________________
૩૩૬ 1
દર્શન અને ચિંતન. એ બન્ને તહેવારે પાછળ જૈન પરંપરામાં માત્ર એ એક જ ઉદેશ રાખવામાં આવ્યો છે.
લાંબા તહેવારોમાં ખાસ છ અદાઈ એ આવે છે. તેમાં પણ પયુંષણની અઠ્ઠાઈ એ સૌથી શ્રેષ્ઠ ગણાય છે, તેનું મુખ્ય કારણ તેમાં સાંવત્સરિક પર્વ આવે છે એ છે. સાંવત્સરિક એ જેનેનું વધારેમાં વધારે આદરણીય પર્વ છે. એનું કારણ એ છે કે જૈન ધર્મની મૂળ ભાવના જ એ પર્વમાં ઓતપ્રેત થયેલી છે. જૈન એટલે જીવનશુદ્ધિને ઉમેદવાર. સાંવત્સરિક પર્વને દિવસે જીવનમાં એકત્ર થયેલ મેલ બહાર કાઢવાનો નિર્ધાર કરવામાં આવે છે. એ પર્વને દિવસે બધા નાનામેટા સાથે તાદામ્ય સાધવાનું અને જેને જેનાથી અંતર વિખૂટું પડ્યું હોય તેની તેની સાથે અંતર સાંધવાનું અર્થાત દિલ. ચેખું કરવાનું ફરમાન છે. જીવનમાંથી મેલ કાઢવાની ઘડી એ જ તેની સર્વોત્તમ ધન્ય ઘડી છે અને એવી ઘડી મેળવવા જે દિવસે જા હેય તે. દિવસ સૌથી વધારે શ્રદ્ધેય લેખાય તેમાં નવાઈ નથી. સાંવત્સરિક પવને દ્રભૂત માની તેની સાથે બીજા સાત દિવસ ગોઠવવામાં આવ્યા છે, અને એ આઠે દિવસ આજે પજુસણ કહેવાય છે. શ્વેતાબરના બન્ને ફિરકાઓમાં એ અઠવાડિયું પજુસણ તરીકે જ જાણીતું છે અને સામાન્ય રીતે બન્નેમાં એ અઠવાડિયું એકસાથે જ શરૂ થાય છે અને પૂરું પણ થાય છે, પણ દિગંબર સંપ્રદાયમાં આઠને બદલે દશ દિવસો માનવામાં આવે છે અને પજુસણને બદલે એને દશલક્ષણ કહેવામાં આવે છે, તથા એનો સમય પણ શ્વેતાંબર પરંપરા કરતાં જુદો છે. શ્વેતાંબરેન પજુસણ પૂર્ણ થયાં કે બીજા દિવસથી જ દિગબરોની દશલક્ષણી શરૂ થાય છે.
જૈન ધર્મના પાયામાં ત્યાગ અને તપની ભાવના મુખ્ય હોવાથી એમાં ત્યાગી સાધુઓનું પદ મુખ્ય છે, અને તેથી જ જૈન ધર્મનાં તમામ પર્વેમાં સાધુપદનો સંબંધ મુખ્ય ભાગ ભજવે છે. સાંવત્સરિક પર્વ એટલે ત્યાગી સાધુઓને વર્ષાવાસ નક્કી કરવાનો દિવસ, અને અંતર્મુખ થઈ જીવનમાં ડોકિયું મારી તેમાંથી મેલ ફેંકી દેવાને અને તેની શુદ્ધિ સાચવવાના નિર્ધારને દિવસ. આ દિવસનું મહત્વ જેઈ ઋતુની અનુકૂળતા પ્રમાણે તેની સાથે ગવાયેલા બીજા દિવસે પણ તેટલું જ મહત્વ ભગવે છે. આ આઠ દિવસ લેકે જેમ બને તેમ ધધધા એ છે કરવાને, ત્યાગ-તપ વધારવાને, જ્ઞાન, ઉદારતા આદિ સણો પોષવાને અને એહિક, પારલૌકિક કલ્યાણ થાય એવાં જ કામ કરવા પ્રયત્ન કરે છે. દરેક જૈનને વારસામાંથી જ પર્યુષણના એવા સંસ્કાર મળે છે કે તે દિવસમાં પ્રપંચથી નિવૃત્તિ મેળવી બને તેટલું વધારે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org