Page #1
--------------------------------------------------------------------------
________________
પર્યુષણ અને સંવત્સરી જૈન તહેવારને ઉદેશ
જૈન તહેવારે સૌથી જુદા પડે છે અને તે જુદાઈ એ છે કે જેને એક પણ નાને કે મેં તહેવાર એવો નથી કે જે અર્થ અને કામની ભાવનામાંથી અથવા તે ભય, લાલચ અને વિસ્મયની ભાવનામાંથી ઉત્પન્ન થયો હોય. અગર તે તેમાં પાછળથી સેળભેળ થયેલી એવી ભાવનાનું શાસ્ત્રથી સમર્થન કરવામાં આવતું હોય. નિમિત્ત તીર્થકરના કેઈ પણ કલ્યાણકનું હેય અગર બીજું કાંઈ હોય, પણ એ નિમિત્તે ચાલતા પર્વને તહેવારને ઉદ્દેશ માત્ર જ્ઞાન અને ચારિત્રની શુદ્ધિ તેમ જ પુષ્ટિ કરવાનું જ રાખવામાં આવે છે. એક દિવસના કે એકથી વધારે દિવસને લાંબા, એ બને તહેવારે પાછળ જૈન પરંપરામાં માત્ર એ એક જ ઉદ્દેશ રાખવામાં આવ્યું છે. પર્યુષણ પર્વ: મણ અષ્ટાદ્ધિક
લાંબા તહેવારમાં ખાસ છ અઠ્ઠાઈઓ આવે છે. તેમાં પણ પર્યુષણની અઠ્ઠાઈ એ સૌથી શ્રેષ્ઠ ગણાય છે, તેનું મુખ્ય કારણ તેમાં સાંવત્સરિક પર્વ આવે છે એ છે. આ આઠે દિવસ કે જેમ બને તેમ ધંધા ઓછો કરવાને, ત્યાગ-તપ વધારવા, જ્ઞાન, ઉદારતા આદિ સગુણ પિષવાન અને ઐહિક, પારલૌકિક કલ્યાણ થાય એવાં જ કામ કરવાનો પ્રયત્ન કરે છે. જ્યાં ને ત્યાં જૈન પરંપરામાં એક
Page #2
--------------------------------------------------------------------------
________________
૨૪૬
જૈનધર્મનો પ્રાણ
ધાર્મિક વાતાવરણ, અષાડ મહિનાનાં વાદળાની પેઠે, ઘેરાઈ આવે છે. આવા વાતાવરણને લીધે અત્યારે પણ આ પર્વના દિવસે માં નીચેની બાબતે સર્વત્ર નજરે પડે છે : (૧) ધમાલ ઓછી કરીને બને તેટલી નિવૃત્તિ અને ફુરસદ મેળવવાનો પ્રયત્ન. (૨) ખાનપાન અને બીજા કેટલાક ભેગો ઉપર ઓછેવત્તે અંકુશ. (૩) શાસ્ત્રવણ અને આત્મચિંતનનું વલણ. (૪) તારવી અને ત્યાગીઓની તેમ જ સાધર્મિકેની યોગ્ય પ્રતિપત્તિ-ભક્તિ. (૪) જીવોને અભયદાન આપવાનો પ્રયત્ન. (૬) વેરઝેર વિસારી સહુ સાથે સાચી મૈત્રી સાધવાની ભાવના.
તાંબરના બન્ને ફિરકાઓમાં એ અઠવાડિયું પજુસણ તરીકે જ જાણીતું છે અને સામાન્ય રીતે બન્નેમાં એ અઠવાડિયું એકસાથે જ શરૂ થાય છે અને પૂરું પણ થાય છે, પણ દિગંબર સંપ્રદાયમાં આઠને બદલે દશ દિવસે માનવામાં આવે છે અને પજુસણને બદલે એને દશલક્ષણી કહેવામાં આવે છે, તથા એને સમય પણું વેતાંબર પરંપરા કરતાં જુદો છે. શ્વેતાંબરના પજુસણ પૂર્ણ થયાં કે બીજા દિવસથી જ દિગંબરોની દશલક્ષણી શરૂ થાય છે.
[ અચિં- ભા. ૧, પૃષ્ઠ ૩૩૫-૩૩૭] આ અઠવાડિયામાં આપણે ભગવાન મહાવીરની પુણ્યકથા સાંભળવા અને તેના મર્મ ઉપર વિચાર કરવા પૂરે અવકાશ મેળવી શકીએ. ભગવાને પોતાની કઠેર સાધના દ્વારા જે સત્ય અનુભવ્યાં હતાં અને તેમણે પોતે જ જે સત્યને સમકાલીન સામાજિક પરિસ્થિતિ સુધારવા અમલમાં મૂક્યાં હતાં અને લેક એ પ્રમાણે જીવન ઘડે એ હેતુથી જે સત્યને સમર્થ પ્રચાર કર્યો હતે, તે સત્યો સંક્ષેપમાં ત્રણ છે:
(૧) બીજાના દુઃખને પિતાનું દુઃખ લેખી જીવનવ્યવહાર ઘડ, જેથી જીવનમાં સુખશીલતા અને વિષમતાનાં હિંસક ત પ્રવેશ ન પામે. (૨) પિતાની સુખસગવડને, સમાજના હિત અર્થે, પૂર્ણ ભોગ આપો, જેથી પરિગ્રહ બંધન મટી લેકેપકારમાં પરિણમે. (૩) સતત
Page #3
--------------------------------------------------------------------------
________________
પર્યુષણ અને સંવત્સરી
૨૪૭ જાગૃતિ અને જીવનનું આંતરનિરીક્ષણ કરતા રહેવું, જેથી અજ્ઞાન કે નબળાઈને કારણે પ્રવેશ પામતા દેષની ચેકી કરી શકાય અને આત્મપુરુષાર્થમાં એટ ન આવે.
[દઅચિંત્ર ભા ૧, પૃ૦ ૪૮૩-૪૪૪) સંવત્સરી મહત્પર્વ
સાંવત્સરિક પર્વ એ મહત્પર્વ છે. બીજું કઈ પણ પર્વો કરતાં એ મહત્વ છે. એની મહત્તા શેમાં છે એ જ સમજવાનું રહે છે.
કઈ પણ વ્યક્તિએ ખરી શક્તિ અનુભવવી હોય, અગવડ કે સગવડ, આપદા કે સંપદામાં સ્વસ્થતા કેળવવી હોય અને વ્યક્તિત્વને ખંડિત ન થવા દેતાં તેનું આંતરિક અખંડપણું સાચવી રાખવું હોય તે એને એકમાત્ર અને મુખ્ય ઉપાય એ છે કે તે વ્યકિત પિતાની જીવનપ્રવૃત્તિના દરેક ક્ષેત્રનું બારીકીથી અવલોકન કરે. એ આન્તરિક અવલોકનનો હેતુ એ જ રહે કે તેણે ક્યાં ક્યાં, કેવી કેવી રીતે, કેની કાની સાથે નાની કે મોટી ભૂલ કરી છે તે જોવું. જ્યારે કોઈ માણસ સાચા દિલથી નમ્રપણે પોતાની ભૂલ જોઈ લે છે ત્યારે તેને તે ભૂલ, ગમે તેટલી નાનામાં નાની હોય તેય, પહાડ જેવી મેટી લાગે છે અને તેને તે સહી શકતો નથી. પિતાની ભૂલ અને ખામીનું ભાન એ માણસને જાગો અને વિવેકી બનાવે છે. જાગૃતિ અને વિવેક માણસને બીજા સાથે સંબંધો કેમ રાખવા, કેમ કેળવવા એની સૂઝ પાડે છે. એ રીતે આન્તરિક અવકન માણસની ચેતનાને ખંડિત થતાં રોકે છે. આવું અવલેકને માત્ર ત્યાગી કે ફકીર માટે જ જરૂરી છે એમ નથી, પણ તે નાની કે મોટી ઉંમરના અને કોઈ પણ ધંધા અને સંસ્થાના માનવી માટે સફળતાની દષ્ટિએ આવશ્યક છે, કેમ કે તે દ્વારા એ મનુષ્ય પોતાની ખામીઓ નિવારતાં નિવારતાં ઊંચે ચડે છે અને સૌનાં દિલને જીતી લે છે. આ એક સાંવત્સરિક પર્વના મહત્ત્વની મુખ્ય વ્યક્તિગત બાજુ થઈ. પરંતુ એ મહત્ત્વ સામુદાયિક દૃષ્ટિએ પણ
