________________
લઈ માત્ર જન્મવાંચનનો ફકરો જ બાકી રાખવો. એ ફકરો સપનાઅંગેના કાર્યો પતી ગયા પછી છેલ્લે વાંચવો.
પૂજ્યપાદ પરમોપકારી વિદ્વદ્વર્ય ગુરુદેવશ્રી આ. દે.શ્રી. વિ અભયશેખરસૂરીશ્વરજી મહારાજે આ સમગ્ર લખાણને સાદ્યન્ત તપાસી આપીને અનહદ ઉપકાર કર્યો છે, અને ગ્રંથને સર્વમાન્ય ઉપાદેય બનાવ્યો છે. હૃદયસ્પર્શી પ્રસ્તાવના લખી આપી ઉપકારના મંદિરપર સોનાનો કળશ ચઢાવ્યો છે.
સ્વ. પૂજ્યપાદ ન્યાયવિશારદ સંવિગ્નશિરોમણિ ગચ્છાધિપતિ આ.દે. શ્રી. વિ. ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજ, પૂજ્યપાદ સિદ્ધાંત દિવાકર ગચ્છાધિપતિશ્રી આ.દે.શ્રી. વિ. જયઘોષસૂરીશ્વરજી મહારાજ, સ્વ. પૂજ્યપાદ સહજાનંદી આ.દે. શ્રી. વિ. ધર્મજિતસૂરીશ્વરજી મહારાજ, સ્વ. પૂજ્યપાદ દક્ષિણમહારાષ્ટ્રપ્રભાવક આ. દે. શ્રી. વિ. જયશેખરસૂરીશ્વરજી મહારાજ, પૂજ્યપાદ વિર્ય આ.દે.શ્રી. વિ. અભયશેખરસૂરીશ્વરજી મહારાજ-આ સુગૃહીત નામધેય ગુરુપરંપરાના અપરંપાર અનુગ્રહથી આ ગ્રંથ રચાયો છે. આ ગ્રંથની જે કંઈ સાર્થકતા છે, તે આ પૂજ્યોને આભારી છે.
મુનિ શ્રી વિમલબોધિ વિ. મ., મુનિ શ્રી જ્ઞાનશેખર વિ. મ., મુનિ શ્રી ઓંકારશેખર વિ. મ., મુનિ શ્રી મંત્રશેખર વિ. મ. તથા મુનિ શ્રી ધ્યાનશેખર વિ. મ. નો સંપૂર્ણ સહકાર પ્રાપ્ત થયો છે.
આ રચનામાં મારી મતિમાંઘતાદિ દોષોથી જે કંઈ સ્ખલના રહી હશે,તેમાટે હું હાર્દિક મિચ્છામિ દુક્કડમ્ માંગુ છું.
આ ગ્રંથ દીર્ઘકાળમાટે અનેકાનેક ભવ્યાત્માઓને તીર્થંકરોના પાંચ કલ્યાણકાદિની અર્થગંભીર વિગતોથી સમ્યગ્દર્શનાદિની પ્રાપ્તિ-શુદ્ધિ-વૃદ્ધિનું નિમિત્ત બને એવી પ્રભુને પ્રાર્થના.
શ્રી આદીશ્વરધામ, પોષ સુદ પાંચમ, સં. ૨૦૫૮
- અજિતશેખર વિજય
Jain Education International
For Private & Personal Use Only
XV www.jainelibrary.org