________________
શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમ: સિદ્ધ || વિજય પ્રેમ-ભુવનભાનુ-જયઘોષ-ધર્મજિત-જયશેખર-અભયશેખર સૂરિષ્યો નમઃll
ગ્રંથવાંચન પૂર્વે.... ભગવાન મહાવીરસ્વામીએ પોતાના પ્રથમ મુખ્ય અગ્યાર ગણધરોને પોતાના પ્રથમ ઉપદેશમાં “ઉપ્પઈ વા, વિગમેઈ વા, ધુવેઈ વા” આ ત્રણ શબ્દોથી (છદ્રવ્યના અને તેના વિસ્તારરૂ૫) સમગ્ર સ વિદ્યમાન વસ્તુના ત્રણ પર્યાય બતાવ્યા છે. ૧) અમુક અંશ, અપેક્ષા, અવસ્થા અથવા પરિણામનારૂપમાં પ્રતિક્ષણ ઉત્પન્ન થવું. ૨) પૂર્વ પૂર્વનો અંશ, અપેક્ષા, અવસ્થા અથવા પરિણામના રૂપમાં પ્રતિક્ષણ નાશ થવું અને ૩) મૂલભૂત દ્રવ્યના રૂપમાં કાયમ નિત્ય રહેવું. સ્કૂલ ઉદાહરણ તરીકે... જ્યારે સોની કુંડલમાંથી વીંટી બનાવે છે, ત્યારે વીંટીનો પરિણામ આવિર્ભાવ પામે છે, કુંડલ પરિણામ નષ્ટ થાય છે. અને સુવર્ણ કાયમ રહે છે.
અગ્યાર ગણધરોએ આ ઉપદેશને આધારે જે સૂત્રોની રચના કરી તે બધા “અંગ’ આગમના રૂપમાં પ્રસિદ્ધ થયા. આ વિભાગમાં બાર આગમ હતા. પરંતુ દૃષ્ટિવાદ (જેમાં ચૌદ પૂર્વ સમાવિષ્ટ છે.) વર્તમાનમાં ઉપલબ્ધ ન હોવાથી હાલમાં આચારાંગ આદિ અગ્યાર અંગ ઉપલબ્ધ છે. તેના આધારે વિશિષ્ટ શ્રુતજ્ઞાની પૂર્વાચાર્યોએ જે રચના કરી તે “ઉપાંગ” આદિના નામથી પ્રસિદ્ધ છે અને તેના સિવાય પણ અન્ય પૂર્વધર આચાર્ય ભગવંતોની વિવિધ રચના આગમના રૂપ મનાય છે. વર્તમાનમાં પણ એવા ૪૫ આગમ ઉપલબ્ધ છે. પછી પણ પૂર્વધર નહીં એવા અનેકાનેક વિદ્વર્ય, પ્રતિભા સંપન્ન આચાર્ય ભગવંત આદિ શ્રમણવર્ગે ઉપરોક્ત આગમગ્રંથોના આધારે તત્કાલીન અને ભવિષ્યકાલીન જૈનસંઘના ઉપકાર માટે રચેલા, અને વર્તમાનમાં ઉપલબ્ધ જૈન શાસ્ત્ર - પ્રકરણોની સંખ્યા સેંકડોમાં નહી, હજારોની સંખ્યામાં છે, જેનાથી માત્ર જૈનધર્મ નહી, પરંતુ સમગ્ર સાહિત્યિક અને આધ્યાત્મિક જગત સમૃદ્ધ બન્યા છે.
Jan Education
national
For Private & Pessoal Use Only