Book Title: Paryushan na 4 thi 7 ma Divas na Vyakhyano
Author(s): Ajitshekharsuri
Publisher: Ajitshekharvijay

View full book text
Previous | Next

Page 14
________________ જાય છે. જ્યોતિષનું ગણિત પણ અહીં બદલાઈ જાય છે. (૬) સંસારમાં સતત સુખ-દુઃખ, રતિ-અરતિ, હર્ષ-શોકના દંત ચાલુ છે, ક્યાંક સુખ છે તો ક્યાંક દુઃખ. પરંતુ પરમાત્માના લ્યાણના અવસરે ક્ષણભરમાટે આખો સંસાર એકમાત્ર સુખનો જ અનુભવ કરે છે. પરમાત્માની આ બધી વિશિષ્ટતા, ઐશ્વર્ય, સૌભાગ્યનું મુખ્ય કારણ છે તેમની પરમાર્થસિકતા. પોતાના સ્વાર્થને ગૌણ કરીને બધાના હિતની ઈચ્છા કરવી, બધા પર કરુણાભાવ-વાત્સલ્ય ભાવ રાખવો અને બધાના કલ્યાણની ઈચ્છાથી ઉગ્રતમ સંયમ-તપ આદિથી પ્રકૃષ્ટ પુણ્ય પેદા કરવાનો તેમનો જે પ્રયત્ન છે, તેને કારણે કર્મ, કુદરત, અને દેવવર્ગ અનુકૂલ થઈ જાય છે. બીજો વિભાગ સ્થવિરાવલી નામથી પ્રસિદ્ધ છે. આ વિભાગમાં મહાવીરસ્વામીના તીર્થમાં ગૌતમસ્વામીજીથી માંડીને પહેલીવાર કલ્પસૂત્ર પુસ્તકારુઢ થયું ત્યાં સુધીમાં થયેલા મુખ્ય મુખ્ય શિષ્ય પરંપરાનો નામ અને ગોત્રની સાથે નિર્દેશ છે. સંક્ષિપ્ત અને વિસ્તૃત વાચનાના માધ્યમથી અલગ-અલગ શિષ્ય પરંપરાથી નીકળેલા કુલ, ગણ, અને શાખાનો નિર્દેશ છે. અંતિમ (ત્રીજો) વિભાગ ‘સાધુ સામાચારી’ નામનો છે. એમાં વિશેષથી સાધુ-સાધ્વીને ચાતુર્માસ દરમ્યાન કઈ વિધિથી આહાર, સંયમ, તપ, વૈયાવચ્ચે આદિ પ્રવૃત્તિ કરવી જોઈએ તેનું વિવેચન છે. “બધી સારી મનાયેલી પ્રવૃત્તિ પણ નિશ્રાદાતા (આચાર્ય ભગવંત આદિ) ની આજ્ઞાને અનુસારે જ કરવી જોઈએ, કેમકે લાભાલાભનું જ્ઞાન નિશ્રાદાતાને છે” એવો વારંવાર જોર આપીને નિર્દેશ કર્યો છે. અને સમગ્ર આરાધના-સાધના-સંયમનો સાર ઉપશમ ભાવમાં છે. ક્ષમાપનામાં છે, મોટા-નાનાનો ભેદ ભૂલી સંઘર્ષને મિટાવવામાં છે. એવું નિરૂપણ છે. કુલ ૧૮ સામાચારીનું વર્ણન છે. અધિકાર : વર્ષાકાલીન ચાતુર્માસના પ્રારંભથી ૫૦માં દિવસ (સંવત્સરી)ની રાતે તે-તે સ્થાન પર ચાતુર્માસ રહેલાં યોગવાહી શાસ્ત્રાધ્યયનનો અધિકાર TIX can Education abonal For Private Fessel Use Only ww elbrary

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 ... 344