Book Title: Passportni Pankhe Part 1
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh
View full book text
________________
સ્વસ્થ પ્રવાસી
શ્રી રમણલાલ શાહ મારા મિત્ર છે. આમ તો તેઓ મુંબઈ યુનિવર્સિટીના ગુજરાતીના પ્રાધ્યાપક તરીકે જાણીતા છે અને એમનાં સંશોધન, સંપાદન અને વિવેચનકાર્યથી ગુજરાતી વિચક્ષણ વર્ગમાં તેઓ સુપરિચિત છે. વસ્તુતઃ એમની પ્રવીણતા અને પ્રાજ્ઞતા અનેકમુખી છે. એમના વિદ્યાવિહારની આછી નોંધ લે તેને પણ એ તરત જણાય. જગતુ-પ્રસિદ્ધ નળકથાના વિકાસ ઉપર જે સર્વગ્રાહી વિચાર કરે તેની વિદ્યાનો વ્યાપ કેટલો હશે તે સમજાશે. સંસ્કૃત, પ્રાકૃત, ઉપભ્રંશ, જૂની ગુજરાતી સાહિત્યિક કથા, લોકકથા એ સર્વમાં તેમની પરામર્શક મતિ અધિકારથી પ્રવેશે છે. ધર્મ વિશે અને વિશેષ કરીને જેન ધર્મ વિશે તેમનું જ્ઞાન વ્યાપક અને સૂક્ષ્મ છે. જૈન ધર્મના, સામાન્ય હિંદુને ઓછા જાણીતા એવા અનેક વિદ્યાવિષય, જૈન પંડિત સાધુઓ જેટલા, તેમને હસ્તામલકવત્ છે. તેથી તો તેમની સંસારી જૈનોમાં તેમ જૈન સાધુઓમાં ધ્યાનાર્હ પ્રતિષ્ઠા છે. ઉદાર અને તર્કપૂત. દષ્ટિ પ્રો. શાહના જ્ઞાનને શ્રદ્ધેય રાખે છે, અને તેથી તેમ જ તેમની ઋજુ પ્રકૃતિથી તેઓ મુંબઈના જૈન સમાજનું નેતૃત્વ કહી શકાય એવું પદ પામ્યા છે. સ્વ. ચીમનલાલ ચકુભાઈ શાહનું કામ તેમને સંભાળવાનું આવ્યું છે એ હકીકત એમની જ્ઞાનસંપત્તિ, કાર્યશક્તિ અને પ્રતિષ્ઠાનું દ્યોતક છે.
- પ્રો. રમણલાલ શાહના પાંડિત્યનો પ્રવાસ જેમ મોટો છે તેમ તેમનો ભૌતિક, ભૌગોલિક પ્રવાસ પણ અનેકદિક છે. એ પ્રવાસમાં તેઓ કેમેરાહત પ્રવાસી નથી, અલ્પરવલ્પ જોઈને, ઉભડક નોંધો કરીને વર્તમાનપત્રોની લોકચિપોષક કૉલમભરા પ્રવાસી નથી. દુનિયાના ઘણા દેશોમાં તેઓ ફર્યા છે અને પોતાની સકલ વિઘા, દઢ ભાવના અને કોમલ સંવેદનશક્તિ લઈને ફર્યા છે, પોતાના સમગ્ર અને સ્વસ્થ વ્યક્તિત્વને લઈને ફર્યા છે. ભાવકોષમાં નવું પામવાની, કશુંક દઢ કરવાની નેમથી ફર્યો છે. કેટલાક દેશોમાં તેઓ બબ્બે ત્રણત્રણ વાર ગયા છે, અને જ્યાં ગયા છે ત્યાં ભારતીય સંસ્કારસમૃદ્ધિની તેમ જ પોતાના પ્રસન્ન અને જિજ્ઞાસુ સત્ત્વની છાપ પાડી છે.
ગુજરાતી પ્રવાસસાહિત્ય સમૃદ્ધ કહી શકાય એવું છે. કલાપી, કાલેલકર, ચન્દ્રવદન, ઉમાશંકર, કિશનસિંહ, સ્વામી આનંદ વગેરેની સાથે ભાઈ રમણલાલ હવે બેસે છે. આ ગ્રંથમાં એમનું વૈશિસ્ય એમના જીવન-અભિગમમાં, રુચિ-વિષયોમાં તથા લખાણની રીતિશૈલીમાં વરતાય છે.
XI
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 270