Book Title: Parvadhiraj Paryushan 02
Author(s): Ramanlal C Shah
Publisher: Z_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf

View full book text
Previous | Next

Page 2
________________ જિનતત્ત્વ બ્રહ્મચર્ય, અઠ્ઠમ વગેરે પ્રકારની તપશ્ચર્યા, સામાયિક, પ્રતિક્રમણ, પૌષધવ્રત, જિનપૂજા, ગુરુવંદના, સાધર્મિક વાત્સલ્ય, શ્રુતશ્રવણાદિ જ્ઞાનારાધના, ચૈિત્યપરિપાટી ઇત્યાદિ વિવિધ પ્રકારે આ પર્વની આરાધના કરવાની હોય છે. એટલે જ કહેવાય છે કે “પુણ્યનાં પોષણાં, પર્વ પર્યુષણાં'. શ્રાવણ મહિનો એટલે પર્વોનો મહિનો. વર્ષાઋતુમાં જ્યારે ઘણોખરો વરસાદ પડી ચૂક્યો હોય, ખેતીમાં કામે લાગેલાં માણસો જ્યારે લગભગ નિવૃત્ત થઈ ગયેલાં હોય, સફર માટે સાગરનું વાતાવરણ સાનુકૂળ બની ગયું હોય, નદી કે નાળાંનાં પૂર સરી ગયાં હોય, વાતવરણમાં હજુ ઠંડક હોય, આકાશમાં આમતેમ છૂટાંછવાયાં વાદળાં ટહેલતાં કે ઘડીક વરસતાં હોય એવા વાતાવરણમાં શ્રાવણ-ભાદરવામાં મનુષ્ય અનેરો ઉલ્લાસ અનુભવે છે. ચોમાસાના ચાર મહિનામાં આ એવો ઉત્તમ કાળ છે કે જ્યારે માણસ સમય ફાજલ પાડીને ઉત્સવમાં ભાગ લઈ શકે છે, આરાધનામાં જોડાઈ શકે છે. ઉત્સવ એ મનુષ્ય-જીવનનું મોટામાં મોટું પ્રેરક બળ છે. ઉત્સવ એટલે માણસ ઘર છોડી બહાર નીકળી સમુદાયમાં ભળે, અનેક લોકો સાથે પ્રેમ, આદર, સહકાર, સત્કાર વગેરેની લાગણી અનુભવે. ઉત્સવ એટલે મનુષ્યની સામુદાયિક ચેતનાનો વિસ્તાર અને વિકાસ, ઉત્સવ ન હોય તો મનુષ્યજીવન ક્રમે ક્રમે જડ અને પાંગળું બની જાય. કટાઈ જતા જીવનને ઉત્સવ નવો ઓપ આપે છે. ભારતીય પરંપરામાં ભોગ ને ત્યાગ બંનેનું મહત્ત્વ સ્વીકારાયું છે. પરંતુ ત્યાગ દ્વારા ભોગ (તેન ચના મુંનથા) ની ભાવનાનું પ્રાધાન્ય ભારતીય પરંપરામાં જેવું છે તેવું બીજે બહુ ઓછું જોવા મળશે. ખાવાના આનંદ કરતાં સહેતુક ભૂખ્યા રહેવાનો આનંદ ઘણો ચઢિયાતો છે, એની પ્રતીતિ તો જેઓ એવું આચરે છે તેમને વિશેષ હોય છે. આપણાં પર્વોમાં ખાદ્ય પદાર્થો અને વસ્ત્રાલંકાર દ્વારા દેહને રીઝવવાનાં જેમ કેટલાંક લૌકિક પર્વો છે, તેમ ત્યાગ ને સંયમ દ્વારા આત્માની અનુભૂતિના આનંદને માણવા માટેનાં લોકોત્તર પર્વો પણ છે. પર્યુષણ પર્વનો મહિમા લોકોત્તર પર્વ તરીકેનો છે. જીવની એ ખાસિયત છે કે જો તે જાગ્રત ન રહે તો ઘડીકમાં પ્રસાદી અને મલિન બની જાય. આત્મશુદ્ધિ એ સતત કરવાનું કાર્ય છે. પર્યષણ પર્વ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4