Book Title: Paryushan ane Teno Upayog Author(s): Sukhlal Sanghavi Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf View full book textPage 4
________________ પર્યુષણ પર્વ અને તેને ઉપગ સારું કામ કરવું. આ સંસ્કારના બળથી નાના કે મોટા, ભાઈ કે બહેન દરેક પિજુસણ આવતાં જ પિતતાની ત્યાગ, તપ આદિની શક્તિ અજમાવે છે અને મેર જ્યાં દેખે ત્યાં જૈન પરંપરામાં એક ધાર્મિક વાતાવરણ, અષાડ મહિનાનાં વાદળની પેકે, ઘેરાઈ આવે છે. આવા વાતાવરણને લીધે અત્યારે પણ આ પર્વના દિવસોમાં નીચેની બાબતે સર્વત્ર નજરે પડે છેઃ (૧) ધમાલ ઓછી કરીને બને તેટલી નિવૃત્તિ અને કુરસદ મેળવવા પ્રયત્ન. (૨) ખાનપાન અને બીજા કેટલાક ભાગ ઉપર ઓછોવત્તે અંકુશ. (૩) શાસ્ત્રશ્રવણુ અને આત્મચિંતનનું વલણ. (૪) તપસ્વી અને ત્યાગીઓની તેમ જ સાધમિકેની યોગ્ય પ્રતિપત્તિ-ભક્તિ. (૫) જેને અભયદાન આપવાનો પ્રયત્ન. (૬) વેઝેર વિસારી સહુ સાથે સાચી મૈત્રી સાધવાની ભાવના. એક બાજુ વારસામાં મળતા ઉપરની છે બાબતના સંસ્કાર અને બીજી બાજુ દુન્યવી ખટપટની પડેલી કુટેવે એ બે વચ્ચે અથડામણ ઉભી થાય છે અને પરિણામે આપણે પજુસણુના કલ્યાણસાધક દિવસોમાં પણ ઇચ્છીએ તેવો અને કરી શકીએ તેટલે ઉપરના સુસંસ્કારને ઉપયોગ કરી નથી શકતા, અને ધાર્મિક બાબતે સાથે આપણે હંમેશના સંકુચિત અને તકરારી કુસંસ્કારોને સેળભેળ કરી દઈ દરેક બાબતમાં ખટપટ, પક્ષાપક્ષી, તાણખેંચ, હુંસાતુંસી, અને વાંધાવચકાના પ્રસંગે ઊભા કરીએ છીએ અને એકંદરે પજુસણ પછી કાંઈક ઉન્નત જીવન બનાવવાને બદલે પાછો જ્યાં હતા ત્યાં જ આવીને ઊભા. રહીએ છીએ; અને ઘણી વાર તે હતા તે સ્થિતિ કરતાં પણું નીચે પડી કે ઊતરી જઈએ છીએ. એટલે પજુસણ જેવા ધાર્મિક દિવસને ઉપગ આપણું આધ્યાત્મિક જીવનના વિકાસમાં તે થતું જ નથી, પણ સામાજિક અને રાષ્ટ્રીય જીવનમાં પણ આપણે તેને કશો જ ઉપયોગ કરી શકતા નથી. આપણી સર્વ સાધારણની ભૂમિકા વ્યાવહારિક છે. આપણે ગૃહસ્થ ઈ બધું જ જીવન બહિર્મુખ ગાળીએ છીએ, એટલે આધ્યાત્મિક જીવનને તે સ્પર્શ કરવા લગભગ અશક્ત નીવડીએ છીએ. પણ જે જાતના જીવનને વિકાસ આપણે ઈચ્છીએ છીએ અને આપણાથી સાર્ધ શક્ય છે તે જાતના એટલે સામાજિક અને રાષ્ટ્રીય જીવનને આપણે તુચ્છ અને ઓછી કિંમતનું માની લીધું છે અને આપણે એમ લાયકાત વિના જ મોઢે કહ્યા કરીએ છીએ કે જીવન તે આધ્યાત્મિક જ ખરું છે. આવી લાયકાત વિનાની સમજથી આપણામાં નથી થતો આધ્યાત્મિક જીવનને વિકાસ અને નથી સુધરતું સામાજિક કે રાષ્ટ્રીય જીવન. તેથી આપણે આપણું ધાર્મિક સુંદર વારસાને ઉપયોગ એવી રીતે કરે જોઈએ કે જેથી આપણું સામાજિક અને રાષ્ટ્રીય જીવન સુધરે અને, આંતરિક २२ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7