Book Title: Paryushan ane Samvatsari Author(s): Sukhlal Sanghavi Publisher: Z_Jaindharma_no_Pran_002157.pdf View full book textPage 4
________________ 248 જૈનધર્મને પ્રાણ વિચારવાનું છે, અને હું જાણું છું ત્યાં લગી, સામુદાયિક દૃષ્ટિએ આન્તરિક અવલોકનનું મહત્વ જેટલું આ પર્વને અપાયું છે તેટલું બીજા કઈ પર્વને બીજી કોઈ વર્ગે આપ્યું નથી. તેથી સમજાય છે કે સામુદાયિક દષ્ટિએ આન્તરિક અવલેકનપૂર્વક પિતપતાની ભૂલ કબૂલવી અને જેના પ્રત્યે ભૂલ સેવાઈ હોય તેની સાચા દિલથી માફી માગવી અને સામાને માફી આપવી એ સામાજિક સ્વાથ્ય માટે પણ કેટલું અગત્યનું છે. આને લીધે જ જૈન પરંપરામાં પ્રથા પડી છે કે દરેક ગામ, નગર અને શહેરને સંધ અંદરોઅંદર ખમે-ખમાવે; એટલું જ નહિ, પણ બીજા સ્થાનના સંઘ સાથે પણ તે આવો જ વ્યવહાર કરે. સંઘોમાં માત્ર ગૃહસ્થ નથી આવતા, ત્યાગીઓ પણ આવે છે; પુર જ નહિ, સ્ત્રીઓ પણ આવે છે. સંઘ એટલે માત્ર એક ફિરકા, એક ગચ્છ, એક આચાર્ય કે એક ઉપાશ્રયના જ અનુગામીઓ નહિ, પણ જૈન પરંપરાને અનુસરનાર દરેક જૈન. વળી, જેને જૈન પરંપરાવાળા સાથે જ જીવવું પડે છે એવું કાંઈ નથી; તેઓને બીજાઓ સાથે પણ એટલું જ કામ પડે છે, અને ભૂલ થાય તે તે જેમ અંદરોઅંદર થાય તેમ બીજાઓના સંબંધમાં પણ થાય છે જ. એટલે ખરી રીતે ભૂલ સ્વીકાર અને ખમવા-ખમાવવાની પ્રથાનું રહસ્ય એ કાંઈ માત્ર જૈન પરંપરામાં જ પૂરું થતું નથી, પણ ખરી રીતે એ રહસ્ય સમાજવ્યાપી ક્ષમણામાં છે. તે એટલે સુધી કે આવી પ્રથાને અનુસરનાર જૈન સૂક્ષ્મઅતિસમ અને અગમ્ય જેવા જીવવર્ગને પણ ખમાવે છે, તેના પ્રત્યે પિતે કાંઈ સજ્ઞાન-અજ્ઞાનપણે ભૂલ કરી હોય તે માફી માગે છે. ખરી રીતે આ પ્રથા પાછળની દષ્ટિ તો બીજી છે, અને તે એ કે જે માણસ સૂમ-અતિસૂક્ષ્મ જીવ પ્રત્યે પણ કોમળ થવા જેટલો તૈયાર હોય તે તેણે સૌથી પહેલાં જેની સાથે પિતાનું અંતર હેય, જેની સાથે કડવાશ ઊભી થઈ હય, પરસ્પર લાગણી દુભાઈ હોય તેની સાથે સમા લઈ–દઈ દિલ ચોખ્ખાં કરવાં દિઅચિં- ભા. 1, પૃ૦ 354-356] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4