SearchBrowseAboutContactDonate
Page Preview
Page 2
Loading...
Download File
Download File
Page Text
________________ પર્યુષણ પર્વ અને તેને ઉપયોગ [ ૩૩૫ લાલચ અને અશ્રુતતાની ભાવનામાંથી જન્મેલ છે. તે તહેવારે અર્થ અને કામ પુરુષાર્થની જ પુષ્ટિ માટે ચાલતા હોય છે. નાગપંચમી, શીતળાસાતમ, ગણેશચતુર્થી, દુર્ગા અને કાળીપૂજ––એ મેલડી અને માતાની પૂજાની પેઠે ભયમુક્તિની ભાવનામાંથી જન્મેલા છે. મેળાકત. મંગળાગૌરી, જયેષ્ઠાગીરી, લક્ષ્મીપૂજા વગેરે તહેવારે લાલચ અને કામની ભાવનામાંથી જન્મેલા છે અને એના ઉપર જ એ ચાલે છે. સૂર્યપૂજા, સમુદ્રપૂજા અને ચંદ્રપૂજા વગેરે સાથે સંબંધ ધરાવનાર તહેવારે વિસ્મયની ભાવનામાંથી જન્મેલા છે. સૂર્યનું અપાર ઝળહળતું તેજ અને સમુદ્રનાં અપાર ઊછળતાં મેં જોઈ માણસ પહેલવહેલે તે આભો જ બની ગયો હશે અને એ વિસ્મયમાંથી એની પૂજાના ઉસ શરૂ થયા હશે. આવા અર્થ અને કામના પિષક તહેવારે સર્વત્ર પ્રચલિત હોવા છતાં વેધક દષ્ટિવાળા ગણ્યાગાંઠયા થોડાક માણસો દ્વારા બીજી જાતના પણ તહેવારે પ્રચલિત થયેલા આપણે જોઈ શકીએ છીએ. યાદી, ખ્રિસ્તી અને જરસ્તી ધર્મની અંદર જીવનશુદ્ધિની ભાવનામાંથી મોજાયેલા કેટલાક તહેવારે ચાલે છે. ઇસ્લામ ધર્મમાં ખાસ કરી રમઝાનને મહિને આખો જીવનશુદ્ધિની દૃષ્ટિએ જ તહેવારરૂપે ગોઠવાયેલા છે. એમાં મુસલમાનો માત્ર ઉપવાસ કરીને જ સંતોષ પકડે એટલું બસ નથી ગણાતું, પણ તે ઉપરાંત સંયમ કેળવવા માટે બીજા ઘણાં પવિત્ર ફરમાન કરવામાં આવ્યાં છે. બ્રહ્મચર્ય પાળવું, સાચું બોલવું, ઊંચનીચ કે નાનામોટાને ભેદ છોડી દેવો, આવકના ૨૩ ટકા સેવા કરનાર નીચલા વર્ગના અને ૧૦ ટકા સંસ્થાઓ તેમ જ ફકીરના નભાવમાં ખરચવા, વગેરે જે વિધાને ઈસ્લામ ધર્મમાં છે તે રમઝાન મહિનાની પવિત્રતા સચવવા માટે બસ છે. બ્રાહ્મણ ધર્મના તહેવાર એમની વર્ણવ્યવસ્થા પ્રમાણે બહુવણી છે; એટલે તેમાં બધી જ ભાવનાઓવાળા બધી જ જાતના તહેવારોનું લક્ષણ મિશ્રિત થયેલું નજરે પડે છે. બદ્ધ તહેવારે લોકકલ્યાણની અને ત્યાગની ભાવનામાંથી જન્મેલા છે ખરા, પણ જૈન તહેવારે સૌથી જુદા પડે છે અને તે જુદાઈ એ છે કે જેને એક પણ નાને કે મે તહેવાર એવો નથી કે જે અર્થ અને કામની ભાવનામાંથી અથવા તે ભય, લાલચ અને વિરમયની ભાવનામાંથી ઉત્પન્ન થયે હેય. અગર તે તેમાં પાછળથી સેળભેળ થયેલી એવી ભાવનાનું શાસ્ત્રથી સમર્થન કરવામાં આવતું હોય. નિમિત્ત તીર્થકરેના કોઈ પણ કલ્યાણનું હોય અગર બીજું કાંઈ હોય, પણ એ નિમિત્તે ચાલતા પર્વ કે તહેવારને ઉદ્દેશ માત્ર જ્ઞાન અને ચારિત્રની શુદ્ધિ તેમ જ પુષ્ટિ કરવાને જ રાખવામાં આવેલું છે. એક દિવસના કે એકથી વધારે દિવસના લાંબા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249195
Book TitleParyushan ane Teno Upayog
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherZ_Darshan_ane_Chintan_Part_2_004635.pdf
Publication Year1957
Total Pages7
LanguageGujarati
ClassificationArticle, Pious Days, & Paryushan
File Size65 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy