________________
જાય છે. જ્યોતિષનું ગણિત પણ અહીં બદલાઈ જાય છે. (૬) સંસારમાં સતત સુખ-દુઃખ, રતિ-અરતિ, હર્ષ-શોકના દંત ચાલુ છે, ક્યાંક સુખ છે તો ક્યાંક દુઃખ. પરંતુ પરમાત્માના લ્યાણના અવસરે ક્ષણભરમાટે આખો સંસાર એકમાત્ર સુખનો જ અનુભવ કરે છે.
પરમાત્માની આ બધી વિશિષ્ટતા, ઐશ્વર્ય, સૌભાગ્યનું મુખ્ય કારણ છે તેમની પરમાર્થસિકતા. પોતાના સ્વાર્થને ગૌણ કરીને બધાના હિતની ઈચ્છા કરવી, બધા પર કરુણાભાવ-વાત્સલ્ય ભાવ રાખવો અને બધાના કલ્યાણની ઈચ્છાથી ઉગ્રતમ સંયમ-તપ આદિથી પ્રકૃષ્ટ પુણ્ય પેદા કરવાનો તેમનો જે પ્રયત્ન છે, તેને કારણે કર્મ, કુદરત, અને દેવવર્ગ અનુકૂલ થઈ જાય છે.
બીજો વિભાગ સ્થવિરાવલી નામથી પ્રસિદ્ધ છે. આ વિભાગમાં મહાવીરસ્વામીના તીર્થમાં ગૌતમસ્વામીજીથી માંડીને પહેલીવાર કલ્પસૂત્ર પુસ્તકારુઢ થયું ત્યાં સુધીમાં થયેલા મુખ્ય મુખ્ય શિષ્ય પરંપરાનો નામ અને ગોત્રની સાથે નિર્દેશ છે. સંક્ષિપ્ત અને વિસ્તૃત વાચનાના માધ્યમથી અલગ-અલગ શિષ્ય પરંપરાથી નીકળેલા કુલ, ગણ, અને શાખાનો નિર્દેશ છે.
અંતિમ (ત્રીજો) વિભાગ ‘સાધુ સામાચારી’ નામનો છે. એમાં વિશેષથી સાધુ-સાધ્વીને ચાતુર્માસ દરમ્યાન કઈ વિધિથી આહાર, સંયમ, તપ, વૈયાવચ્ચે આદિ પ્રવૃત્તિ કરવી જોઈએ તેનું વિવેચન છે. “બધી સારી મનાયેલી પ્રવૃત્તિ પણ નિશ્રાદાતા (આચાર્ય ભગવંત આદિ) ની આજ્ઞાને અનુસારે જ કરવી જોઈએ, કેમકે લાભાલાભનું જ્ઞાન નિશ્રાદાતાને છે” એવો વારંવાર જોર આપીને નિર્દેશ કર્યો છે. અને સમગ્ર આરાધના-સાધના-સંયમનો સાર ઉપશમ ભાવમાં છે. ક્ષમાપનામાં છે, મોટા-નાનાનો ભેદ ભૂલી સંઘર્ષને મિટાવવામાં છે. એવું નિરૂપણ છે. કુલ ૧૮ સામાચારીનું વર્ણન છે.
અધિકાર : વર્ષાકાલીન ચાતુર્માસના પ્રારંભથી ૫૦માં દિવસ (સંવત્સરી)ની રાતે તે-તે સ્થાન પર ચાતુર્માસ રહેલાં યોગવાહી શાસ્ત્રાધ્યયનનો અધિકાર
TIX
can Education
abonal
For Private Fessel Use Only
ww
elbrary