Book Title: Parvadhiraj Paryushan 02
Author(s): Ramanlal C Shah
Publisher: Z_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf

View full book text
Previous | Next

Page 1
________________ પર્વાધિરાજ પર્યુષણ - ૨ એક ઋતુચક્ર પૂરું થતાં વર્ષ પૂરું થાય છે. વર્ષ નવું પણ ઘટમાળ જૂની, એવો જીવનક્રમ ઘણાંનો હોય છે. પ્રત્યેક નવા વર્ષે નવી પ્રેરણા, નવું ચેતન અને નવો ઉત્સાહ દાખવનારાં, ઉત્તરોત્તર અધિક સિદ્ધિ પ્રાપ્ત કરનારાં મનુષ્યો પણ ઓછાં નથી હોતાં. ઘટનાક્રમ જૂનો હોય પણ તેમાંથી પસાર થવામાં અભિનવતા અનુભવાતી હોય, પર્વ એનું એ હોય પણ એની આરાધનામાં વધુ તાઝગી, વધુ ઉત્સાહ અને વધુ શક્તિ અનુભવાતી હોય એ પણ એક સદ્ભાગ્ય છે. કોઈક આધુનિક બુદ્ધિવાદીને પ્રશ્ન થાય કે એની એ વાતમાં ફરીથી કેમ રસ પડે ? પણ શાસ્ત્રકારોએ કહ્યું છે કે જેમ ભોજનમાં, ઔષધમાં, અધ્યયનમાં પુનરુક્તિ એ દોષ નથી પણ ગુણ છે, તેમ પર્વની આરાધનામાં પણ પુનરુક્તિ એ દોષ નથી, બલકે ઇષ્ટ અનિવાર્યતા છે. ‘પર્વનુ' શબ્દના વિવિધ અર્થ થાય છે. એમાં મુખ્ય અર્થ છે “પવિત્ર દિવસ' અથવા “તહેવાર'. (બીજા અર્થો છે : “પર્વ” એટલે ગ્રંથનો ભાગ; પર્વ એટલે શેરડીનો બે ગાંઠા વચ્ચેનો ભાગ). સ્વ. પૂ. સાગરાનંદસૂરિજીએ તો, પર્વ” અને “તહેવાર વચ્ચે પણ ભેદ દર્શાવતાં કહ્યું છે કે કોઈ એક ઘટના કે વસ્તુનું મહત્ત્વ દર્શાવવા કોઈ એક દિવસ સાથે એને જોડી દેવાય તે તહેવાર, અને દર મહિને, ચાર મહિને કે વર્ષે નિયમિતપણે, સામુદાયિક આરાધના સાથે જ ઊજવાય તે પર્વ. મહાવીર જયંતી કે ગાંધી જયંતી એ તહેવાર છે ને જ્ઞાનપંચમી કે પર્યુષણા એ પર્વ છે. અલબત્ત, વ્યવહારમાં તહેવાર” અને “પર્વ” એ બંને શબ્દો એકબીજાના પર્યાય તરીકે વપરાય છે. પર્યુષણા' (પરિ + ઉષ) શબ્દનો અર્થ થાય છે સારી રીતે સ્થિર થવું. વર્ષાવાસ દરમિયાન સ્કૂલ રીતે સ્થિર થવા ઉપરાંત આત્મામાં સ્થિર થવા માટે વિશેષ ભાર આ આધ્યાત્મિક પર્વમાં મૂકવામાં આવ્યો છે. જીવદયા, દાન, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4