Book Title: Paryushan ane Samvatsari
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Jaindharma_no_Pran_002157.pdf

View full book text
Previous | Next

Page 2
________________ ૨૪૬ જૈનધર્મનો પ્રાણ ધાર્મિક વાતાવરણ, અષાડ મહિનાનાં વાદળાની પેઠે, ઘેરાઈ આવે છે. આવા વાતાવરણને લીધે અત્યારે પણ આ પર્વના દિવસે માં નીચેની બાબતે સર્વત્ર નજરે પડે છે : (૧) ધમાલ ઓછી કરીને બને તેટલી નિવૃત્તિ અને ફુરસદ મેળવવાનો પ્રયત્ન. (૨) ખાનપાન અને બીજા કેટલાક ભેગો ઉપર ઓછેવત્તે અંકુશ. (૩) શાસ્ત્રવણ અને આત્મચિંતનનું વલણ. (૪) તારવી અને ત્યાગીઓની તેમ જ સાધર્મિકેની યોગ્ય પ્રતિપત્તિ-ભક્તિ. (૪) જીવોને અભયદાન આપવાનો પ્રયત્ન. (૬) વેરઝેર વિસારી સહુ સાથે સાચી મૈત્રી સાધવાની ભાવના. તાંબરના બન્ને ફિરકાઓમાં એ અઠવાડિયું પજુસણ તરીકે જ જાણીતું છે અને સામાન્ય રીતે બન્નેમાં એ અઠવાડિયું એકસાથે જ શરૂ થાય છે અને પૂરું પણ થાય છે, પણ દિગંબર સંપ્રદાયમાં આઠને બદલે દશ દિવસે માનવામાં આવે છે અને પજુસણને બદલે એને દશલક્ષણી કહેવામાં આવે છે, તથા એને સમય પણું વેતાંબર પરંપરા કરતાં જુદો છે. શ્વેતાંબરના પજુસણ પૂર્ણ થયાં કે બીજા દિવસથી જ દિગંબરોની દશલક્ષણી શરૂ થાય છે. [ અચિં- ભા. ૧, પૃષ્ઠ ૩૩૫-૩૩૭] આ અઠવાડિયામાં આપણે ભગવાન મહાવીરની પુણ્યકથા સાંભળવા અને તેના મર્મ ઉપર વિચાર કરવા પૂરે અવકાશ મેળવી શકીએ. ભગવાને પોતાની કઠેર સાધના દ્વારા જે સત્ય અનુભવ્યાં હતાં અને તેમણે પોતે જ જે સત્યને સમકાલીન સામાજિક પરિસ્થિતિ સુધારવા અમલમાં મૂક્યાં હતાં અને લેક એ પ્રમાણે જીવન ઘડે એ હેતુથી જે સત્યને સમર્થ પ્રચાર કર્યો હતે, તે સત્યો સંક્ષેપમાં ત્રણ છે: (૧) બીજાના દુઃખને પિતાનું દુઃખ લેખી જીવનવ્યવહાર ઘડ, જેથી જીવનમાં સુખશીલતા અને વિષમતાનાં હિંસક ત પ્રવેશ ન પામે. (૨) પિતાની સુખસગવડને, સમાજના હિત અર્થે, પૂર્ણ ભોગ આપો, જેથી પરિગ્રહ બંધન મટી લેકેપકારમાં પરિણમે. (૩) સતત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4