________________
સ્વપ્નના વર્ણનની સાથે સમાપ્ત થાય છે.
ત્રીજુ પ્રવચન દસ સ્વપ્નના વર્ણનની, શ્રી સિદ્ધાર્થ રાજાના વ્યાયામ અને સ્નાનની, તેમજ સ્વપ્નલક્ષણ પાઠકોને બોલાવવાની આનંદદાયક માહિતીથી સભર છે.
સ્વપ્નના નવપ્રકાર, વિવિધ સ્વપ્નોની ફલદાયકતા, બોતેર સ્વપ્નોમાં અરિહંતાદિની માતા કેટલા સ્વપ્ન જુએ છે ? (અરિહંત-ચક્રવર્તીની માતા ૧૪, વાસુદેવની માતા ૭, બળદેવની માતા ૪, અને અન્ય મહાપુરુષની માતા એક ભવ્ય સ્વપ્ન જુએ છે.) ગર્ભસ્તંભન, ત્રિશલામાતાનો વિલાપ, ભગવાનનો ગર્ભ અવસ્થામાં જ સંકલ્પ ઇત્યાદિ રોચક વિગતથી ભરેલું ચોથું પ્રવચન ભગવાનના પીડારહિત જન્મની જાહેરાતદ્વારા સંઘમાં આનંદની લહેર પેદા કરીને સમાપ્ત થાય
ભગવાનના જન્મમહોત્સવથી માંડી દીક્ષા મહોત્સવ સુધીની આનંદ અને આશ્ચર્યદાયક વિગત પાંચમાં પ્રવચનમાં સાંભળવા મળે છે.
છઠ્ઠ પ્રવચન ભગવાને સહેલા હૃદયદ્રાવક ઉપસર્ગ, ભગવાનની સાધના, ભગવાનનું કેવળજ્ઞાન, ગણધરવાદ, ભગવાનની શિષ્યઆદિ વિવિધ સંપદા, ભગવાનનું નિર્વાણ અને ગૌતમસ્વામીને વિલાપ કરતાં કરતાં કેવળજ્ઞાન ઇત્યાદિ અત્યંત મહત્ત્વની હૃદયસ્પર્શી માહિતીથી ભરેલું છે. લગભગ આખા કલ્પસૂત્રમાં સહુથી વધારે મહત્ત્વ આ પ્રવચનનું હશે.
સાતમાં પ્રવચનમાં શ્રી પાર્શ્વનાથ, શ્રી નેમિનાથ અને શ્રી ઋષભદેવ ભગવાનનું ચરિત્ર અને જિનોની વચમાં આંતરાની બોધદાયક વાતો છે.
XII
dan Education intematonal
For Private & Fersonal Use Only
www inbrary