________________
જાણે જાતે ઉપસ્થિત રહીને સાક્ષીભૂત ન બન્યા હોઈએ, એવું સંવેદન થાય છે. ગર્ભસંહરણની ક્રિયા, ચૌદસ્વપ્નનું વર્ણન, ત્રિશલામાતાના શયનખંડનુ વર્ણન, દેવાનંદા બ્રાહ્મણી-ઋષભદત્ત બ્રાહ્મણનો અને ત્રિશલામાતા-સિદ્ધાર્થરાજાનો સ્વપ્ન વિષયક હૃદયાલાદક સંવાદ, સૌધર્મેન્દ્રનું વર્ણન, સિદ્ધાર્થરાજાની અટ્ટણ (વ્યાયામ) શાળામાં ચેષ્ટા, સ્નાનવિધિ અને ઐશ્વર્યનું વર્ણન, જન્મોત્સવ દીક્ષોત્સવ ઈત્યાદિ વર્ણન અત્યંત રસપ્રદ સાહિત્યિકભાષામાં છે. ભગવાનનાં પરિવાર
આદિ અને ચાતુર્માસ સૂચિ આપીને નિર્વાણનું પણ વર્ણન કર્યું છે. પછી પુરુષાદાનીય પાર્શ્વનાથ ભગવાન અને અર્હત્ અરિષ્ટનેમિ (નેમિનાથ) ના પાંચ કલ્યાણક (ચ્યવન, જન્મ, દીક્ષા, કેવલ અને નિર્વાણ)નું તથા પરિવાર આદિનું સંક્ષેપથી વર્ણન કર્યું છે.
પછી ૨૦ તીર્થકરોના અંતરકાલ (આંતરા) નો નિર્દેશ છે, અને અંતમાં કૌશલિક અહેતુ ઋષભદેવના પાંચ કલ્યાણક આદિ વિષયમાં આંશિક વર્ણન છે. અહીં ઋષભદેવે આ કાલમાં સૌથી પ્રથમ શીખવાડેલી પુરુષોની ૭૨ કલા તેમજ સ્ત્રીઓની ૬૪ કળાનો નિર્દેશ પણ કર્યો છે.
કલ્યાણકનો અર્થ છે ‘કલ્યાણ કરનારા.” ભગવાનનું અવતરણ, જન્મ આદિ પ્રસંગ સમગ્ર જીવસૃષ્ટિને માટે કલ્યાણપ્રદ અને તત્પણને માટે સુખપ્રદ હોય છે. આથી કલ્યાણકના રૂપમાં સ્વીકૃત છે. આ લ્યાણકોના અવસરે (૧) સાત નરકમાં ક્રમશઃ (૧) સૂર્યોદયનો (૨) વાદલમાં આવૃત સૂર્યોદયનો (૩) ચંદ્રનો (૪) વાદલામાં આવૃત ચંદ્રનો (૫) ગ્રહનો (૬) નક્ષત્રનો તેમજ (૭) તારાનો પ્રકાશ જેટલો પ્રકાશ ક્ષણભરમાટે થાય છે. જે હંમેશા ભયંકર અંધકારથી વ્યાપ્ત નરકને માટે અપવાદ જેવો છે. (૨) નરકનો જીવ નિરંતર અશાતા-દુઃખમાં પીડિત હોવા છતાં એક ક્ષણને માટે સુખાસ્વાદ કરે છે. આ રીતે ભગવાનના જન્મવગેરે કલ્યાણકના પ્રભાવથી નરક આદિ જીવોના કર્મોદયમાં પણ ક્ષણભરમાટે બદલાવ આવે છે (૩) કયારેય એક જગ્યાએ નહીં મળનારા ૬૪ ઈન્દ્રો પણ કલ્યાણકને મનાવવા માટે મેરુપર્વત ઇત્યાદિ સ્થાનો પર એકઠા થાય છે. (૪) ઇન્દ્રોના કયારેય નહી ચલિત થનારા ઇન્દ્રાસન પણ આ અવસરોએ ચલિત થઈ જાય છે. (૫) જ્યોતિષના ગણિત મુજબ સાત ગ્રહો ક્યારે પણ એકી સાથે ઉચ્ચસ્થિતિને પ્રાપ્ત નથી કરતા. તો પણ તીર્થકરોના જન્મકલ્યાણકના અવસરે સાત ગ્રહ ઉચ્ચના થઈ | VII
Gain Education Interational
For Private & Fessonal Use Only
www
elbaryo