________________
... મહત્વની વાત... આમ તો માત્ર ગુજરાતી વ્યાખ્યાનોરૂપે જ આ ગ્રંથ બહાર પાડવાનો હતો. પણ કેટલાક મહાત્માઓની ભલામણ હતી કે “જો ઉપર કલ્પસૂત્ર મૂળ પણ આપવામાં આવે, તો અમને મૂળ સૂત્ર + વ્યાખ્યાન એમ બંને વાંચન અંગે સરળતા રહે તેથી માત્ર યોગવાહી સાધુ ભગવંતોને નઝરમાં રાખી આ કલ્પસૂત્ર મૂળ + ગુજરાતી વ્યાખ્યાન એ રીતે પ્રકાશન કરવાનું વિચાર્યું છે. ઉપર કલ્પસૂત્ર મૂળ છે, અને નીચે ગુજરાતી વ્યાખ્યાન કલ્પસૂત્રના ક્યા સૂત્રને આધારે છે, તે ખ્યાલમાં રહે તે માટે ગુજરાતી વ્યાખ્યાનમાં પણ સૂત્ર નંબર આપ્યા છે. છતાં એ તો ખ્યાલમાં રાખવું જ કે તે તે સૂત્રને નજરમાં રાખીને ગુજરાતી લખાણ છે, તે તે સૂત્રનો શબ્દાનુવાદ કે ભાવાનુવાદ છે એમ સમજવું નહીં. શ્રી બોરિવલી જૈન છે. મૂર્તિ તપગચ્છ સંઘે – શ્રી આદીશ્વર જૈન દેરાસર ટ્રસ્ટ, મંડપેશ્વર રોડ, બોરિવલી (પ.) આ પ્રકાશનમાં જ્ઞાનદ્રવ્યનો સદુપયોગ કરી લાભ લેવા બદલ ધન્યવાદપાત્ર છે.
- પ. અજિતશેખર વિ. ગણિ
XVI ellbery ID
Gain Education intematonal
For Private & Fersonal Use Only
w