Book Title: Parvadhiraj Paryushan 02 Author(s): Ramanlal C Shah Publisher: Z_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf View full book textPage 4
________________ 102 જિનતત્ત્વ ભાગ લઈ શકે. તહેવારો માત્ર ધાર્મિક જ હોય એવું નથી, સામાજિક કે રાષ્ટ્રીય પણ અવશ્ય હોવા જોઈએ. પરંતુ આપણી સરકારો સૈકાઓથી ઊજવાતા આવેલા એવા કેટલાક ધાર્મિક-સાંસ્કૃતિક તહેવારોની રજા રદ કરીને કેટલાક રાજકીય તહેવારોનો ઉમેરો કરે છે તે યોગ્ય નથી. સમય પલટાતાં રાજકીય તહેવારો તરત વાસી બની જશે. માત્ર સરકારી દફ્તરો ને કેલેન્ડરો પૂરતી જ એની નોંધ લેવાશે. પ્રજાજીવનમાં નવી ચેતના જગાડવામાં એમનો હિસ્સો ખાસ નહિ હોય. સૈકાઓથી ઊજવાતા આવેલા મોટા ધાર્મિક તહેવારોની રા રદ કરવાથી એકંદરે તો આપણી ભારતીય ભાવનાઓને હાનિ પહોંચે છે. રજાના સમયનો કેટલાક લોકો દુર્વ્યય કરે છે, એ ફરિયાદ ખોટી નથી, તો પણ કામના કલાકોનું આયોજન એવી રીતે થવું જોઈએ કે જેથી મોટાં ધાર્મિક પર્વોની રજા રદ કરવાની જરૂર ન પડે. ઇતિહાસ સાક્ષી પૂરે છે કે વિભિન્ન વિદેશી આક્રમણો અને વિષમ પરિસ્થિતિઓ દરમિયાન ભારતીય સંસ્કૃતિને ટકાવી રાખનારાં પરિબળોમાં આપણા ધાર્મિક પર્વોનું યોગદાન ઓછું નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4