________________
જેમકે..પુષ્પપૂજા કરતાં નાગકેતુને સર્પડવાના પ્રસંગે તેઓએ બોધ આપ્યો છે કે “સામાન્ય માણસ ધર્મ કરતી વખતે આપત્તિ આવે તો ધરમ કરતાં ધાડ પડી.” એમ માની ધર્મથી વિમુખ થાય. મહાપુરુષો ‘આ પરીક્ષા આવી’ એમ માની ધર્મમાં વધુ દઢ થાય.”
ગરિક તાપસ ઐરાવણ હાથી બનવા પર તેઓનું ચિંતન છે કે “આજે તમે કોઈનું અપમાન કરો તો એબે ચાર મીનીટનો પ્રસંગ હશે. પણ તેનાદંરૂપે કર્મસત્તા તમને એવા સંયોગ તરફ ધકેલી દે કે પછી તમારે એના નોકરાદિરૂપે રહી જિંદગીભર અપમાન સહન કરવા પડે.” | મેઘકુમારનો જીવ હાથી, આગ શાંત થયા પછી પોતાની પીડા વખતે કોઈ ઊભુનરહ્યું. કોઈએ આભાર પણ ન માન્યો...વગેરે પ્રસંગે લેખકે બોધ પીરસ્યો કે કોઈ પણ સુકૃતને માત્ર સાચવવું નહીં, પણ બળવાન બનાવવું હોય, તો કદરની અપેક્ષા ન રાખવી. બીજાપાસેથી કૃતજ્ઞતા કે પ્રત્યુપકારની અપેક્ષા નહીં રાખવી. તથા સુકૃત કરતાં આવેલી આપત્તિમાં સ્વસ્થતા, સમતા ટકાવી રાખવી જોઈએ.
રમૂજી ટૂચકા દ્વારા આત્મહિતકર વાતોને શ્રોતાના કર્ણ દ્વારા હૈયા સોંસરવી ઉતારી દેવાની તેઓની હથોટી દાદ માંગી લે એવી છે. તેઓના પ્રવચનોમાં અને પ્રકાશનોમાં વારંવાર અનુભવાતી આકલા પ્રસ્તુત પ્રકાશનમાં પણ છૂપી રડી શકી નથી. અલબત્ પરિમિત કાળમાં જ આ પ્રવચનો કરવાની મર્યાદા સતત નજર સામે હોવાથી ઉપર જણાવેલ ચિંતનો ઘાતિતબોધ અને આ કલા પર ઘણી બ્રેક મારેલી છે. છતાં જે થોડી ઘણી વાતો તેઓએ પીરસેલી છે, એ મનનું ઘડતર કરવામાં વિશેષ ઉપકારક બનશે જ, એમાં કોઈ શંકા નથી.
સ્વબોધ સાથે શ્રોતાઓને રસ જળવાઈ રહેવાપૂર્વક બોધપ્રદ બને એ રીતે આ વાતો પીરસવામાટે વક્તાઓને આ પ્રકાશન ઘણું ઉપયોગી બનશે, એવી શ્રદ્ધા છે.
રમૂજ હોય તો બોધ છીછરો હોય, બોધનું ઊંડાણ હોય, તો ભેગી શુષ્કતા હોય. પ્રવચન અને લેખન અંગેની આ બન્ને મુશ્કેલીઓને ઉલ્લંઘી ગયેલા લેખકની કલમ ઉત્તરોતર નવા નવા બોધપ્રદ રસાળ પ્રકાશનો આપતી ચડે એવી પરમકૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરવાનું મન કોને ન થાય!
- આચાર્ય વિજય અભયશેખરસૂરિ ||
dan Education
mational
For Private & Fersonal Use Only
W
ellbaryong