Book Title: Parvaradhna Author(s): Ramanlal C Shah Publisher: Z_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf View full book textPage 4
________________ XOS જિનતત્ત કારણે આટલી પણ આરાધના ન કરી શકે તેવા ઓછી શક્તિવાળા કે ઓછી અનુકૂળતાવાળા મનુષ્યો માટે પાંચમ, આઠમ, ચૌદસ અથવા માત્ર ચૌદસ(પાખી)ની તિથિની આરાધના યથાશક્તિ કરવાની ભલામણ કરવામાં આવી છે. આ ઉપરાંત બીજા કેટલાક પર્વદિવસોનું પણ આયોજન થયું છે. જેમ પર્વ મોટું તેમ એની આરાધનાના દિવસોની સંખ્યા પણ વધુ. જૈન ધર્મમાં આઠ દિવસની અઠ્ઠાઈ પર્વનો મહિમા વિશેષ ગણાયો છે. વર્ષમાં એવાં છ અઠ્ઠાઈ પર્વો આવે છે. શ્રી લક્ષ્મી સૂરિએ “ઉપદેશપ્રાસાદ'માં કહ્યું છે : अष्टाह्निकाः षडेवोक्ताः स्याद्वादोभयदोत्तमैः। तत्त्वरूपं समाकर्ण्य आसेव्याः पस्मार्हतैः ।। [સ્યાદ્વાદને મતે કહેનારા ઉત્તમ પુરુષોએ છ અઠ્ઠાઈ પર્વ કહ્યાં છે. તેનું સ્વરૂપ બરાબર સમજીને પરમ શ્રાવકોએ તે સેવવાયોગ્ય છે.] અઠ્ઠાઈ એટલે આઠ દિવસનું. અઠ્ઠાઈ પર્વ એટલે આઠ દિવસ સુધી ચાલે તેવાં મોટાં પર્વ. વર્ષ દરમિયાન આવાં છ મોટાં પર્વનું આયોજન જૈન શાસનમાં મહર્ષિ શાસ્ત્રજ્ઞોએ ફરમાવ્યું છે. આ પર્વો થોડે થોડે કાળને અંતરે ગોઠવાયાં છે. ચૈત્ર, અષાઢ, શ્રાવણ-ભાદ્રપદ, આસો, કારતક ને ફાગણ મહિનામાં તે પર્વો આવે છે. ચૈત્ર અને આસો માસમાં આયંબિલની ઓળી આવે છે. આ બે ઓળીને શાશ્વતી પર્વ તરીકે ઓળખાવવામાં આવે છે. તદુપરાંત અષાઢ, કારતક અને ફાગણ માસમાં ત્રણ ચાતુર્માસિક પર્વ ઊજવવામાં આવે છે. તથા શ્રાવણ-ભાદરવામાં પર્યુષણ પર્વ મહોત્સવપૂર્વક ઊજવવામાં આવે છે. આ છ પર્વોમાં પર્યુષણ પર્વ સૌથી વધુ મહત્વનું ગણાય છે. કહ્યું છે : पर्वाणि बहुनि सन्ति प्रोक्तानि श्रीजिनागमे। पर्युषणां समं नान्यः कर्मणां मर्म भेदकृत् ।। [જિનાગમમાં કહેલાં એવાં ઘણાં પર્વ છે. પરંતુ તે બધાં પર્વોમાં કર્મના મર્મને ભેદનારું એવું પર્યુષણ પર્વ જેવું બીજું એક પર્વ નથી.) કર્મ આઠ પ્રકારનાં છે : (૧) જ્ઞાનાવરણીય (૨) દર્શનાવરણીય (૩) વેદનીય (૪) મોહનીય (૫) આયુષ્ય (૬) નામ (૭) ગૌત્ર અને (૮) અંતરાય. આ આઠ કમોંમાં સૌથી ભયંકર કર્મ તે મોહનીય કર્મ છે. સંસારમાં અનેક જીવોને જમાડનાર તે મોહનીય કર્મ છે. મોહનીય કર્મનો એક પેટાપ્રકાર તે મિથ્યાત્વ મોહનીય છે. એ સૌથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6