________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
તે ઉપરાંત જ્યારે આપણે અનેક કથાઓમાં પુણ્ય પાપનું ફળ પ્રત્યક્ષ જઈએ છીએ તો તેનો એવો ઊંડો પ્રભાવ હૃદય ઉપર પડે છે કે આત્મા સાંસારિક-ઝૂજાળોથી ઉગ પામીને તેમાંથી છૂટવા માટે તરફડે છે અને હૃદયમાં એવા ભાવ નિરંતર વહેવા લાગે છે કે પૂર્વોપાર્જિત કર્મોએ જ્યારે મહાપુરુષોને પણ છોડયા નથી તો પછી આપણે કઈ ગણતરીમાં છીએ? આવા ભાવ વડે જ મનુષ્ય આત્મકલ્યાણમાં પ્રવૃત્ત થાય છે. માટે સંસારની સ્થિતિનું યથાર્થ ચિત્રણ કરનાર પુણપાપનું ફળ પ્રત્યક્ષ દેખાડનાર, મર્ષિઓએ રચેલા મહાપુરુષોના ચરિત્રોનું અધ્યયન કરવું જોઈએ.
દીર્ઘસૂત્રી મનુષ્ય દીર્ઘસૂત્રી મનુષ્ય કેવી રીતે પડ્યો પડ્યો જાત જાતના વિકલ્પો કરતો રહે છે એનું બહુ સુંદર ચિત્રણ ગ્રંથકારે ભામંડળની મનોવૃત્તિનું લક્ષ્ય કરીને આપ્યું છે. ભાષાકરના શબ્દોમાં એનો થોડો અંશ જોઈએ-મેં આ પ્રાણ સુખમાં વીતાવ્યા છે તેથી થોડા દિવસો રાજ્યનું સુખ ભોગવી,
લ્યાણનું કારણ એવું તપ પછી કરીશ. આ કમ-ભોગ દુર્નિવાર છે, એનાથી જે પાપ થશે તે ધ્યાનરૂપ અગ્નિ વડ ક્ષણમાત્રમાં ભસ્મ કરી નાખીશ. ઈત્યાદિ મનોરથ કરતો ભામંડળ સંકડો વર્ષ એક મુહૂર્તની પેઠે ગાળવા લાગ્યો. આ કર્યું, એ કરું, આમ કરીશ, આવું ચિંતન કરતાં આયુષ્યના અંતને જાણી શક્યો નહિ. એક દિવસ સાતમાળના મહેલની ઉપર સુંદર શય્યા પર સૂતો હતો ત્યાં તેના પર વીજળી પડી અને તે તત્કાળ મૃત્યુ પામ્યો.
દીર્ઘસૂત્રી મનુષ્ય અનેક વિકલ્પો કરે પરંતુ આત્માના ઉદ્ધારનો ઉપાય કરતો નથી. તૃષ્ણાથી ણાયેલો એક ક્ષણ પણ શાતા પામતો નથી. મૃત્યુ શિર પર ચકરાય છે પણ તેની શુધબુધ નથી. ક્ષણભંગુર સુખ નિમિત્તે દુર્બુધ્ધિ આત્મહિત કરતો નથી. વિષય વાસનાથી લુબ્ધ બનીને અનેક પ્રકારના વિલ્પો કર્યા કરે છે જે કર્મબંધના કરણ છે. ધન, યવન, જીવન બધું અસ્થિર છે. જે તેમને અસ્થિર જાણી સર્વ પરિગ્રહનો ત્યાગ કરી આત્મકલ્યાણ કરે છે તે ભવસાગરમાં ડૂબતો નથી. અને વિષયાભિલાષી જીવ ભવમાં કષ્ટ સહન કરે છે. હજારો શાસ્ત્ર વાંચવા છતા શાંતિ ન થઈ તો શો ફાયદો? અને એકજ પદથી શાંતિ પ્રાપ્ત થાય તો તે પ્રશંસવા યોગ્ય છે. જે જાતજાતના અશુભ ઉદ્યમોથી વ્યાકુળ છે તેમનું આયુષ્ય નકામું વીતે છે જેમ હાથમાં આવેલું રત્ન જતું રહે છે તેમ. આમ જાણીને સર્વ લૌકિક કાર્યોને નિરર્થક જાણીને દુઃખરૂપ ઇંદ્રિયના સુખોનો ત્યાગ કરી પરલોક સુધારવા માટે જિનશાસનમાં શ્રદ્ધા કરો.
કેટલું માર્મિક ચિત્રણ છે અને ગ્રંથકર ભામંડળના બદલે સર્વ સંસારી લોકોને જાણે કે પોકરી પોકારીને કઈ રહ્યા છે કે
“કાલ કરે સો આજ કર, આજ કરે સો અબ પલમેં, પરલય હોયગા, બહુરિ કરેગા કબ.”
- હિન્દી પદ્મપુરાણ ઉક્ત સંસ્કૃત પદ્મચરિત્રનો હિન્દી અનુવાદ “પદ્મપુરાણ' નામથી જ પ્રસિદ્ધ છે. જે પ્રમાણે હિન્દી સંસારમાં તુલસી રામાયણ અત્યંત પ્રસિદ્ધ છે અને ઘરઘરમાં પ્રચલિત છે તેવીજ રીતે જૈનોમાં અને ખાસ કરીને દિગંબરોમાં આ પદ્મપુરાણનો ખૂબજ પ્રચાર છે. દિ. જૈનોનું ભાગ્યે જ કોઈ એવું મંદિર
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com