Book Title: Parvaradhna Author(s): Ramanlal C Shah Publisher: Z_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf View full book textPage 3
________________ પવરાધના ૪૫ જો દિવસો નિશ્ચિત કરેલા હોય તો જ માણસને આજીવિકા માટેના વ્યવસાયમાંથી મુક્ત થઈને આરાધના કરવી ગમે છે. આર્થિક પ્રલોભનો અને વ્યાવહારિક કાર્યો અને કર્તવ્યો એટલાં બધાં હોય છે કે જીવને તેમાંથી બહાર નીકળવાનું જલદી મન થતું નથી. વળી કુટુંબીજનો વગેરે સાથે સંઘર્ષ થવાનો કે પ્રતિષ્ઠાને હાનિ પહોંચવાનો ભય રહે છે. પરંતુ પોતાના વર્તુળના ઘણાખરા માણસો જો વ્યવસાય છોડીને, ઘરની બહાર જઈને જાહેર સ્થળમાં આરાધના કરવા જતા હોય તો માણસને તેમાં જોડાવાનું મન થાય છે. ક્યારેક બધા લોકો આરાધના કરતા હોય ત્યારે પોતે જો કમાવામાં રચ્યોપચ્યો રહે તો લજ્જાસંકોચ થવાનો પ્રસંગ ઊભો થાય. વળી, સતત વ્યાવસાયિક-વ્યાવહારિક પ્રવૃત્તિમાં પરોવાયેલા જીવન પર્વના દિવસને નિમિત્તે મન મોકળું કરવાનો, હળવાશ અનુભવવાનો અવસર સાંપડે છે. આથી જ ધાર્મિક પર્વોનું આયોજન સામાજિક અને મનોવૈજ્ઞાનિક દૃષ્ટિથી પણ માનવજાત માટે ઉપકારક બન્યું છે. પર્વનો મહિમા એવો હોય છે કે માણસને ઘરમાં બેસી રહેવું ગમતું નથી. સમુદાયમાં જઈને તે કશું પ્રાપ્ત કરવા ઇચ્છે છે, સમાજના મહિલા વર્ગને પણ પર્વના દિવસોમાં બહાર જવું ગમે છે. મનુષ્યને પોતાની વૈયક્તિક ચેતનાને સામુદાયિક ચેતનાની સાથે એકરૂપ કરવાની ભાવના પર્વના દિવસોમાં થાય છે. ધાર્મિક પર્વ એ રીતે મનુષ્યની ચેતનાના વિસ્તાર અને વિકાસમાં મહત્ત્વનું યોગદાન કરે છે. જો આ ચેતનાનો વિકાસ એક જ દિશામાં સીધી ગતિએ ચાલ્યા કરતો હોય તો મનુષ્યજીવન નંદનવન જેવું બની જાય. પરંતુ ગતાનુગતિક રૂઢિવાદ, સામાજિક સમસ્યાઓ, રાજદ્વારી ઊથલપાથલો, સંઘર્ષ, કલહ, યુદ્ધ, દુકાળ, કુદરતી આપત્તિઓ વગેરે માનવજાતે પ્રાપ્ત કરેલી ભૌતિક સિદ્ધિઓને હણી નાખે છે અને મનુષ્ય ફરી પાણે કેટલાંક ડગલાં પાછો જાય છે. મનુષ્ય જીવનની આ એક મોટી કરુણતા છે. આપણા પૂર્વાચાર્યોએ ધાર્મિક-આધ્યાત્મિક પર્વોની જે યોજના કરી છે કે તે એવી ખૂબીથી કરી છે કે જેથી મનુષ્યજીવનને કાળના થોડા થોડા અંતરે આત્મિક બળ મળતું રહે. જેનું લક્ષ્ય આરાધના તરફ વિશેષ રહેલું હોય એવા લોકોને માટે તો દર બીજે કે ત્રીજે દિવસે પર્વતિથિનું નિર્માણ કરવામાં આવ્યું છે. બીજ, પાંચમ, આઠમ, અગિયારસ, ચૌદસ, પૂનમ વગેરે તિથિઓને પર્વતિથિ તરીકે ગણાવવામાં આવી છે. જેઓ પોતાના જીવનની મર્યાદાઓને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6