Book Title: Padma puran
Author(s): Ravishenacharya, Vrajlal Girdharlal Shah
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 653
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૬૩૨ એકસો પંદરમું પર્વ પદ્મપુરાણ ત્યાં ઊભા ન રહ્યા, તેમનો પ્રયોગ નિંધ હતો. ગૌતમ સ્વામી રાજા શ્રેણિકને કહે છે-હે રાજન્ ! જે પાપી વિના વિચાર્યું કોઈ કામ કરે છે તેને પશ્ચાત્તાપ જ થાય છે. દેવો ચાલ્યા ગયા અને લક્ષ્મણની સ્ત્રી પતિને અચેતનરૂપ દેખી પ્રસન્ન કરવા તૈયાર થઈ. કહે છે-હે નાથ! કઈ અવિવેકિનીએ સૌભાગ્યના ગર્વથી અભિમાનીએ આપનું માન ન સાચવ્યું? તેણે ઉચિત નથી કર્યું. હે દેવ! આપ પ્રસન્ન થાવ. તમારી અપ્રસન્નતા અમને દુઃખનું કારણ છે. આમ કહીને તે અત્યંત પ્રેમભરી લક્ષ્મણના અંગ સાથે આલિંગન કરી તેના પગમાં પડી. તે રાણીઓ ચતુરાઈનાં વચન કહેવામાં તત્પર કોઈ વીણા લઈ લગાડવા લાગી, કોઈ મૃદંગ વગાડવા લાગી, કોઈ મધુર સ્વરે પતિના ગુણ ગાવા લાગી. તે સૌનું ચિત્ત પતિને પ્રસન્ન કરવામાં ઉધમી હતું. કોઈ પતિનું મુખ દેખે છે અને પતિનાં વચન સાંભળવાની અભિલાષા રાખે છે. કોઈ નિર્મળ સ્નેહવાળી પતિના શરીરને વળગીને કુંડળમંડિત અતિસુંદર કાંતિવાળા કપોલોને સ્પર્શ કરવા લાગી, કોઈ મધુરભાષિણી પતિનાં ચરણો પોતાના શિર પર મૂકવા લાગી, કોઈ મૃતનયની ઉન્માદથી ભરેલી કટાક્ષરૂપ કમળપુષ્પનો ઘુમટો કરવા લાગી, આળસ મરડતી પતિનું વદન નિરખી અનેક ચેષ્ટા કરવા લાગી. આ પ્રમાણે આ ઉત્તમ સ્ત્રીઓ પતિને પ્રસન્ન કરવા અનેક યત્ન કરે છે, પરંતુ તેમના પ્રયત્ન અચેતન શરીરમાં નિરર્થક ગયા. લક્ષ્મણની તે બધી રાણીઓ પવનથી કમળોનાં વનની પેઠે ધ્રુજવા લાગી. પતિની આ દશા જોઈને સ્ત્રીઓનું મન અત્યંત વ્યાકુળ બન્યું, સંશય પામી ગઈ કે ક્ષણમાત્રમાં આ શું થયું, ચિંતવી કે કહી શકાતું નથી, આવા ખેદના કારણરૂપ શોકને મનમાં ધરીને તે મુગ્ધા મોહની મારી ફસાઈ પડી, ઇન્દ્રાણી સમાન ચેષ્ટાવાળી તે રાણીઓ તાપથી સુકાઈ ગઈ. કોણ જાણે તેમની સુંદરતા ક્યાં ચાલી ગઈ ? આ વૃત્તાંત અંદરના લોકોના મુખે સાંભળીને શ્રી રામચંદ્ર મંત્રીઓ સહિત સંભ્રમથી ભરેલા ભાઈ પાસે આવ્યા, અંદર રાજના માણસો પાસે ગયા. લક્ષ્મણનું મુખ પ્રભાતના ચંદ્રમા સમાન અદકાંતિવાળું જોયું, કોઈ વૃક્ષ તત્કાળ મૂળમાંથી ઊખડી ગયું હોય તેવી સ્થિતિમાં ભાઈને જોયા. મનમાં વિચારવા લાગ્યા આજે ભાઈ મારી સાથે વિના કારણે રૂક્યા છે. એ સદા આનંદરૂપ હોય છે તે આજે કેમ વિષાદરૂપ થઈ ગયા છે? સ્નેહથી ભરેલા તે તરત જ ભાઈની પાસે જઈ તેને ઊંચકી છાતી સાથે લગાવી મસ્તક ચૂમવા લાગ્યા. દાહના મારવાળા વૃક્ષ સમાન હરિને જોઈને હળધર તેમના અંગને વળગી પડ્યા. જોકે લક્ષ્મણને જીવનનાં ચિહ્નરહિત જોયા તો પણ સ્નેહથી પૂર્ણ રામે તેમને મરેલા માન્યા નહિ. જેમની ડોક વાંકી થઈ ગઈ છે, જેમનું શરીર ઠંડું પડી ગયું છે, જગતની ભોગળ જેવી ભુજાઓ શિથિલ થઈ ગઈ છે, શ્વાસોચ્છવાસ ચાલતા નથી, આંખની પલક ઉઘાડ બંધ થતી નથી. લક્ષ્મણની આ અવસ્થા જોઈ રામ ખેદખિન્ન થઈ પરસેવાથી રેબઝેબ થઈ ગયા. આ દીનોના નાથ રામ દીન થઈ ગયા, વારંવાર મૂચ્છ ખાઈને પડ્યા, જેમનાં નેત્ર આંસુથી ભરેલાં છે તે ભાઈના અંગને નીરખે છે, એના એક નખની પણ રેખા આવી નહિ, આવા આ Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 651 652 653 654 655 656 657 658 659 660 661 662 663 664 665 666 667 668 669 670 671 672 673 674 675 676 677 678 679 680 681