Book Title: Paryushan na 4 thi 7 ma Divas na Vyakhyano
Author(s): Ajitshekharsuri
Publisher: Ajitshekharvijay

View full book text
Previous | Next

Page 17
________________ સ્વપ્નના વર્ણનની સાથે સમાપ્ત થાય છે. ત્રીજુ પ્રવચન દસ સ્વપ્નના વર્ણનની, શ્રી સિદ્ધાર્થ રાજાના વ્યાયામ અને સ્નાનની, તેમજ સ્વપ્નલક્ષણ પાઠકોને બોલાવવાની આનંદદાયક માહિતીથી સભર છે. સ્વપ્નના નવપ્રકાર, વિવિધ સ્વપ્નોની ફલદાયકતા, બોતેર સ્વપ્નોમાં અરિહંતાદિની માતા કેટલા સ્વપ્ન જુએ છે ? (અરિહંત-ચક્રવર્તીની માતા ૧૪, વાસુદેવની માતા ૭, બળદેવની માતા ૪, અને અન્ય મહાપુરુષની માતા એક ભવ્ય સ્વપ્ન જુએ છે.) ગર્ભસ્તંભન, ત્રિશલામાતાનો વિલાપ, ભગવાનનો ગર્ભ અવસ્થામાં જ સંકલ્પ ઇત્યાદિ રોચક વિગતથી ભરેલું ચોથું પ્રવચન ભગવાનના પીડારહિત જન્મની જાહેરાતદ્વારા સંઘમાં આનંદની લહેર પેદા કરીને સમાપ્ત થાય ભગવાનના જન્મમહોત્સવથી માંડી દીક્ષા મહોત્સવ સુધીની આનંદ અને આશ્ચર્યદાયક વિગત પાંચમાં પ્રવચનમાં સાંભળવા મળે છે. છઠ્ઠ પ્રવચન ભગવાને સહેલા હૃદયદ્રાવક ઉપસર્ગ, ભગવાનની સાધના, ભગવાનનું કેવળજ્ઞાન, ગણધરવાદ, ભગવાનની શિષ્યઆદિ વિવિધ સંપદા, ભગવાનનું નિર્વાણ અને ગૌતમસ્વામીને વિલાપ કરતાં કરતાં કેવળજ્ઞાન ઇત્યાદિ અત્યંત મહત્ત્વની હૃદયસ્પર્શી માહિતીથી ભરેલું છે. લગભગ આખા કલ્પસૂત્રમાં સહુથી વધારે મહત્ત્વ આ પ્રવચનનું હશે. સાતમાં પ્રવચનમાં શ્રી પાર્શ્વનાથ, શ્રી નેમિનાથ અને શ્રી ઋષભદેવ ભગવાનનું ચરિત્ર અને જિનોની વચમાં આંતરાની બોધદાયક વાતો છે. XII dan Education intematonal For Private & Fersonal Use Only www inbrary

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 ... 344