SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1
Loading...
Download File
Download File
Page Text
________________ પર્યુષણ પર્વ અને તેને ઉપયોગ. [૧૨] પર્વની ઉત્પત્તિ તહેવા અનેક કારણોથી ઊભા થાય છે. ઘણીવાર એવું પણ બને છે કે અમુક એક ખાસ કારણથી તહેવાર શરૂ થયેલ હોય છે અને પછી તેની પુષ્ટિ અને પ્રચાર વખતે બીજા કારણે પણ તેની સાથે આવી મળે છે. જુદા જુદા તહેવારના જુદાં જુદાં કારણે ગમે તે હે, છતાં તે બધાનાં સામાન્ય બે કારણે તે હેય જ છે: એક ભક્તિ અને બીજું આનંદ. કોઈ પણ તહેવારની પાછળ અથવા તેની સાથે અંધ અગર દેખાતી ભક્તિ હોય જ છે; ભક્તિ વિના તહેવાર નભી શકતિ જ નથી, કારણ કે તેના નભાવ અને પ્રચારને આધાર જનસમુદાય હોય છેએટલે જ્યાં સુધી તે તહેવાર પરત્વે તેની ભક્તિ હોય ત્યાં સુધી જ તે ચાલે. આનંદ વિના તો લેકે કોઈ પણ તહેવારમાં રસ લઈ જ ન શકે. ખાવું-પીવું, હળવું. મળવું, ગાવુંબજાવવું, લેવુવું, નાચવું કૂદવું, પહેરવું એવું, ઠાઠમાઠ અને અને ભપક કરવા વગેરેની ઓછીવત્તી ગોઠવણ વિનાને કોઈ પણ સાવક કે તામસિક તહેવાર દુનિયાના પડ ઉપર નહિ જ મળે. તહેવારના સ્વરૂપ અને તેની પાછળની ભાવના જોતાં આપણે ઉપત્તિના કારણ પરત્વે તહેવારોને મુખ્યપણે બે ભાગમાં વહેચી શકીએ છીએ : (૧) લૌકિક, (૨) લેકેર; અથવા આસુરી અને દેવી. જે તહેવારે ભય, લાલચ અને વિસ્મય જેવા સુદ ભાવોમાંથી જન્મેલા હોય છે તે સાધારણ ભૂમિકાના લેકેને લાયક હેવાથી લૌકિક અગર આસુરી કહી શકાય. તેમાં જીવનશદ્ધિને કે જીવનની મહત્તાને ભાવ નથી હોત, પણ પામર વૃત્તિઓ અને શુદ્ધ ભાવનાઓ તેની પાછળ હોય છે. જે તહેવારો જીવનશદિની ભાવનામાંથી જન્મેલા હોય અને જીવનશુદ્ધિ માટે જ પ્રચારમાં આવ્યા હોય તે તહેવાર ઉચ ભૂમિકાના લેને લાયક હોવાથી લેકર અગર દેવી કહી શકાય. પહાડ અને જંગલમાં વસતી ભીલ, સંચાલ, કળી જેવી જાતમાં અગર તો શહેર અને ગામડામાં વસતી છારા, વાઘરી જેવી જાતિમાં અને ઘણુવાર તે ઉચ્ચ વર્ણની મનાતી બીજી બધી જ જાતેમાં આપણે જઈને તેમના તહેવાર જોઈએ તે તરત જ જણાશે કે એમના તહેવાર , Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249195
Book TitleParyushan ane Teno Upayog
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherZ_Darshan_ane_Chintan_Part_2_004635.pdf
Publication Year1957
Total Pages7
LanguageGujarati
ClassificationArticle, Pious Days, & Paryushan
File Size65 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy