SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ Jain Education I આ બધા ગ્રંથોનું ચાર વિભાગમાં વિભાજન કર્યું છે. (૧) ચરણકરણાનુયોગ ઃ- પ્રધાનતયા આચારવિષયક ગ્રંથ આ વિભાગમાં આવે છે. જેમ કે આચારાંગ (૨) દ્રવ્યાનુયોગ :- પૂર્વોક્ત છ દ્રવ્ય અને તેના પર્યાયની પ્રધાનરૂપે ચર્ચા કરનારા ગ્રંથ આ વિભાગમાં આવે છે, જેમ કે સ્થાનાંગ સૂત્ર (૩) ગણિતાનુયોગ : જૈન દર્શન સમ્મત પદાર્થોની ઊંચાઈ આદિની જૈનદર્શનદ્વારા આવિષ્કૃત ગણિતના માધ્યમથી વિચારણાથી ભરેલા ગ્રંથ આ વિભાગમાં આવે છે. જેમ કે ચંદ્રપ્રજ્ઞપ્તિ (૪) ધર્મકથાનુયોગ ઃ અનેકવિધ રસસભર બોધદાયક ચરિત્ર – કથાઓથી ભરેલા ગ્રંથો આ વિભાગમાં આવે છે. જેમ કે જ્ઞાતાધર્મકથાંગ, પ્રસ્તુત કહપસૂત્ર ગ્રંથ આચારપ્રધાન હોવાથી ચરણકરણાનુયોગ વિભાગમાં આવે છે. આ ગ્રંથનો સાધુસામાચારી નામનો અંતિમ (ત્રીજા) વિભાગ ‘દશા શ્રુતસ્કંધ’’ નામના છેદસૂત્ર (મુખ્યતયા ઉત્સર્ગ-અપવાદ અને પ્રાયશ્ચિત્તનું વિધાન કરતો ગ્રંથ છેદસૂત્ર કહેવાય છે) માં પોસવણા કપ્પે નામથી આઠમા અધ્યયનના રૂપમાં છે. આ કલ્પસૂત્રનો પહેલો વિભાગ છે જિનચરિત્ર. અને બીજો વિભાગ છે સ્થવિરાવલી. આ આખા કલ્પસૂત્રના અને દશાશ્રુતસ્કંધ ગ્રંથના રચયિતા છે ચતુર્દશ પૂર્વધર શ્રુતકેવળી આર્ય ભદ્રબાહુસ્વામી. વર્તમાન કાલીન ઉપલબ્ધ સમસ્ત શ્રુતસાગરમાં આ ગ્રંથનું સ્થાન શિરમોર છે. પક્ષીમાં ગરુડ, ધનુર્ધારીમાં અર્જુન, મંત્રોમાં નમસ્કાર મહામંત્ર, પર્વતોમાં મેરુપર્વત, તીર્થોમાં શત્રુંજય (પાલીતાણા-સૌરાષ્ટ્ર) શ્રેષ્ઠ છે, એમ ગ્રંથોમાં કલ્પસૂત્ર શ્રેષ્ઠ છે, ઇત્યાદિ ઉપમા આપીને આ ગ્રંથનું ગૌરવ અનેક કવિઓએ વ્યક્ત કર્યું છે. શ્રી ભદ્રબાહુસ્વામી રચિત આ ગ્રંથના પ્રથમ વિભાગમાં સહુથી પ્રથમ વિસ્તારસાથે ભગવાન મહાવીર સ્વામીના ચરિત્રનું વર્ણન છે. ભગવાન મહાવીરસ્વામીનાં ચરિત્ર આટલી રસમય પ્રવાહી શૈલીમાં વર્ણન કરનારો પ્રાયઃ આ જ પ્રાચીનતમ ગ્રંથ છે. ભગવાનનું દેવલોકમાંથી અવતરણથી માંડીને નિર્વાણ સુધીનું વર્ણન એવા ભાવવાહી શબ્દોમાં ને સૂક્ષ્મતમ અંશને અભિવ્યક્ત કરીને કર્યું છે, કે પાઠકવર્ગને આ વર્ણન વાંચતા તે વખતના પ્રત્યેક આલેખિત પ્રસંગમાં For Private & Personal Use Only VII www.janelibrary.org
SR No.600151
Book TitleParyushan na 4 thi 7 ma Divas na Vyakhyano
Original Sutra AuthorN/A
AuthorAjitshekharsuri
PublisherAjitshekharvijay
Publication Year2001
Total Pages344
LanguageSanskrit
ClassificationManuscript & Paryushan
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy