Book Title: Paryushan ane Teno Upayog
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf
Catalog link: https://jainqq.org/explore/249195/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ પર્યુષણ પર્વ અને તેને ઉપયોગ. [૧૨] પર્વની ઉત્પત્તિ તહેવા અનેક કારણોથી ઊભા થાય છે. ઘણીવાર એવું પણ બને છે કે અમુક એક ખાસ કારણથી તહેવાર શરૂ થયેલ હોય છે અને પછી તેની પુષ્ટિ અને પ્રચાર વખતે બીજા કારણે પણ તેની સાથે આવી મળે છે. જુદા જુદા તહેવારના જુદાં જુદાં કારણે ગમે તે હે, છતાં તે બધાનાં સામાન્ય બે કારણે તે હેય જ છે: એક ભક્તિ અને બીજું આનંદ. કોઈ પણ તહેવારની પાછળ અથવા તેની સાથે અંધ અગર દેખાતી ભક્તિ હોય જ છે; ભક્તિ વિના તહેવાર નભી શકતિ જ નથી, કારણ કે તેના નભાવ અને પ્રચારને આધાર જનસમુદાય હોય છેએટલે જ્યાં સુધી તે તહેવાર પરત્વે તેની ભક્તિ હોય ત્યાં સુધી જ તે ચાલે. આનંદ વિના તો લેકે કોઈ પણ તહેવારમાં રસ લઈ જ ન શકે. ખાવું-પીવું, હળવું. મળવું, ગાવુંબજાવવું, લેવુવું, નાચવું કૂદવું, પહેરવું એવું, ઠાઠમાઠ અને અને ભપક કરવા વગેરેની ઓછીવત્તી ગોઠવણ વિનાને કોઈ પણ સાવક કે તામસિક તહેવાર દુનિયાના પડ ઉપર નહિ જ મળે. તહેવારના સ્વરૂપ અને તેની પાછળની ભાવના જોતાં આપણે ઉપત્તિના કારણ પરત્વે તહેવારોને મુખ્યપણે બે ભાગમાં વહેચી શકીએ છીએ : (૧) લૌકિક, (૨) લેકેર; અથવા આસુરી અને દેવી. જે તહેવારે ભય, લાલચ અને વિસ્મય જેવા સુદ ભાવોમાંથી જન્મેલા હોય છે તે સાધારણ ભૂમિકાના લેકેને લાયક હેવાથી લૌકિક અગર આસુરી કહી શકાય. તેમાં જીવનશદ્ધિને કે જીવનની મહત્તાને ભાવ નથી હોત, પણ પામર વૃત્તિઓ અને શુદ્ધ ભાવનાઓ તેની પાછળ હોય છે. જે તહેવારો જીવનશદિની ભાવનામાંથી જન્મેલા હોય અને જીવનશુદ્ધિ માટે જ પ્રચારમાં આવ્યા હોય તે તહેવાર ઉચ ભૂમિકાના લેને લાયક હોવાથી લેકર અગર દેવી કહી શકાય. પહાડ અને જંગલમાં વસતી ભીલ, સંચાલ, કળી જેવી જાતમાં અગર તો શહેર અને ગામડામાં વસતી છારા, વાઘરી જેવી જાતિમાં અને ઘણુવાર તે ઉચ્ચ વર્ણની મનાતી બીજી બધી જ જાતેમાં આપણે જઈને તેમના તહેવાર જોઈએ તે તરત જ જણાશે કે એમના તહેવાર , Page #2 -------------------------------------------------------------------------- ________________ પર્યુષણ પર્વ અને તેને ઉપયોગ [ ૩૩૫ લાલચ અને અશ્રુતતાની ભાવનામાંથી જન્મેલ છે. તે તહેવારે અર્થ અને કામ પુરુષાર્થની જ પુષ્ટિ માટે ચાલતા હોય છે. નાગપંચમી, શીતળાસાતમ, ગણેશચતુર્થી, દુર્ગા અને કાળીપૂજ––એ મેલડી અને માતાની પૂજાની પેઠે ભયમુક્તિની ભાવનામાંથી જન્મેલા છે. મેળાકત. મંગળાગૌરી, જયેષ્ઠાગીરી, લક્ષ્મીપૂજા વગેરે તહેવારે લાલચ અને કામની ભાવનામાંથી જન્મેલા છે અને એના ઉપર જ એ ચાલે છે. સૂર્યપૂજા, સમુદ્રપૂજા અને ચંદ્રપૂજા વગેરે સાથે સંબંધ ધરાવનાર તહેવારે વિસ્મયની ભાવનામાંથી જન્મેલા છે. સૂર્યનું અપાર ઝળહળતું તેજ અને સમુદ્રનાં અપાર ઊછળતાં મેં જોઈ માણસ પહેલવહેલે તે આભો જ બની ગયો હશે અને એ વિસ્મયમાંથી એની પૂજાના ઉસ શરૂ થયા હશે. આવા અર્થ અને કામના પિષક તહેવારે સર્વત્ર પ્રચલિત હોવા છતાં વેધક દષ્ટિવાળા ગણ્યાગાંઠયા થોડાક માણસો દ્વારા બીજી જાતના પણ તહેવારે પ્રચલિત થયેલા આપણે જોઈ શકીએ છીએ. યાદી, ખ્રિસ્તી અને જરસ્તી ધર્મની અંદર જીવનશુદ્ધિની ભાવનામાંથી મોજાયેલા કેટલાક તહેવારે ચાલે છે. ઇસ્લામ ધર્મમાં ખાસ કરી રમઝાનને મહિને આખો જીવનશુદ્ધિની દૃષ્ટિએ જ તહેવારરૂપે ગોઠવાયેલા છે. એમાં મુસલમાનો માત્ર ઉપવાસ કરીને જ સંતોષ પકડે એટલું બસ નથી ગણાતું, પણ તે ઉપરાંત સંયમ કેળવવા માટે બીજા ઘણાં પવિત્ર ફરમાન કરવામાં આવ્યાં છે. બ્રહ્મચર્ય પાળવું, સાચું બોલવું, ઊંચનીચ કે નાનામોટાને ભેદ છોડી દેવો, આવકના ૨૩ ટકા સેવા કરનાર નીચલા વર્ગના અને ૧૦ ટકા સંસ્થાઓ તેમ જ ફકીરના નભાવમાં ખરચવા, વગેરે જે વિધાને ઈસ્લામ ધર્મમાં છે તે રમઝાન મહિનાની પવિત્રતા સચવવા માટે બસ છે. બ્રાહ્મણ ધર્મના તહેવાર એમની વર્ણવ્યવસ્થા પ્રમાણે બહુવણી છે; એટલે તેમાં બધી જ ભાવનાઓવાળા બધી જ જાતના તહેવારોનું લક્ષણ મિશ્રિત થયેલું નજરે પડે છે. બદ્ધ તહેવારે લોકકલ્યાણની અને ત્યાગની ભાવનામાંથી જન્મેલા છે ખરા, પણ જૈન તહેવારે સૌથી જુદા પડે છે અને તે જુદાઈ એ છે કે જેને એક પણ નાને કે મે તહેવાર એવો નથી કે જે અર્થ અને કામની ભાવનામાંથી અથવા તે ભય, લાલચ અને વિરમયની ભાવનામાંથી ઉત્પન્ન થયે હેય. અગર તે તેમાં પાછળથી સેળભેળ થયેલી એવી ભાવનાનું શાસ્ત્રથી સમર્થન કરવામાં આવતું હોય. નિમિત્ત તીર્થકરેના કોઈ પણ કલ્યાણનું હોય અગર બીજું કાંઈ હોય, પણ એ નિમિત્તે ચાલતા પર્વ કે તહેવારને ઉદ્દેશ માત્ર જ્ઞાન અને ચારિત્રની શુદ્ધિ તેમ જ પુષ્ટિ કરવાને જ રાખવામાં આવેલું છે. એક દિવસના કે એકથી વધારે દિવસના લાંબા Page #3 -------------------------------------------------------------------------- ________________ ૩૩૬ 1 દર્શન અને ચિંતન. એ બન્ને તહેવારે પાછળ જૈન પરંપરામાં માત્ર એ એક જ ઉદેશ રાખવામાં આવ્યો છે. લાંબા તહેવારોમાં ખાસ છ અદાઈ એ આવે છે. તેમાં પણ પયુંષણની અઠ્ઠાઈ એ સૌથી શ્રેષ્ઠ ગણાય છે, તેનું મુખ્ય કારણ તેમાં સાંવત્સરિક પર્વ આવે છે એ છે. સાંવત્સરિક એ જેનેનું વધારેમાં વધારે આદરણીય પર્વ છે. એનું કારણ એ છે કે જૈન ધર્મની મૂળ ભાવના જ એ પર્વમાં ઓતપ્રેત થયેલી છે. જૈન એટલે જીવનશુદ્ધિને ઉમેદવાર. સાંવત્સરિક પર્વને દિવસે જીવનમાં એકત્ર થયેલ મેલ બહાર કાઢવાનો નિર્ધાર કરવામાં આવે છે. એ પર્વને દિવસે બધા નાનામેટા સાથે તાદામ્ય સાધવાનું અને જેને જેનાથી અંતર વિખૂટું પડ્યું હોય તેની તેની સાથે અંતર સાંધવાનું અર્થાત દિલ. ચેખું કરવાનું ફરમાન છે. જીવનમાંથી મેલ કાઢવાની ઘડી એ જ તેની સર્વોત્તમ ધન્ય ઘડી છે અને એવી ઘડી મેળવવા જે દિવસે જા હેય તે. દિવસ સૌથી વધારે શ્રદ્ધેય લેખાય તેમાં નવાઈ નથી. સાંવત્સરિક પવને દ્રભૂત માની તેની સાથે બીજા સાત દિવસ ગોઠવવામાં આવ્યા છે, અને એ આઠે દિવસ આજે પજુસણ કહેવાય છે. શ્વેતાબરના બન્ને ફિરકાઓમાં એ અઠવાડિયું પજુસણ તરીકે જ જાણીતું છે અને સામાન્ય રીતે બન્નેમાં એ અઠવાડિયું એકસાથે જ શરૂ થાય છે અને પૂરું પણ થાય છે, પણ દિગંબર સંપ્રદાયમાં આઠને બદલે દશ દિવસો માનવામાં આવે છે અને પજુસણને બદલે એને દશલક્ષણ કહેવામાં આવે છે, તથા એનો સમય પણ શ્વેતાંબર પરંપરા કરતાં જુદો છે. શ્વેતાંબરેન પજુસણ પૂર્ણ થયાં કે બીજા દિવસથી જ દિગબરોની દશલક્ષણી શરૂ થાય છે. જૈન ધર્મના પાયામાં ત્યાગ અને તપની ભાવના મુખ્ય હોવાથી એમાં ત્યાગી સાધુઓનું પદ મુખ્ય છે, અને તેથી જ જૈન ધર્મનાં તમામ પર્વેમાં સાધુપદનો સંબંધ મુખ્ય ભાગ ભજવે છે. સાંવત્સરિક પર્વ એટલે ત્યાગી સાધુઓને વર્ષાવાસ નક્કી કરવાનો દિવસ, અને અંતર્મુખ થઈ જીવનમાં ડોકિયું મારી તેમાંથી મેલ ફેંકી દેવાને અને તેની શુદ્ધિ સાચવવાના નિર્ધારને દિવસ. આ દિવસનું મહત્વ જેઈ ઋતુની અનુકૂળતા પ્રમાણે તેની સાથે ગવાયેલા બીજા દિવસે પણ તેટલું જ મહત્વ ભગવે છે. આ આઠ દિવસ લેકે જેમ બને તેમ ધધધા એ છે કરવાને, ત્યાગ-તપ વધારવાને, જ્ઞાન, ઉદારતા આદિ સણો પોષવાને અને એહિક, પારલૌકિક કલ્યાણ થાય એવાં જ કામ કરવા પ્રયત્ન કરે છે. દરેક જૈનને વારસામાંથી જ પર્યુષણના એવા સંસ્કાર મળે છે કે તે દિવસમાં પ્રપંચથી નિવૃત્તિ મેળવી બને તેટલું વધારે Page #4 -------------------------------------------------------------------------- ________________ પર્યુષણ પર્વ અને તેને ઉપગ સારું કામ કરવું. આ સંસ્કારના બળથી નાના કે મોટા, ભાઈ કે બહેન દરેક પિજુસણ આવતાં જ પિતતાની ત્યાગ, તપ આદિની શક્તિ અજમાવે છે અને મેર જ્યાં દેખે ત્યાં જૈન પરંપરામાં એક ધાર્મિક વાતાવરણ, અષાડ મહિનાનાં વાદળની પેકે, ઘેરાઈ આવે છે. આવા વાતાવરણને લીધે અત્યારે પણ આ પર્વના દિવસોમાં નીચેની બાબતે સર્વત્ર નજરે પડે છેઃ (૧) ધમાલ ઓછી કરીને બને તેટલી નિવૃત્તિ અને કુરસદ મેળવવા પ્રયત્ન. (૨) ખાનપાન અને બીજા કેટલાક ભાગ ઉપર ઓછોવત્તે અંકુશ. (૩) શાસ્ત્રશ્રવણુ અને આત્મચિંતનનું વલણ. (૪) તપસ્વી અને ત્યાગીઓની તેમ જ સાધમિકેની યોગ્ય પ્રતિપત્તિ-ભક્તિ. (૫) જેને અભયદાન આપવાનો પ્રયત્ન. (૬) વેઝેર વિસારી સહુ સાથે સાચી મૈત્રી સાધવાની ભાવના. એક બાજુ વારસામાં મળતા ઉપરની છે બાબતના સંસ્કાર અને બીજી બાજુ દુન્યવી ખટપટની પડેલી કુટેવે એ બે વચ્ચે અથડામણ ઉભી થાય છે અને પરિણામે આપણે પજુસણુના કલ્યાણસાધક દિવસોમાં પણ ઇચ્છીએ તેવો અને કરી શકીએ તેટલે ઉપરના સુસંસ્કારને ઉપયોગ કરી નથી શકતા, અને ધાર્મિક બાબતે સાથે આપણે હંમેશના સંકુચિત અને તકરારી કુસંસ્કારોને સેળભેળ કરી દઈ દરેક બાબતમાં ખટપટ, પક્ષાપક્ષી, તાણખેંચ, હુંસાતુંસી, અને વાંધાવચકાના પ્રસંગે ઊભા કરીએ છીએ અને એકંદરે પજુસણ પછી કાંઈક ઉન્નત જીવન બનાવવાને બદલે પાછો જ્યાં હતા ત્યાં જ આવીને ઊભા. રહીએ છીએ; અને ઘણી વાર તે હતા તે સ્થિતિ કરતાં પણું નીચે પડી કે ઊતરી જઈએ છીએ. એટલે પજુસણ જેવા ધાર્મિક દિવસને ઉપગ આપણું આધ્યાત્મિક જીવનના વિકાસમાં તે થતું જ નથી, પણ સામાજિક અને રાષ્ટ્રીય જીવનમાં પણ આપણે તેને કશો જ ઉપયોગ કરી શકતા નથી. આપણી સર્વ સાધારણની ભૂમિકા વ્યાવહારિક છે. આપણે ગૃહસ્થ ઈ બધું જ જીવન બહિર્મુખ ગાળીએ છીએ, એટલે આધ્યાત્મિક જીવનને તે સ્પર્શ કરવા લગભગ અશક્ત નીવડીએ છીએ. પણ જે જાતના જીવનને વિકાસ આપણે ઈચ્છીએ છીએ અને આપણાથી સાર્ધ શક્ય છે તે જાતના એટલે સામાજિક અને રાષ્ટ્રીય જીવનને આપણે તુચ્છ અને ઓછી કિંમતનું માની લીધું છે અને આપણે એમ લાયકાત વિના જ મોઢે કહ્યા કરીએ છીએ કે જીવન તે આધ્યાત્મિક જ ખરું છે. આવી લાયકાત વિનાની સમજથી આપણામાં નથી થતો આધ્યાત્મિક જીવનને વિકાસ અને નથી સુધરતું સામાજિક કે રાષ્ટ્રીય જીવન. તેથી આપણે આપણું ધાર્મિક સુંદર વારસાને ઉપયોગ એવી રીતે કરે જોઈએ કે જેથી આપણું સામાજિક અને રાષ્ટ્રીય જીવન સુધરે અને, આંતરિક २२ Page #5 -------------------------------------------------------------------------- ________________ ૩૩૮ ] દર્શોન અને ચિંતન લાયકાત હોય તો, આધ્યાત્મિક વન ઉપર પણ તેની સારી અસર થાય. આ જાતના પશુસણના દિવસના ઉપયાગ કરવા માટે એ વસ્તુની મુખ્ય જરૂર છેઃ (૧) એક તા એ કે જૈન ધર્મ પાતાના વિશિષ્ટ વારસા તરીકે કયાં કયાં તત્ત્વ આપણને આપ્યાં છે અને તેના સામાજિક તેમ જ રાષ્ટ્રીય કલ્યાણુની દૃષ્ટિએ ઉપયોગ કેવી રીતે કરી શકાય એ જ્ઞાન મેળવવું; અને (ર) ખીજું એ કે આપણે રજીસણની નિવૃત્તિના ઉપયોગ એવી દિશામાં કરવા કે જેથી આપણા ઉપરાંત આપણા પડેાશી ભાઈઓને અને દેશવાસીઓને ફાયદો થાય અને આપણા સામાજિક જીવનની લેાકામાં તથા રાજ્યમાં પ્રતિષ્ઠા બંધાય; આપણે હસતે માટે સૌની મોખરે ઊભા રહી શકીએ અને આપણા ધર્મની સરસાઈ માટે અભિમાન લઈ શકીએ. આ કારણથી અમે પશુસણને ઉપયોગ કરવાની રીત બદલી છે. આપણામાં મુખ્ય બે વર્ગો છે: એક વર્ગ એવા છે કે તેને નવુ શુ, જૂનું શું, મૂળ તત્ત્વ શું વગેરેના કરા જ વિચાર નથી. તેને જે ચીલે મળ્યો છે તે જ તેનું સર્વસ્વ છે. એ ચીલા બહાર નજર કરવા અને પોતાની રીત કરતાં ખીજી રીત જેવામાં પણ તેને બહુ દુઃખ થાય છે, જગત તરફ આંખ ઉધાડવામાં પણ તેને ગુના થતા હોય તેમ લાગે છે. તેને પોતાના સિવાયની બીજી કાઈ પણ ઢબ, બીજી કાઈ પણ ભાષા અને બીજો કાઈ પણ વિચાર અસહ્ય લાગે છે. અને બીજો વર્ગ એવે છે કે તેને જે સામે આવે તેજ સારું લાગે છે. પાતાનું નવું સર્જન કાંઈ હોતું નથી, પેાતાનો વિચાર હોતા નથી, તેને પાતાનાં સ્થિર ધ્યેયેા પણ કાંઈ હાતાં નથી. માત્ર भे તરફ સેક સૂકતા હોય તે તર તે વગ ઝૂકે છે. પરિણામે સમાજના અને વર્ષોંથી આપણા ધમનાં વિશિષ્ટ તત્ત્વાના વ્યાપક અને સારા ઉપયાગ થઈ શકતે જ નથી, તેથી જરૂરનું એ છે કે લેાકામાં જ્ઞાન અને ઉદારતા ઊતરે એવી કેળવણી આપવી. આ કારણથી પરંપરામાં ચાલ્યું આવતું કલ્પસૂત્રનું વાચન ન રાખતાં અમે કેટલાક ખાસ વિષય ઉપર ચર્ચા કરવાનું યોગ્ય ધાર્યું છે. એ વિષયો એવા છે કે જે જૈનધર્મના ( કહા કે સ ધર્માંના ) પ્રાણભૂત છે, અને એની ચર્ચા એવી દૃષ્ટિએ કરવા ધારી છે કે જેથી એ તત્ત્વોના ઉપયાગ બધી દિશામાં બંધા અધિકારીઓ કરી શકે; જેને જેમાં રસ હાય તે, તેમાંથી ફાયદા ઉઠાવી શકે; આધ્યાત્મિકપણુ કાયમ રાખી સામાજિક અને રાષ્ટ્રીય કલ્યાણ સાધી શકાય. નવી પર પરાથી ડરવાને કશું જ પરાએ પણ કાંઈ શાશ્વત નથી, જે રીતે કારણુ નથી. અત્યારની ચાલુ પર અને જે જાતનું કલ્પસૂત્ર અત્યારે Page #6 -------------------------------------------------------------------------- ________________ પર્યુષણ પર્વ અને તેના ઉપયોગ (૩૪ વંચાય છે તે પણ અમુક વખતે અને અમુક સમયમાં જ શરૂ થયેલું. લગભગ દેઢ હજાર વર્ષ પહેલાં તે આવી જાહેરસભામાં અને જાહેર રીતે કહપસૂત્ર વંચાતું જ ન હતું. એ ફક્ત સાધુસભામાં જ અને તે પણ ફકa. અમુક કેટિના સાધુને મોટેથી જ વંચાતું. પહેલાં તે તે રાતે જ વંચાતું અને દિવસે વંચાય ત્યારે અમુક સગોમાં સાધુ-સાધ્વીઓ ભાગ લઈ શકતા વળી આનંદપુર નગરમાં ધુવસેન રાજાના સમયમાં કલ્પસૂત્રને ચતુર્વિધ સંધ સમક્ષ વાંચવાની તક ઊભી થઈ. એમ થવાનું પ્રાસંગિક કારણ એ રાજાને પુત્રશોકના નિવારણનું હતું, પણ ખરું કારણ તે એ હતું કે તે વખતે જ્યાં.. ત્યાં માસામાં બ્રાહ્મણ સંપ્રદાયમાં મહાભારત, રામાયણ અને ભાગવત જેવાં શાસ્ત્રો વાંચવાની ભારે પ્રથા હતી. જોકે એ તરફ ખૂબ ખૂકતા. બૌદ્ધ સંપ્રદાયમાં પણ જિનચરિત અને વિનયના શ્રેથે વંચાતા, જેમાં બુદ્ધ ભગવાનનું જીવન અને ભિખુઓને આચાર આવતો. આ કારણથી લેકવર્ગમાં મહાન પુરુષોનાં જીવનચરિત્ર સાંભળવાની અને ત્યાગીઓના આચાર જાણવાની ઉત્કટ રુચિ જાગતી હતી. એ ચિને તૃપ્ત કરવા ખાતર બુદ્ધિશાળી જેન આચાર્યોએ ધ્રુવસેન જેવા રાજાની તક લઈ કલ્પસૂત્રને જાહેરવાચન તરીકે પસંદ કર્યું. એમાં જે પહેલું જીવનચરિત્ર ન હતું તે ઉમેર્યું અને માત્ર સામાચારીને ભાગ, જે સાધુ સમક્ષ જ વંચાતો હતો તે, ભાગને ગૌણ કરી શરૂઆતમાં ભગવાન મહાવીરનું ચરિત દાખલ કર્યું, અને સર્વસાધારણને. તે વખતની રુચિ પ્રમાણે પસંદ આવે એ ઢબે અને એવી ભાષામાં તે ગોઠવ્યું. વળી જ્યારે લેકમાં વધારે વિસ્તારપૂર્વક સાંભળવાની