________________
નમસ્કાર છે મોપાધ્યાય.. વિનય વિજયજીને, જેમણે સુબોધિકા નામની અદભુત ટીકાગ્રંથની રચના કરી.
શ્રી જ્ઞાનવિમળસૂરિ મહારાજ તથા મુનિ માણેકવિજયવગેરે મહાત્માઓએ ભાસ-ઢાળિયા-સક્ઝાય રચી બાળજીવોપર ઉપકાર કર્યા છે... તેથી તેમને પણ પ્રણામ વારંવાર...
... મનની વાત ... પૂજ્યપાદ સિદ્ધાંત દિવાકર ગચ્છાધિપતિશ્રી (આ. કે. શ્રી વિ. જયઘોષસૂરીશ્વરજી મ.) તરફથી મારાપર સૂચન આવ્યું કે પર્યુષણમાં સંઘને આરાધના કરાવવા ગયેલા (કે રહેલા) સાધુ વગેરે જેઓ કલ્પસૂત્ર વાંચી શકતા નથી, અથવા વાંચવું ફાવતું નથી, તેઓને પર્યુષણના ચોથાથી સાતમાં દિવસના પ્રવચનોમાં પડતી તકલીફ દૂર થાય, અને શ્રી સંઘને કલ્પસૂત્રના મુખ્ય પદાર્થોના શ્રવણનો લાભ મળે, એમાટે કલ્પસૂત્રના પદાર્થોને નજરમાં રાખી સરળ, રોચક શૈલીમાં પ્રવચનો તૈયાર કરો.
પૂજ્યશ્રીના સૂચનમુજબ કરવા હું સમર્થ છું કે નહીં, તેનો ઝાઝો વિચાર કર્યા વિના ‘શુભે યથાશક્તિ યતિતવ્ય એ ન્યાયે કલ્પસૂત્રના દરેક સૂત્રને નજરમાં રાખી અને સુબોધિકા ટીકા, જ્ઞાનવિમળસૂરિકૃત ભાસ વગેરેમાં આવતી વાતોને મહત્ત્વ આપી મેં આ વ્યાખ્યાનો તૈયાર કર્યા છે. આ કલ્પસૂત્રના અનુવાદ કે ભાવાનુવાદ રૂપ નથી, પણ એને કેન્દ્રમાં રાખી કરેલું ગુજરાતી લખાણમાત્ર છે. આ લખાણ રોચક થાય એ હેતુથી તે-તે સ્થળે કસમાં પ્રસંગાનુપ્રસંગ કેટલીક વાતો લખી છે. વક્તા એનો ઉપયોગ કરી શકે, પણ એનું શ્રોતા આગળ વાંચન જરૂરી છે એમ નથી. છઠ્ઠા દિવસનું બપોરનું વ્યાખ્યાન ઘણુ લાંબુ થઈ જતું હોવાથી વક્તા - જો સવારના વ્યાખ્યાનમાં જ ભગવાનના ઉપસર્ગોનું વ્યાખ્યાન વાંચી જાય, તો બપોરે એટલી રાહત થઈ શકે. એ જ રીતે ત્રીજું અને ચોથ વ્યાખ્યાન સવારે વાંચી |xTV
Gain Education intematonal
Private & Fee
Use Only
www
brary