભાગ લેવા, અલિમ્પિક રમતગમતો જોવા, મિત્રો અને સગાંઓને મળવા એમ જુદાં જુદાં નિમિત્તે લગભગ આખી દુનિયાના ઘણાખરા દેશોનો પ્રવાસ કરવાની અને ત્યાંનું લોકજીવન નજરે નિહાળવાની સરસ તક વારંવાર સોંપડી. વિદેશમાં હોઈએ ત્યારે ત્યાંની પ્રજા, એની રહેણીકરણી, ત્યાંનાં રીતરિવાજ, ભાષા, લોકમાનસ, લાક્ષણિક ખાસિયતો ઇત્યાદિ આપણાંથી કેવી રીતે જુદાં પડે છે તેનું સહજ નિરીક્ષણ થયા કરતું હોય. તેમાંથી કેટલીક વાતો તો આપણા ચિત્તમાં એટલી સચોટ રીતે અંકિત થઈ જતી હોય કે તેનું વિસ્મરણ ન થાય. આવા જે બધા મારા લાક્ષણિક અનુભવોની વાતો મિત્રો, સંબંધીઓને કહેતો ત્યારે તે લખીને છપાવવા માટે તેઓ ભલામણ કરતા. પરંતુ એક યા બીજા કારણે તે લખવાનું વિલંબમાં પડી જતું. એક વખત મુંબઈમાં મુ. શ્રી ઉમાશંકર જોશી અમારા ઘરે ઊતર્યાં હતા. તે સમયે એમની જ ભલામણથી ઑસ્ટ્રેલિયા જવાનો પ્રસંગ મારે પ્રાપ્ત થયો હતો. મારા એ પ્રવાસના સંદર્ભમાં એમણે કહ્યું હતું કે પ્રવાસનાં સંસ્મરણો લખવામાં વિલંબ ન કરવો જોઈએ. વળી, પ્રવાસમાં હોઈએ ત્યારે બને તેટલી વિગતો ડાયરીમાં ટપકાવી લેવી જોઈએ, કારણ કે તે વખતે બરાબર યાદ રહી ગયેલી કેટલીક વિગતોનું સમય જતાં વિસ્મરણ થાય છે.” એમની એ શિખામણ સાચી હતી અને ઉપયોગી લાગી. 66 - સ્ટ્રેલિયા જતો હતો ત્યારે ‘કુમાર’ના તંત્રી સ્વ. બચુભાઈ રાવતે કહ્યું કે ‘કુમાર'માં હજુ સુધી ઑસ્ટ્રેલિયાના પ્રવાસ વિશે કશું આવ્યું નથી. તમે પ્રવાસેથી પાછા આવીને એક લેખમાળા લખી આપજો.” એથી મારો ઉત્સાહ વધી ગયો. આવીને તરત આસ્ટ્રેલિયાના મારા પ્રવાસ વિશે લેખમાળા મેં લખી આપી અને ‘કુમારમાં તે પાવી શરૂ થઈ. ત્યારે તે વાંચીને ‘સમર્પણ’ના તંત્રી શ્રી ઘનશ્યામ દેસાઈએ કહ્યું, “તમે વિદેશમાં ઘણું ફર્યાં છો તો ‘સમર્પણ' માટે કંઈ ન લખી VII Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 270