Book Title: Paryushan na 4 thi 7 ma Divas na Vyakhyano Author(s): Ajitshekharsuri Publisher: Ajitshekharvijay View full book textPage 8
________________ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમઃ વિજય પ્રેમ-ભુવનભાનુ-જયઘોષ-ધર્મજિત-જયશેખર સૂરિભ્યો નમઃ ... પ્રસ્તાવના... “તનનું ઘડતર કરે છેજીભ દ્વારા પ્રાપ્ત કરેલા ખાદ્ય પદાર્થો... મનનું ઘડતર કરે છે. પાંચ ઇન્દ્રિયના વિષય બનેલા પદાર્થો..”ખાદ્ય પદાર્થો અંગે આપણે સાવધ છીએ. આપણે ખાબોચિયાનું ગંદુ પાણી, સડેલા, બગડેલા પદાર્થો આરોગતાં નથી. કેમ? કહો, તેનાથી તન બગડી જાય. મન બગડી ન જાય તે માટે આપણી કાળજી કેટલી? વિષય-કષાયને ઉત્તેજિત કરનારા પદાર્થો મનમાટે સડેલાં ખોરાક છે. એને ટાળવાના આપણા પ્રયત્નો કેટલા? વિષય-કષાય મોળાં પડતા જવારૂપે મન-સ્વસ્થ બનતું જાય એ માટે આપણી કાળજી કેટલી? જ્ઞાનીઓએ આ કાળજી કરી છે. પાંચ ઇન્દ્રિયોમાં મુખ્ય છે આંખ અને કાન, નેત્ર-શ્રોત્ર. અપેક્ષાએ વિચારીએ તો કાનનું મહત્ત્વ વધુ છે. જીજામાતાએ હાલરડામાં રામાયણ-અરણ્યકાંડની કથા પીરસી કે જેથી શિવાજીનું આતતાયીઓનો સક્ષમ પ્રતિકાર કરતું મન ઘડાયું. આંતર્જગતમાં વિષય લાલસા, ક્રોધાદિ કષાયો, રાગ-દ્વેષ વગેરે અત્યંત ખૂંખાર આતતાયી છે. આનો પ્રતિકાર કરનાર મન ઘડવા માટે જ્ઞાનીઓ કહે છે. ‘ચિરસંચિય પાવપણાસણીઈ, ભવસય સહસ્સમાણીએ, ચકવીસ જિણવિણિગ્ગય કહાઈ વોલંતુ મે દિઅહે...' ચિરકાળના પાપોનો નાશ કરનારી, લાખો ભવને મથી નાખનારી, (રાગાદિ આંતરશત્રુ પર વિજય મળે તો જ આ થઈ શકે.) ચોવીશ શ્રી જિનેશ્વર દેવોમાંથી ઉદ્ભવ પામેલી કથાઓના શ્રવણમાં મારા દિવસો પસાર થાઓ. dan Education tematical For Private & Fersonal Use Only www braryPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 344