________________
આઠમું પ્રવચન સ્થવિરાવલીનું છે. નવમાં પ્રવચનમાં સામાચારી છે. વર્તમાનમાં સંવત્સરીના દિવસે સામાચારીના પ્રવચનની જગ્યાએ શ્રી કલ્પસૂત્ર મૂળ (બારસાસૂત્ર) નું વાચન થાય છે.
કલ્પસૂત્રકલ્પવૃક્ષ સમાન છે. જેનું ફળ છે મોક્ષ, અને રસ છે આનંદ જ આનંદ જે સૂત્રનું વર્ણન કેવળજ્ઞાનથી, હજારો જીભથી, સંપૂર્ણ આયુષ્યથી પણ કરવું શક્ય નથી, એવું પરમ પવિત્ર કલ્પસૂત્ર એકવીશવાર શ્રદ્ધાની સાથે તેમજ બીજી બધી ઉચિત ધર્મક્રિયાની સાથે સાંભળવાથી સાત-આઠ ભવમાં નિશ્ચિત મોક્ષ થાય
કલ્પસૂત્ર પર એમ તો ઘણી વૃત્તિ-ટીકા-રચનાઓ થઈ છે. તો પણ વર્તમાનમાં મહોપાધ્યાય વિનય વિજયજી રચિત સુબોધિકા ટીકા વિશેષ લોકપ્રિય અને પ્રચલિત છે. આ ટીકામાં મહોપાધ્યાયજીએ પ્રસંગાનુપ્રસંગ અનેક ઉપયોગી વિગતોનું વર્ણન રોચક શૈલીમાં કર્યું છે. અલંકારિક કાવ્યોથી સુશોભિત આ ટીકા સાચે જ મોપાધ્યાયજીની જૈન શ્રુતસાહિત્યને વિશિષ્ટ ભેટ છે.
કલ્પસૂત્રના રચયિતા શ્રી ભદ્રબાહુસ્વામીને.. નમન છે. વંદન છે આગમગ્રંથોને પુસ્તકારુઢ કરનારા શ્રી દેવદ્ધિગણી ક્ષમાશ્રમણને.. પ્રણામ છે આચાર્ય ભગવંતને, જેમણે કલ્પસૂત્રનો સંઘસમક્ષ વાચનનો આરંભ કરીને જૈનસંઘની પરંપરાને કલ્યાણભાગી બનાવી... ધન્યવાદ છે ધ્રુવસેન રાજાને... જેના નિમિત્તથી સંઘને આ પવિત્રતમ ગ્રંથના શ્રવણનો અધિકાર પ્રાપ્ત થયો.
XIII
Gain Education hiemational
For Private & Personal Use Only
www
brary ID