Book Title: Paryushan ane Samvatsari Author(s): Sukhlal Sanghavi Publisher: Z_Jaindharma_no_Pran_002157.pdf View full book textPage 3
________________ પર્યુષણ અને સંવત્સરી ૨૪૭ જાગૃતિ અને જીવનનું આંતરનિરીક્ષણ કરતા રહેવું, જેથી અજ્ઞાન કે નબળાઈને કારણે પ્રવેશ પામતા દેષની ચેકી કરી શકાય અને આત્મપુરુષાર્થમાં એટ ન આવે. [દઅચિંત્ર ભા ૧, પૃ૦ ૪૮૩-૪૪૪) સંવત્સરી મહત્પર્વ સાંવત્સરિક પર્વ એ મહત્પર્વ છે. બીજું કઈ પણ પર્વો કરતાં એ મહત્વ છે. એની મહત્તા શેમાં છે એ જ સમજવાનું રહે છે. કઈ પણ વ્યક્તિએ ખરી શક્તિ અનુભવવી હોય, અગવડ કે સગવડ, આપદા કે સંપદામાં સ્વસ્થતા કેળવવી હોય અને વ્યક્તિત્વને ખંડિત ન થવા દેતાં તેનું આંતરિક અખંડપણું સાચવી રાખવું હોય તે એને એકમાત્ર અને મુખ્ય ઉપાય એ છે કે તે વ્યકિત પિતાની જીવનપ્રવૃત્તિના દરેક ક્ષેત્રનું બારીકીથી અવલોકન કરે. એ આન્તરિક અવલોકનનો હેતુ એ જ રહે કે તેણે ક્યાં ક્યાં, કેવી કેવી રીતે, કેની કાની સાથે નાની કે મોટી ભૂલ કરી છે તે જોવું. જ્યારે કોઈ માણસ સાચા દિલથી નમ્રપણે પોતાની ભૂલ જોઈ લે છે ત્યારે તેને તે ભૂલ, ગમે તેટલી નાનામાં નાની હોય તેય, પહાડ જેવી મેટી લાગે છે અને તેને તે સહી શકતો નથી. પિતાની ભૂલ અને ખામીનું ભાન એ માણસને જાગો અને વિવેકી બનાવે છે. જાગૃતિ અને વિવેક માણસને બીજા સાથે સંબંધો કેમ રાખવા, કેમ કેળવવા એની સૂઝ પાડે છે. એ રીતે આન્તરિક અવકન માણસની ચેતનાને ખંડિત થતાં રોકે છે. આવું અવલેકને માત્ર ત્યાગી કે ફકીર માટે જ જરૂરી છે એમ નથી, પણ તે નાની કે મોટી ઉંમરના અને કોઈ પણ ધંધા અને સંસ્થાના માનવી માટે સફળતાની દષ્ટિએ આવશ્યક છે, કેમ કે તે દ્વારા એ મનુષ્ય પોતાની ખામીઓ નિવારતાં નિવારતાં ઊંચે ચડે છે અને સૌનાં દિલને જીતી લે છે. આ એક સાંવત્સરિક પર્વના મહત્ત્વની મુખ્ય વ્યક્તિગત બાજુ થઈ. પરંતુ એ મહત્ત્વ સામુદાયિક દૃષ્ટિએ પણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4