________________
વિષય-કષાયોને જીતવાના પૂર્વ પ્રષોએ કરેલા સાત્ત્વિક પ્રયત્નોને રોજ રોજે સાંભળનાર-વિચારનારને જાણે-અજાણે પણ અંદરથી એવો સાત્ત્વિક પુરુષાર્થ આદરવાના વિચારો ઊભા થવા માંડે છે. એ જ રીતે વિષય કષાયને પરવશ થયેલા પૂર્વ પુરુષપર ઝીંકાયેલી દુઃખ પરંપરાઓનું વારંવાર શ્રવણ-મનન વિષય-કષાયની નિવૃત્તિની પ્રેરણાનું બીજ બની રહે છે.
દ્વાદશાંગીના છઠ્ઠા અંગ જ્ઞાતાધર્મ કથામાં આવી સાડા ત્રણ કરોડ કથાઓ હતી.
વર્તમાનમાં આધુનિક શિક્ષણ, આધુનિક રહેલી કરણી, વેપાર ધંધા અંગેની આધુનિક રીત રસમો અને અખબાર વગેરેના લેખોનો મારો... આ બધાના પરિણામે આવી આત્મહિતકર વાણીના શ્રવણની રુચિ અને અનુકૂળતા ઘણી લાસ પામી છે. તેમ છતાં, પર્યુષણ મહાપર્વમાં આ શ્રવણનો મહિમા ઠીક ઠીક અંશે જળવાઈ રહ્યો છે. આ મહાપર્વમાં જેમાં શ્રી મહાવીર સ્વામી ભગવાન વગેરે તીર્થંકર દેવોના તેમજ શ્રી વીપ્રભુની પાટ પરંપરામાં થયેલા પ્રભાવક મહાપુરુષોના ચરિત્રો છે. સાધુ ભગવંતોની સામાચારીનું વર્ણન છે. એવા સર્વ શાસ્ત્ર શિરોમણી શ્રી કલ્પસૂત્રના ચોથાથી સાતમાં એમ ચાર દિવસોમાં આઠ વ્યાખ્યાનો થાય છે. પણ શ્રુતકેવલી શ્રી ભદ્રબાહુ સ્વામીએ રચેલું આ સૂત્ર મંત્રાક્ષર જેવું પ્રભાવક છે. અને એના યોગોદ્વહન કરેલા મહાત્મા જ એના વાંચનના અધિકારી છે. ભારતભરમાં પથરાયેલા સેંકડો સંઘોમાં બધે જ કાંઈ આવા યોગ્યતા મેળવેલા મહાત્માઓ પહોંચી શકતા નથી. એટલે જ્યાં ન પહોંચી શક્યા હોય, ત્યાંના શ્રી સંઘો આવી પ્રેરક વાતોના શ્રવણથી વંચિત ન રહે એ માટે પંડિતો, યુવાનો આવું શ્રવણ કરાવે એવી હાલ પ્રથા ચાલુ છે.
આ પંડિત વગેરેને આલંબન મળી રહે અને કલ્પસૂત્રની મહિમાવંતી વાતો આવી રહે એવા પ્રકાશનો આ પૂર્વે પણ થયા છે.
કુશળ ચિંતક અને રસપ્રદ વ્યાખ્યાન કાર પંન્યાસ શ્રી અજિતશેખર વિજયજીનું પણ આ એવું એક પ્રકાશન છે. અલબત્ શ્રી કલ્પસૂત્રના અનુવાદરૂપે રજૂઆત નથી જ. તેમ છતાં એની મહત્ત્વની બધી વાતોનો આમાં સમાવેશ છે. તથા આ પ્રકાશનની એક આગવી વિશેષતા એ છે કે તે તે પ્રસંગ પરથી મળતાં જુદા જુદા જીવનોપયોગી અનેક બોધને તેઓએ પોતાની વિશિષ્ટ પ્રકારની ચિંતનકલાથી પ્રકટ કર્યા છે.
IV
Gain Education International
For Private & Personal Use Only
www.
elibrary.org