Page #4
--------------------------------------------------------------------------
________________ 248 જૈનધર્મને પ્રાણ વિચારવાનું છે, અને હું જાણું છું ત્યાં લગી, સામુદાયિક દૃષ્ટિએ આન્તરિક અવલોકનનું મહત્વ જેટલું આ પર્વને અપાયું છે તેટલું બીજા કઈ પર્વને બીજી કોઈ વર્ગે આપ્યું નથી. તેથી સમજાય છે કે સામુદાયિક દષ્ટિએ આન્તરિક અવલેકનપૂર્વક પિતપતાની ભૂલ કબૂલવી અને જેના પ્રત્યે ભૂલ સેવાઈ હોય તેની સાચા દિલથી માફી માગવી અને સામાને માફી આપવી એ સામાજિક સ્વાથ્ય માટે પણ કેટલું અગત્યનું છે. આને લીધે જ જૈન પરંપરામાં પ્રથા પડી છે કે દરેક ગામ, નગર અને શહેરને સંધ અંદરોઅંદર ખમે-ખમાવે; એટલું જ નહિ, પણ બીજા સ્થાનના સંઘ સાથે પણ તે આવો જ વ્યવહાર કરે. સંઘોમાં માત્ર ગૃહસ્થ નથી આવતા, ત્યાગીઓ પણ આવે છે; પુર જ નહિ, સ્ત્રીઓ પણ આવે છે. સંઘ એટલે માત્ર એક ફિરકા, એક ગચ્છ, એક આચાર્ય કે એક ઉપાશ્રયના જ અનુગામીઓ નહિ, પણ જૈન પરંપરાને અનુસરનાર દરેક જૈન. વળી, જેને જૈન પરંપરાવાળા સાથે જ જીવવું પડે છે એવું કાંઈ નથી; તેઓને બીજાઓ સાથે પણ એટલું જ કામ પડે છે, અને ભૂલ થાય તે તે જેમ અંદરોઅંદર થાય તેમ બીજાઓના સંબંધમાં પણ થાય છે જ. એટલે ખરી રીતે ભૂલ સ્વીકાર અને ખમવા-ખમાવવાની પ્રથાનું રહસ્ય એ કાંઈ માત્ર જૈન પરંપરામાં જ પૂરું થતું નથી, પણ ખરી રીતે એ રહસ્ય સમાજવ્યાપી ક્ષમણામાં છે. તે એટલે સુધી કે આવી પ્રથાને અનુસરનાર જૈન સૂક્ષ્મઅતિસમ અને અગમ્ય જેવા જીવવર્ગને પણ ખમાવે છે, તેના પ્રત્યે પિતે કાંઈ સજ્ઞાન-અજ્ઞાનપણે ભૂલ કરી હોય તે માફી માગે છે. ખરી રીતે આ પ્રથા પાછળની દષ્ટિ તો બીજી છે, અને તે એ કે જે માણસ સૂમ-અતિસૂક્ષ્મ જીવ પ્રત્યે પણ કોમળ થવા જેટલો તૈયાર હોય તે તેણે સૌથી પહેલાં જેની સાથે પિતાનું અંતર હેય, જેની સાથે કડવાશ ઊભી થઈ હય, પરસ્પર લાગણી દુભાઈ હોય તેની સાથે સમા લઈ–દઈ દિલ ચોખ્ખાં કરવાં દિઅચિં- ભા. 1, પૃ૦ 354-356]