Book Title: Parvaradhna Author(s): Ramanlal C Shah Publisher: Z_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf View full book textPage 1
________________ પર્વારાધના મનુષ્યને એકલા ખાઈપીને રહેવાથી પૂરો સંતોષ થતો નથી. રહેવાને સરસ ઘર, ખાવાને માટે સરસ ભાવતી વાનગીઓ, પહેરવાને મનપસંદ વસ્ત્રો અને હરવાફરવાનાં વિવિધ સાધનો મળ્યાં હોવા છતાં, જીવનમાં કશુંક ખૂટે છે એવું એને લાગે છે. ખાસ કરીને જ્યારે શરીર રોગગ્રસ્ત થાય છે, વૃદ્ધાવસ્થા આવે છે અને મૃત્યુ નજીક આવી રહ્યું હોય છે ત્યારે ભૂતકાળમાં ભોગવેલા ભોગોની અસારતા તેને જણાય છે. જીવનમાં કશુંક ચિરંજીવી અને મૂલ્યવાન તથા સતત સાથે રહે એવું તત્ત્વ મેળવવા તેનું ચિત્ત તલસે છે. પૂર્વભૂમિકા કે પૂર્વની તૈયારી ન હોય તો ભૂખ્યો માણસ જેમ ઘાસ ખાવા તૈયાર થાય તેમ આવી ઝંખનાવાળો માણસ જે કંઈ મળે તેનું તરત આલંબન લઈ લે છે. પૂરી સમજ ન હો તો પોતે જે મેળવ્યું છે તે જ સર્વસ્વ છે એવું માની લેવાની ભૂલ કરે છે અને એ રીતે જીવન પૂરું કરે છે. જે સુખ ભૌતિક સામગ્રીઓ નથી આપી શકતી તે સુખ શુદ્ધ ધર્મના આલંબનથી તેને મળે છે. માણસ જ્યારે ધર્માભિમુખ બને છે ત્યારે તેની દૃષ્ટિમાં પરિવર્તન આવે છે; તેની પ્રવૃત્તિઓ અને સંબંધમાં ફેરફાર થાય છે; તેના જીવનમાં સાચી સમજણનો ઉદય થાય છે. કેટલાકને આ સમજણ વેળાસર પ્રાપ્ત થઈ જાય છે. કેટલાકને મોડેમોડે પણ એ સમજણ મળે છે અને તેથી ધન્યતા અનુભવે છે. અનેક મનુષ્યો એવી સમજણ પ્રાપ્ત કર્યા વિના પોતાનું જીવન પશુવતું જીવીને પૂરું કરે છે. દુનિયાના દરેક ધર્મમાં ભિન્ન ભિન્ન પ્રકારનાં પર્વોની ઉજવણીની પરંપરા ચાલી આવે છે. પર્વ' શબ્દના જુદા જુદા અર્થ થાય છે. પુ” ધાતુ ઉપરથી જો “પર્વ' શબ્દ કરવામાં આવે તો “પુ” ના વિવિધ અર્થ થાય છે. જેમ કે : (૧) ભરવું (૨) સાચવી રાખવું, ટકાવી રાખવું (૩) વૃદ્ધિ કરવી (૪) સંતુષ્ટ અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6