Book Title: Paryushan ane Teno Upayog Author(s): Sukhlal Sanghavi Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf View full book textPage 6
________________ પર્યુષણ પર્વ અને તેના ઉપયોગ (૩૪ વંચાય છે તે પણ અમુક વખતે અને અમુક સમયમાં જ શરૂ થયેલું. લગભગ દેઢ હજાર વર્ષ પહેલાં તે આવી જાહેરસભામાં અને જાહેર રીતે કહપસૂત્ર વંચાતું જ ન હતું. એ ફક્ત સાધુસભામાં જ અને તે પણ ફકa. અમુક કેટિના સાધુને મોટેથી જ વંચાતું. પહેલાં તે તે રાતે જ વંચાતું અને દિવસે વંચાય ત્યારે અમુક સગોમાં સાધુ-સાધ્વીઓ ભાગ લઈ શકતા વળી આનંદપુર નગરમાં ધુવસેન રાજાના સમયમાં કલ્પસૂત્રને ચતુર્વિધ સંધ સમક્ષ વાંચવાની તક ઊભી થઈ. એમ થવાનું પ્રાસંગિક કારણ એ રાજાને પુત્રશોકના નિવારણનું હતું, પણ ખરું કારણ તે એ હતું કે તે વખતે જ્યાં.. ત્યાં માસામાં બ્રાહ્મણ સંપ્રદાયમાં મહાભારત, રામાયણ અને ભાગવત જેવાં શાસ્ત્રો વાંચવાની ભારે પ્રથા હતી. જોકે એ તરફ ખૂબ ખૂકતા. બૌદ્ધ સંપ્રદાયમાં પણ જિનચરિત અને વિનયના શ્રેથે વંચાતા, જેમાં બુદ્ધ ભગવાનનું જીવન અને ભિખુઓને આચાર આવતો. આ કારણથી લેકવર્ગમાં મહાન પુરુષોનાં જીવનચરિત્ર સાંભળવાની અને ત્યાગીઓના આચાર જાણવાની ઉત્કટ રુચિ જાગતી હતી. એ ચિને તૃપ્ત કરવા ખાતર બુદ્ધિશાળી જેન આચાર્યોએ ધ્રુવસેન જેવા રાજાની તક લઈ કલ્પસૂત્રને જાહેરવાચન તરીકે પસંદ કર્યું. એમાં જે પહેલું જીવનચરિત્ર ન હતું તે ઉમેર્યું અને માત્ર સામાચારીને ભાગ, જે સાધુ સમક્ષ જ વંચાતો હતો તે, ભાગને ગૌણ કરી શરૂઆતમાં ભગવાન મહાવીરનું ચરિત દાખલ કર્યું, અને સર્વસાધારણને. તે વખતની રુચિ પ્રમાણે પસંદ આવે એ ઢબે અને એવી ભાષામાં તે ગોઠવ્યું. વળી જ્યારે લેકમાં વધારે વિસ્તારપૂર્વક સાંભળવાની રુચિ જન્મી, કલ્પસૂત્રની લોકોમાં ભારે પ્રતિષ્ઠા જામી, અને પજુસણમાં તેનું જાહેરવાચન નિયમિત થઈ ગયું ત્યારે, વખતના વહેણ સાથે, સંગે પ્રમાણે, આચાર્યોએ ટીકાઓ રચી. એ પ્રાકૃત અને સંસ્કૃત ટીકાઓ પણ વંચાવા લાગી. ૧૭મા સૈકા સુધીમાં રચાયેલી અને તે વખતના વિચારને પડ પાડતી ટીકાઓ પણું એક અતિ જૂના ગ્રંથ તરીકે વંચાવા અને સંભળાવા લાગી. છેવટે ગુજરાતી અને હિંદી ભાષામાં પણ એ બધું ઊતર્યું અને આજે જ્યાંત્યાં વંચાય છે. આ બધું જ સારું છે અને તે એટલા કારણસર કે તે લેકેની ભાવના પ્રમાણે બદલાતું રહ્યું છે. કુપસૂત્ર અક્ષરશઃ ભગવાન મહાવીરથી જ ચાલ્યું આવે છે અને એમના વખતની જ રીતે આજે પણ વંચાય છે, એમ માની લેવાની કઈ ભૂલ ન કરે. લોકશ્રદ્ધા, લેકચિ અને ઉપયોગિતાની દષ્ટિએ જે ફેરફાર થાય છે તે જે બુદ્ધિપૂર્વક કરવામાં આવે તો લાભદાયક જ નીવડે છે. કલ્પસૂત્ર અને તેના વાચનની જે રીત અત્યારે ચાલે છે તેમાં બધા જ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 4 5 6 7