રુચિ જન્મી, કલ્પસૂત્રની લોકોમાં ભારે પ્રતિષ્ઠા જામી, અને પજુસણમાં તેનું જાહેરવાચન નિયમિત થઈ ગયું ત્યારે, વખતના વહેણ સાથે, સંગે પ્રમાણે, આચાર્યોએ ટીકાઓ રચી. એ પ્રાકૃત અને સંસ્કૃત ટીકાઓ પણ વંચાવા લાગી. ૧૭મા સૈકા સુધીમાં રચાયેલી અને તે વખતના વિચારને પડ પાડતી ટીકાઓ પણું એક અતિ જૂના ગ્રંથ તરીકે વંચાવા અને સંભળાવા લાગી. છેવટે ગુજરાતી અને હિંદી ભાષામાં પણ એ બધું ઊતર્યું અને આજે જ્યાંત્યાં વંચાય છે. આ બધું જ સારું છે અને તે એટલા કારણસર કે તે લેકેની ભાવના પ્રમાણે બદલાતું રહ્યું છે. કુપસૂત્ર અક્ષરશઃ ભગવાન મહાવીરથી જ ચાલ્યું આવે છે અને એમના વખતની જ રીતે આજે પણ વંચાય છે, એમ માની લેવાની કઈ ભૂલ ન કરે. લોકશ્રદ્ધા, લેકચિ અને ઉપયોગિતાની દષ્ટિએ જે ફેરફાર થાય છે તે જે બુદ્ધિપૂર્વક કરવામાં આવે તો લાભદાયક જ નીવડે છે. કલ્પસૂત્ર અને તેના વાચનની જે રીત અત્યારે ચાલે છે તેમાં બધા જ Page #7 -------------------------------------------------------------------------- ________________ દર્શન અને ચિંતન લેવા રસ લઈ શકે તેમ નથી. તેનાં કારણે આ પ્રમાણે છે : (1) વયન અને શ્રવણમાં એટલે બધે વખત આપવો પડે છે કે માણસ કંસળી જાય અને શ્રદ્ધાને લીધે બેસી રહે તોપણ વિચાર માટે તે લગભગ અશક્ત બની . (2) નક્કી થયેલ ઢબ પ્રમાણે શબ્દો અને અર્થી ઉચ્ચારાતા અને કસતા હોવાથી, તેમ જ કરાવેલ વખતમાં ઠરાવેલ ભાગ પૂરે કરવાના હોવાથી બેલનાર કે સાંભળનાર માટે બીજી ચર્ચા અને બીજી દષ્ટિના અવકાસને અભાવ. (3) એ વાચન વખતે વર્તમાન સમાજની અને દેશની દશા તરફ ઉપર દૃષ્ટિએ જોવાના વલણનો અભાવ અને તેથી સમાજ અને રાષ્ટ્રમાં ઉપયોગી થઈ શકે એવી કલ્પસૂત્રમાંથી હકીકત તારવી લેવાની ખોટ. (4) હા, ભક્તિ અને ચાલુ રૂઢિ ઉપર એટલું બધું દબાણ થાય છે કે જેને લીધે સ્થિતિ વિશેનું છેક જ અજ્ઞાન અથવા તેની ગેરસમજ અગર તે તરફ આંખમીંચામણાં અને ભૂતકાળની એકમાત્ર મૃત હકીકતને સજીવન કરવાને એકતરફી પ્રયત્ન. આ અને આના જેવા બીજા કારણોને લીધે આપણું પજુસણનું કહસુત્રવાચન નીરસ જેવું થઈ ગયું છે, તેને ઉદ્ધાર કરવાની જરૂર છે. તે બહુ અરી રીતે થઈ શકે એવાં તત્તે આપણું પાસે છે, એ જ વસ્તુ આનમાં રાખી આ વખતે અમે અમારી દષ્ટિ પ્રમાણે ફેરફાર જાહેર રીતે શરૂ કર્યો છે. --પર્યુષણ પર્વમાં વ્યાખાને, 1930.